SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૧ મું અને શિવાજી મહારાજે આપેલો પત્ર એમને આપ્યો અને મહારાજે મોકલેલા નજરાણાં નજર કર્યા. પત્ર વાંચી જ્યસિંહ બહુ ખુશી થા. મહારાજે મેકલેલાં નજરાણાં રાજા જયસિંહે પ્રેમથી સ્વીકાર્યા અને મહારાજના ક્ષેમકુશળ પૂછપા. રઘુનાથપંતે પણ દરબારી વકીલની રીત મુજબ મિરઝારાજાને મહારાજા તરફથી ક્ષેમ સમાચાર પૂછયા. કુશળ સમાચાર પૂછવાની પદ્ધતિ પ્રમાણેની વિધિ આટોપ્યા પછી જયસિંહ રાજાએ પંતને કહ્યું કે – “રઘુનાથપંત! તમારા શિવાજી રાજા બહુ પરાક્રમી પુરુષ પાક્યા છે. એમને માટે મને પણ અંતઃકરણમાં માને છે. એમના જેવા ડાહ્યા અને મુત્સદ્દી પુર ઔરંગઝેબ જેવા બળિયા બાદશાહ સામે જંગ માંડ્યો એ ઠીક નથી કર્યું. બાદશાહ ઔરંગઝેબ એટલે સમરકળાને કસાયેલો યોદ્ધો, ઔરંગઝેબ એટલે મુત્સદ્દીપણાને નમૂને, ઔરંગઝેબ એટલે મહાપ્રતાપી અને પરાક્રમી પુરષ. આવા અસાધારણુ બળવાન બાદશાહ સાથે વેર બાંધવામાં તમારા શિવાજી રાજાએ ખરેખર ભૂલ કરી છે. ઔરંગઝેબ જેવા ચક્રવર્તીને છંછેડવાથી શિવાજી રાજાની ધારી મુરાદ બર નહિ આવે. શિવાજી રાજાએ હવે અનુભવથી પોતાની રીત બદલવી ઘટે છે. શિવાજી રાજા તે વખત પ્રમાણે બાજી બદલનારા મુત્સદ્દી છે છતાં હજુ પણ મુગલોની સામે શિંગડાં માંડી રહ્યા છે એ ઈષ્ટ નથી. તમારા શિવાજી રાજાને ઔરંગઝેબ બાદશાહ સાથે મેળાપ થઈ જાય તે તે મેળાપ શિવાજી રાજાને કલ્યાણકારક નિવડશે એવું મારું માનવું છે. શિવાજી રાજાને ઔરંગઝેબ બાદશાહ પાસે લઈ જવાને મારે ઈરાદે છે. આગલાં પાછલાં વેર, ઝેર, અપમાન, દુશ્મનાવટ વગેરે બધાં દિલથી દૂર કરી શિવાજી રાજાએ ઔરંગઝેબ બાદશાહ સાથે મેળાપ કરવા તૈયાર થવું જોઈએ. બંને વચ્ચેની કડવાશ કાઢી નાંખી મીઠાશ આણવા માટે બંનેના મેળાપની ગોઠવણ કરવા માટે તનતેડીને મહેનત કરવી જ જોઈએ. હું આ કામ માટે ઘટતી બધી વ્યવસ્થા કરવા તૈયાર છું. શિવાજી રાજાએ દિલ્હી જવા કબૂલ કરવું જોઈએ. હું જાતે એમના સંબંધમાં બાદશાહને લખીશ અને બંનેને મીઠે સંબંધ બંધાય તે માટે મારાથી બનતું બધું હું કરીશ. હું વચ્ચે છું એટલે શિવાજી મહારાજે જરાપણુ શંકા રાખવી નહિ. મુગલો ઉપર એમને અવિશ્વાસ હશે, પણ હું સર્વે જવાબદારી મારે માથે લઈશ, એટલે શિવાજીને શંકા કરવાનું બિલકુલ કારણ જ રહેતું નથી. શિવાજી રાજાની બાદશાહ સાથેની મુલાકાત ફળીભૂત કરવા માટે હું તનતોડ મહેનત કરીશ. શિવાજી રાજાને હું મારા પુત્ર રામસિંહ જે જ ગણું છું. શિવાજી રાજાને મારા ઉપર તે પૂર્ણ વિશ્વાસ છે એમ હું માનું છું. કેમ ખરુંને પત!' - રઘુનાથપંતઃ– “આપને તે એ પિતાના સ્થાને માને છે, આપના ઉપર તે એમને સંપૂર્ણ વિશ્વાસ છે. આપ જે સુચના કરશે તેના ઉપર અમને શંકા નહિ રહે. ” જયસિંહ:- “હું આપેલું વચન શિર સાટે પાળીશ, એની મારે ખાતરી આપવાની હવે જરૂર તો નહિ જ હોય અને તમને જરૂર જણાય તે મારા તરફથી એમને ખાતરી કરી આપજો. મારા ઉપર વિશ્વાસ રાખી મને આવીને મળશે તે દિલસફાઈની વાતો થઈ જશે. એમના મનમાં જે કંઈ ગૂંચ હોય તે મારી આગળ સાફ સાફ કહી દેવામાં જરાપણ શરમ રાખવાની જરૂર નથી. બાદશાહ શિવાજી રાજાને આમંત્રણ આપે એવી ગોઠવણ હું કરીશ અને એમને માન મરતબ બરાબર જળવાય એ બંદોબસ્ત કરવામાં હું જરાપણું કચાશ નહિ રાખું. તમે આ બધી વાતો શિવાજીને વિગતવાર જણાવે અને એમને બરાબર સમજાવી બાદશાહની સાથે મેળાપ કરવા એ તૈયાર થાય એવી ગોઠવણ કરો. મારી સૂચના શિવાજી રાજાને લાભકારક છે. શિવાજી રાજાને હેતુ, વિચાર વગેરેને પૂરેપુરો અભ્યાસ કરી સર્વે વાતથી વાકેફ થઈ હું આ સંદેશે એમને માટે આપું છું.” મિરઝારાજાએ પત્રનો જવાબ આપ્યો અને વકીલને કીમતી વસ્ત્રો અને અલંકાર આપી માન આપ્યું. રઘુનાથ પંતની જોડે જયસિંહ રાજાએ શિવાજી મહારાજ માટે નજરાણું પણ મોકલ્યું. જ્યસિંહ રાજાને મહારાજને સદેશે પૂરેપુરે સંભળાવી એમનું કહેવું સાંભળી લીધું અને બંને વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy