SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું સરદારને સેપ્યા વગર જઈ શકે એમ ન હતું. એટલે લાચાર બનીને પિતે તે છાવણીમાં જ રોકાઈ રહ્યો, પણ એણે દિલેરખાનની મદદે પોતાની છાવણીમાંથી દારૂગોળો, તોપખાનાના ગોલંદાજો બંદુકના ઉસ્તાદ અને જેઈતાં શાસ્ત્રો મેલ્યાં. પ્રકરણ ૧૧ મું ૧. પુરંદર કિલ્લાને મુગલોને ઘરે ૪. લોહગહની લડાઈ ૨. માળને કિલ્લો ૫ડથી ૩. મહારાજના મુલકમાં મુગલોને જુલમ | પ, શિવાજી મહારાજને મિરઝારાજાને પત્ર અને મિરઝારાજા જયસિંહને ઉદ્દેશ | ૧. પુરંદર કિલ્લાને મુગલોને ઘેરે. વ્યાસવડથી દક્ષિણ દિશામાં આશરે છ માઈલ દૂર પુર દરને પહાડ આવેલ છે. પુરંદર પર્વતનું શિખર દરિયાની સપાટીથી ૫૬૪ ફૂટ અને તે પહાડની તળેટીની સપાટીથી ૨૫૦૦ ફૂટ ઊંચું છે. પુરંદર પહાડ ઉપર પુરંદરનો કિલ્લે બહુ મજબૂત છે. એ કિલ્લાની કુદરતી રચના પણ માણસને આનંદ આપે એવી છે. કિલ્લાથી આશરે ૩૦૦ ફટ નીચે માંચી છે. પુરંદરના ઈશાન ખૂણામાં રૂદ્રમાળ અથવા વગઢ નામને કિલ્લે આવે છે. એવા આ મજબૂત પુરંદર કિલ્લાને દિલેરખાને ઘેરે ઘાલ્યો હતો. જયસિંહે રૂદ્રમાળ અથવા વાગઢને પહેલાં કબજે કરવાની વ્યુહરચના કરી. સરદાર દિલેરખાન પોતાના ભત્રીજા-સરદાર હરિભાણુ તથા, ઉદયભાણ ગઉર અને અફઘાન લશ્કર સાથે પુરંદર અને રૂદ્રમાળની વચમાં રહ્યો. તુર્કતાજખાન પણ દિલેરખાનની નજદીકમાં જ પિતાના તોપખાના સાથે હતે. પુરંદરના ઉત્તર દરવાજા તરફ સરદાર કરતસિંહ તથા કેટલાક મનસબદાર લશ્કરની ટુકડીઓ સાથે રહ્યા હતા. જમણી બાજુએ રાજા નરસિંહ ગૌર, કરણ રાઠેડ, નરવરના જગતસિંહ અને સૈયદ મકબુલ આલમને પડાવ પડવ્યો હતેા. પુરંદરની પાછળ સરદાર દાઉદખાન, સરદાર રાજા રાયસિંહ, મહમદસલાહ તરખાન, રામસિંહ હડા, સરદાર સરસહ રાઠોડ, સર રાજસિંહ ગૌર અને બીજા સરદાર રહ્યા હતા. એમની જમણી બાજુએ રસુલબેગ અને તેમના રાઝબાની દ્ધાઓ ગોઠવાઈ ગયા હતા. રૂદ્રમાળ કિલ્લાની સામે સરદાર ચતુર્ભુજ ચૌહાણ ચુનંદા સૈનિકે સાથે તૈયાર થઈને ઉભા રહ્યા હતા અને રૂદ્રમાળની પાછળની બાજુએ મિત્રસેન અને ઈદ્રામણ બુંદેલા તથા બીજાઓ સજ થઈને હાજર થઈ ગયા હતા. જયસિંહે પિતાને પડાવ પણ સાસવડ નજીકથી ખસેડી પુરંદર નજીકનાંખ્યા. જયસિંહ પિતે ઘેરાની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખતો હતો. ચોતરફ એની નજર ફરી રહી હતી. સિપાહીઓની સગવડ, ખેરાપાણી, દારૂગોળ વગેરે સર્વ બાબતે ઉપર એની નજર હતી. જયસિંહ કસાયેલ અને અનુભવી હો હેવાથી પુરંદર જોઈને જ એણે નક્કી કર્યું કે આ કિલ્લે સર કરવા માટે મેટી તેની જરૂર પડશે. એણે નામચીન તે ત્યાં મંગાવી. મહા મુસીબતે અને ભારે પ્રયાસે બહુ મોટી અને વજનદાર તે એણે પુરંદરના ઘેરામાં કામે લેવા માટે ખેંચી મંગાવી. રૂદ્રમાળ કિલ્લાની સામેની ડુંગરી ઉપર અબ્દુલ્લાખાન નામની નામીચી તેપ ગોઠવવાનું નક્કી કર્યું. આ તેપને ડુંગર ઉપર ચઢાવતાં ચઢાવતાં ત્રણ દિવસ લાગ્યા. ફતેહ લશ્કર નામની તોપને ચઢાવતાં સાડાત્રણ દિવસ લાગ્યા, આવી આવી કેટલીએ નામચીન તો જયસિંહે ત્યાં લાવીને ગઠવી અને રૂદ્રમાળ ઉપર ભયંકર મારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy