SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું] છે. શિવાજી ચરિત્ર ૩૫૫ ચલાવ્યો. આ કિલ્લે બાબાજી બોઆઝ અને યશવંતરાવ બોઆજી નામના મહારાજના બે પ્રભુ સરદારના કબજામાં હતો. કિલે બહુ નાનું હતું અને ત્યાં લશ્કર પણ મોટું ન હતું. શત્રુ સાથે લડી શકે એવું બળિયું લશ્કર બાબાજી બોઆની પાસે ન હતું છતાં એ બંને ભાઈઓએ કિલ્લો બહુ હિંમતથી સાચવી લડત આપી. પુરંદર કિલ્લામાંથી સરદાર મુરારબાજી કુમકે આવશે એમ ધારી, એ બને સરદારોએ મુગલ સામે જબરી ટક્કર લીધી. ૨. રૂદ્રમાળને કિલ્લો પડ્યો. રૂદ્રમાળને કિલ્લો સર કરી તે કિલ્લા ઉપરથી પુરંદર ઉપર મારો ચલાવવાને મુગલ સેનાપતિને વિચાર હતો, એટલે રૂદ્રમાળને ગમે તે ભોગે પણ લેવાને મુગલ સરદારોએ નિશ્ચય કર્યો હતો. વજગઢ જીતવા માટે જયસિંહે કરેલી લકરની ગોઠવણ બહુ વખાણવા લાયક હતી. સેંકડે લડાઈઓ જેણે છતી હતી તેવા અનુભવી સરદારની ન્યૂહરચના આદર્શ હોય એમાં નવાઈ નથી. રૂદ્રમાળના મરાઠા કિલ્લેદાર બાબાજી બોઆઝ પાસે બહુજ થોડું લશ્કર હોવા છતાં એણે મુગલેને સામનો કર્યો. મુગલનું ભારે લશ્કર, જબરી તેરે વગેરેનું બાબાજી અને પૂરેપુરું ભાન હતું, છતાં દુશમનના હાથમાં જીવતાં સુધી કિલ્લે જવા ન દેવાનો નિશ્ચય એણે અમલમાં મૂકો. દિલેરખાનને તે ખાતરી હતી કે મુગલ લશ્કરની ગોઠવણુ, મુગલ સરદારોની તૈયારીઓ અને શહેનશાહની ભારે નામચીન તેના દમામથી રૂદ્રમાળ કબજે થઈ જશે, પણ બાબાજી તથા તેના ભાઈ યશવંતરાવ બહુ ટેકીલા અને હિંદુત્વના સાચા અભિમાનવાળા હતા, એટલે એમણે પ્રાણુ જતાં સુધી કિલ્લે દુશ્મનને હવાલે નહિ કરવાને નિશ્ચય કરી લડાઈ ચાલુ રાખી. મુગલોની ભારે છે, તેમના અનેક લડાઈઓમાં જીત પામેલા નામચીન ચોહાઓ અને હજારોની સંખ્યામાં સર્વે સાધનો સાથે સજ્જ થએલા મુગલ લશ્કરે રૂદ્રમાળ ૯ મારો ચલાવ્યો. પૂરાં સાધન વગરના, સંખ્યામાં પણ તદ્દન છેડા, ભારે તોપ અને જલદ દારૂગોળા વગરના પણ હિંદુત્વ માટે પિતાના માલીક શિવાજી મહારાજના હુકમને પ્રાણુ જતાં સુધી પાળનાર મરાઠાઓ અતિ બળવાન મુગલની સામે થયા. એક તરફ શસ્ત્રાસ્ત્રો તથા સંખ્યાબળ અને બીજી તરફ કેવળ ભાવનાબળ હતું. મૂઠીમાં સમાય તેટલા માણસોએ પણ મુગલોને છક કરી નાંખ્યા. દિલેરખાનને લાગ્યું કે ધાર્યા કરતાં મરાઠાઓ વધારે બળવાન છે. મરાઠાઓ સાધન વગરના છે, પણ એ કુનેહબાજ, હિંમતવાન, બહાદુર અને મરવા તૈયાર થએલા હોવાથી એમને જીતવા એ બહુ કઠણ કામ છે, એની મુગલ સેનાપતિને ખાતરી થવા લાગી. ઈ. સ. ૧૬૬૫ ના એપ્રિલની ૧૩ મી તારીખે દિલેરખાને કિલ્લા ઉપર બહુ સખત મારો ચલાવ્યો. કિલ્લો બહુ નાનો હતો. તોપોને મારો અસહ્ય થઈ પડ્યો. મરાઠાઓ નિશ્ચયથી મરણિયા થઈને લડતા હતા. આખરે મુગલે મારે વધતાં વધતાં એટલે સુધી વધી ગયો કે મરાઠાઓને એની સામે ટકવું અશક્ય થઈ પડયું. આ સખત મારો ચાલ્યા છતાં કિલ્લે દુશમનને કબજે આપવા કિલ્લેદાર તૈયાર ન થયો. સંખ્યા અને સાધનનું બળ મુગલેના નસીબને સહાય કરી રહ્યું હતું. આ લડાઈમાં આખરે શિવાજી મહારાજના ટેકીલા કિલેદાર બાબાજી બેજી અને તેના ભાઈ યશવંતરાવ આછ લડતાં લડતાં વીરગતિને પામ્યા. વજગઢ અથવા રૂદ્રમાળને કિલ્લે જીતવામાં મુગલના બહુ થોડાં માણસ મરાયાં. કિલ્લે છતાયો પણ મુગલ સેનાપતિ, સરદારે અને લશ્કરની ખાતરી થઈ ગઈ કે મરાઠાઓને જીતવા એ ઘણું અઘરું કામ છે. જયસિંહને છત તે મળી, પણ મરાઠાઓએ એને એમના બળનું ભાન કરાવી દીધું. ૩. મહારાજના મુલકમાં મુગલોને જુલમ-મિરઝારાજા જયસિંહને ઉદ્દેશ વજગઢ એ પુરંદર કિલ્લાની કુંચી મનાતી હતી. વજગઢને કબજે કર્યા પછી પુરંદરનું પતન સહેલું હતું. જયસિંહે બધી બાબતને ઝીણવટથી વિચાર કરીને જ વજગઢ ઉપર મારો ચલાવ્યું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy