SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર ૩૬૩ સર્વેએ નક્કી કર્યું. મિરઝારાજા જબરે પંડિત હતે. મુત્સદ્દી પણ તે જ હતો, એટલે એની સાથે વાતચીત કરવા માટે તેવા જ મુત્સદ્દીને મોકલવાનો વિચાર કરી, રઘુનાથપત વકીલને મોક્લવાનું રાખ્યું. મહારાજે રઘુનાથપંતને બેલાવી મિરઝારાજા પાસે પત્ર લઈને વકીલ તરીકે જવા કહ્યું અને એ કામ સંબંધી જરુરી બધી સૂચનાઓ આપી. વકીલ રઘુનાથપંત સાથે મહારાજે રાજા જયસિંહ માટે ભારે જરિયાનનાં વસ્ત્રો, અમૂલ્ય અલંકાર, ઉત્તમ ઘેડા, હાથી વગેરે નજરાણું કર્યું. મિરઝારાજાના પત્રને જવાબ મહારાજે આપ્યો. તેની મતલબ આ પ્રમાણે હતીઃ- “ આપે રાજદૂત સાથે કે પત્ર મોકલ્યો તે વાંચી અતિ આનંદ થયો છે. તે પત્રને પિતૃદન સમાન સમજી હદય સાથે ચાંખ્યો. આપના તરફથી આશા નહિ રાખવા છતાં પત્ર આવ્યો તેથી મને પરમ સંતોષ થયો અને ચિંતા દૂર થઈ પત્રને ભાવાર્થ મમતાભરેલે જણાય છે. પત્ર મળતાં જ જરા પણ અચકાયા વગર મને આપનાં દર્શને આવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે. આપના પર અણુ માત્ર શંકા ન લાવતાં અને આપ પારકા છે, એ લવલેશ પણ વિચાર ન કરતાં આપના પર આધાર રાખવાથી જ મારે વાંછિત હેતુ પરિપૂર્ણ થઈ મારું સર્વ પ્રકારે કલ્યાણ થશે એમ મને જણાય છે. મને આપના ચિરંજીવી રામસિંહ રાજા જે જ સમજ આપે મમતાપૂર્વક પત્ર લખ્યો, તેથી મારા હૃદયમાં સંતોષ થયો છે. મારી એવી વૃત્તિ થવાનું કારણ માત્ર એક જગદંબાજ જાણે છે. તમારું દિલ્હીથી દક્ષિણમાં આગમન થયું એ જ ઘણું સારું થયું છે. મારા મનના સર્વ મનોરથ સિદ્ધ થશે, એવી મને ખાતરી થઈ છે. મારે સર્વ ભય નષ્ટ થયું છે. મન અતિશય પ્રફુલ્લિત થયું છે. આપ શિરછત્રરૂપ છે. ક્ષાત્રધર્મના સંરક્ષણકર્તા છે. મારા પર બાદશાહની ઘણી ઈતરાજી થઈ છે. શી રીતે વર્તવું તે સમજાતું નથી. અમે રાત દિવસ તે જ ચિંતા કરીએ છીએ. બાદશાહ સર્વના માલીક છે, એ વાત સત્ય, પરંતુ ક્ષાત્રધર્મને અવરોધ થયો છે. પૃથ્વીમાં અધર્મ થઈ રહ્યો છે. વિધર્મીઓએ ઉન્મત્ત થઈ આપણું ધર્મને નાશ કરવા માંડી છે. સર્વ પૂણ્ય ક્ષેત્રોને ભ્રષ્ટ કરી, તે સ્થળે ગોવધ થવા લાગ્યો છે. દેવાલયો તેડી પાડી, ત્યાં તેમણે મજીદો બાંધી છે. તેમનો હેતુ એ છે કે પૃથ્વી પરથી હિંદુધર્મને નાશ કરે. એ સ્થિતિ જોઈ, મને અસવ ત્રાસ ઉત્પન્ન થવાથી શિરછત્રના પ્રતાપ વડે તથા શ્રી જગદંબાની સહાયતા વડે આજ સુધી મેં યવન સાથે યથાશક્તિ વિરોધ કર્યો છે. હિંદુ રાજાઓએ હિંદુધર્મનું અભિમાન છેડી દીધું છે તે યોગ્ય નથી. પુરાતન કાળથી હિંદુ રાજાઓ આ ભૂમિ પર રાજ્ય કરતા આવ્યા છે, પરંતુ સાંપ્રતકાળમાં તેઓ પદભ્રષ્ટ થઈ યવનના તાબેદાર થયા છે એ જોઈ, મારું મન અતિશય દિલગીર થાય છે. એ બાબતનું આપણને પૂર્ણ અભિમાન અને ઇષ હોવાં જોઈએ. મેં બાદશાહના તાબાના પ્રાંતોમાં તેફાન કરી, તે કબજે લીધા છે, તેથી તેમને મારા પર ક્રોધ ચઢયે અને આપને મારા ઉપર ચડાઈ લઈ મોકલ્યા છે. પરંતુ એ બાદશાહને નમન કરવા હું ચૂકીશ નહિ. મારા તાબામાં જે કિલ્લા અને પ્રાંત છે તે મારા બાહુબળ વડે મેં પર રાજ્યમાંથી કબજે કર્યા છે. તેને બાદશાહ તરફથી ઉપદ્રવ ન થતાં મારા સંબંધી તેમનું મન નિર્મળ થાય એ જ મારી પ્રાર્થના છે. દક્ષિણ મુલક કબજે કરવાની તેમની ઈચ્છા છે, તો તેમના કાર્યમાં હું તેમને અંતઃકરણપૂર્વક સહાય કરીશ (કેળુસ્કર “શિવાજી' ગુજરાતી પાન. ૧૯૯). પરને પત્ર લઈ રઘુનાથપંત મિરઝારાજા પાસે જવા નીકળ્યા. રઘુનાથપંત અનુભવી હતા અને મહારાજની રાજ્યપદ્ધતિથી પુરેપુરા વાકેફ હતા. ઘડાએલા મુત્સદ્દી હોવાથી રાજકારણની બાબતમાં સામાના પેચ અને પેંતરા પરખવામાં એ બહુ કશળ હતા. પંત સ્વામિભક્ત હતા અને હિંદુત્વના ભારે અભિમાની હતા. એમણે પરિસ્થિતિ ઉપર ઉડતી નજર દોડાવી, મિરઝારાજા સાથે રૂબરૂમાં શી શી વાત કરવી એ નક્કી કર્યું. રાજા જયસિંહ બહુ બુદ્ધિશાળી અને વિદ્વાન હતું. એ બહુ ઊંચા ખમીરને કુળવાન ક્ષત્રિય હતા, એ રઘુનાથપત જાણતા હતા એટલે મુગલોની સેવામાં દટાઈ ગએલું ધર્માભિમાન જરા જાગ્રત કરવાને રઘુનાથપતે વિચાર કર્યો. રઘુનાથપંત વકીલ મિરઝારાજા પાસે આવી પહોંચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy