SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું વજ્રગઢની જીતથી જસિંહ જરાએ ફૂલાયા ન હતા. દિલેરખાનને પુર ંદરના કિલ્લા કબજે કરવાનું કામ સોંપી દીધા પછી, જયસિંહ રાજાનું ધ્યાન શિવાજી મહારાજના મુલકામાં ત્રાસ વર્તાવવા તરફ્ ારાયું. મરાઠા મુલકામાં ત્રાસ વર્તાવવામાં મિરઝારાજા જયસિંહના ઉદ્દેશ નીચે મુજબ હતાઃ— ૧. શિવાજી રાજા અને બિજાપુરના બાદશાહ તથા આ અંતે સત્તાના જવાબદાર અમલદાશનાં દિલ ક‘પાવવાં. ૨, શિવાજી રાજાની અને આદીલશાહીની પ્રજામાં મુગલ સત્તા માટે ભારે ધાક બેસાડી, મુગલ સત્તાને તાબે થવા લાકાતે ફરજ પાડવી. ૩. માગલેની સત્તા કેટલી છે, એમનું બળ કેટલું છે, એમના સરારા કેવા છે એની શિવાજી રાજા અને બિજાપુરના બાદશાહને ખાતરી કરાવી, પ્રજા ઉપર પ્રભાવ પાડવો. ૪. મુગલોની સામે કાઈપણ સરદાર કે સત્તા માથું ઊંચું ન કરે તે માટે મહારાષ્ટ્રની નાની માટી સત્તાને અને સરદાર જાગીરદારા ઉપર ધડા બેસાડવા હતા. ૫. મોગલ સેનાપતિ એક સાથે દક્ષિણમાં ઘણે ઠેકાણે લડાઈ કરી શકે એવા પ્રખળ છે, એ છાપ શિવાજી મહારાજ અને બિજાપુર બાદશાહના દિલ ઉપર પાડવી. ૬. શિવાજી મહારાજ કુમક મેળવી, મુગલાના સામને કરે તે મુગલાના નાકમાં દમ લાવી દે એવા છે એની જયસિંહ રાજાને પૂરેપુરી ખબર હતી એટલે મહારાજને તેમના મુલકના જ બચાવમાં અને પ્રજાના રક્ષણમાં રાકી કાઈપણુ એ સત્તાઓ ભેગી થઈ જાય, તે પહેલાં શિવાજીને દબાવી દેવા. છ. શિવાજી રાજા બહુ ળિયા છે, એનામાં અદ્ભૂત બળ અને શક્તિ છે, એ અવતારી પુરુષ છે, ઈશ્વરી સહાયથી એ મુગલ જેવા ળિયાને પણ હંફાવી શકે છે, એની સામે કાઇ ટકી શકતા જ નથી, એવી મહારાષ્ટ્રમાં પ્રજાની માન્યતા થઈ ગઈ હતી. તે પ્રજાને ત્રાસ આપીને શિવાજી સંબંધની માન્યતા દૂર કરવી. ૮. મુગલ લશ્કરમાં ભારે સડા હતા. સવારીમાં આવેલા સરદારામાં માંહેામાંડે કુસંપ અને અણુબનાવ હતા. કેટલાક તેજોદ્વેષ અને ઈર્ષાને લીધે માંઢામાંહે બળી રહ્યા હતા. કેટલાક એક બીજાના રાયતામાં રાજી હતા. કેટલાક સરદારા ઉપર સેનાપતિને વિશ્વાસ ન હતા. તેથી એવા લશ્કરી અમલદારાને શત્રુના મુલક લૂંટવાનું કામ આપી, એમને ઘેરાથી દૂર રાખવા. મુગલ સરદાર દાઉદખાન કુરેશી એ મરાઠાઓને મળતિયા છે અને એને મરાઠાઓએ ફાડ્યો છે, એવી દિલેરખાનને ખાતરી થઈ, એટલે દિલેરખાને દાઉદખાનને ભારે ઠપકો દીધા. બંને વચ્ચે જામી એટલે દિલેરખાને દાઉદખાનને ત્યાંથી બદલી તેની જગ્યાએ શુભકરણ મુદેલાને મૂયે. આ શુભકરણુ દેલાના અંતઃકરણના ખૂણામાં શિવાજી મહારાજ માટે સહેજ પ્રેમ અને માન હતાં. અંતઃકરણથી મહારાજ માટે સહેજ વલણુ હાવાથી તેનું દિલ શિવાજીને તાડવાના કાર્યમાં પૂરેપુરું રચ્યું પચ્યું રહેતુ નિહ. માંઢામાંહેના કુસંપની ખબર પડવાથી મિરઝારાએ દાઉદખાનને દિલેરખાન પાસેથી ખસેડયો. પશુ દિલેરખાનને પાડવા માટે દાઉદખાનના પ્રયત્ના ચાલુ જ હતા. પુરંદરતા ઘેરેા ચાલવામાં દિલેરખાન જીદ્દી બનીને મૂર્ખાની માફ્ક બાદશાહી લશ્કર અને નાણાંની બરબાદી કરી રહ્યો છે, એવી એવી વાતા ઉડાવી, દાઉદખાને દિલેરેખાનને માટે પ્રતિકૂલ વાતાવરણ પેદા કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. જયસિંહૈ આ વાત જાણી એટલે દાઉદખાનને શિવાજીના મુલક ઉજ્જડ કરવાનું કામ સોંપ્યું. શિવાજી મહારાજના મુલકાના નાશ કરી, તેમની પ્રજાને પીડી, તેમની સત્તા તેડવાના આ કામની જવાબદારી જયસિંહ રાજાએ દાઉદ્દખાનને શિરે નાંખી હતી. પ્રજા ઉપર ભારેમાં ભારે અને અસહ્ય જુલમ ગુજારવાનું નક્કી કરી, મેગલ અમલદારે કાર્યક્રમ ગાવ્યા. રાજા રાયસિંહ, સરદાર સરજ્યાખાન, સરદાર અમરસિંહ ચંદાવત, સરદાર અચલસિંહ કવા વગેરે સરદારા પોતપોતાના સૈન્ય સાથે સરદાર દાઉદખાનની કુમકે રહ્યા અને બધા રાજગઢ સિંહગઢ અને રોહીડાના ગાળાના ગામોના નાશ કરવા નીકળી પડ્યા. ઉભા પાક કાપી નાંખીને, ગામે લૂંટીને, ધરા ખાળીને, મહારાજના મુલક ખેદાન મેદાન કરી નાંખવા મુગલ લશ્કર તા. ૨૫ મી એપ્રિલે ૬૦૦૦ની ફાજ લઈ ને સરદાર દાઉદ્દખાનની સરદારી નીચે બહાર પડયુ. શિવાજી મહારાજને પૂરેપુરા ગભરાવી નાંખવા માટે જયસિંહે દાઉદખાનને ઉપર પ્રમાણેનું કામ સોંપી મહારાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy