SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મ ] ૭. શિવાજી ચરિત્ર ૩૨૭ ખાવાનું જોખમ ખેડવું, એ મહારાજને ડહાપણભરેલું ન લાગ્યું. મહારાજ વિચારપૂર્વક અપમાન ગળી ગયા. શિવાજી મહારાજની જગ્યાએ જો કાઈ લાગણીને વશ થનારા તામસી વીર હાત તા અંગ્રેજ કાઠી ઉપર જરુર હલ્લા કરત અને તેથી લડાઈ લંબાત. અંગ્રેજ કોઠીવાળાને જવાબ હિંમતભર્યાં હતા એની ના ન પડાય, પણુ એ હિંમતભર્યા જવાબથી મહારાજ ડરી ગયા અને તેથી તેમણે કાઠી ઉપર હલ્દા ન કર્યું એ માની શકાતું નથી. મહારાજ પાસે ૧૦,૦૦૦ માણસનું લશ્કર હતું. કંપનીના પ્રમુખના મજામાં ૨૧૦ માણુસા હતાં. મહારાજ ધારત તો તેમને મસળી નાખત, પણ નક્કી કરી રાખેલે દિવસે નીકળવાનું હેાવાથી અને અનેક અડચણા એમના રાકાવાથી ઉભી થાય એમ હેાવાથી એમણે કંપની તરફ નજર સરખી પણુ કરી નહિ. ખીજાં શિવાજી મહારાજે આ અંગ્રેજ વેપારીઓ માટે સારા અભિપ્રાય બાંધ્યેા હતા. મહારાજ સુરત આવ્યા ત્યારે મિ॰ એન્ટનીસ્મિથ નામના એક અંગ્રેજ તેમના માણસાના હાથમાં આવ્યા હતા. તેને સુરતના ખીજા કેદીની સાથે રાખવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે જ્યારે મહારાજે એના એક હાથ કાપી નાખવાના હુકમ કર્યો, ત્યારે તેણે ભાગી તૂટી હિંદી ભાષામાં જણુાવ્યું કેઃ મારા હાથ કાપો તેના કરતાં મારું માથું જ કાપી નાખેા.” એ ઉપરથી મહારાજના માણસાએ એના માથા ઉપરની રાખી ઉતારી અને જ્યારે જાણ્યું કે આતા અંગ્રેજ છે, ત્યારે તેને માર્યા નહિ અને પ્રમુખ આકઝેડન તરાઈ સંદેશા લઈને માકલ્યો હતા. અંગ્રેજ પ્રમુખે તેને પાછા જવા દીધા જ નહિ. આ મિ. એટનીસ્મિથ જણાવે છે કે “ શિવાજી એક તથુમાં એસા અને કેદીને તેમની સામે લાવવામાં આવતા. જે માણુસ પેાતાનું સંતાડેલુ દ્રવ્ય બતાવતા નંહ, તેના હાથ કે માથું કાપવાના એ તરતજ ક્રમ કરતા. ૪. આ ચડાઈમાં દિલદારપણાના દાખલા. શિવાજી મહારાજે સુરત શહેર લૂંટયુ ત્યારે સખ્તાઈ વાપરી હશે, તેની ના ન પડાય. પણ સખ્તાઈ કેટલા પ્રમાણમાં વાપરવામાં આવી હતી અને જે કામ માટે શિવાજી મહારાજ આવ્યા હતા તેને માટે એ સખ્તાઈ તે જમાનામાં જરુરી હતી કે બીનજરૂરી, એ વિચાર વાંચકાએ કરવાના રહ્યો, પણ આપણે એમની સખ્તાઇના સંબંધમાં કઈક જાણીએ તે પહેલાં આ ચડાઈમાં પણ મહારાજે જે દિલારપણું દાખવ્યું છે, તેના દાખલા તપાસીશું, તેા એમની સખ્તાઈના સંબંધમાં વિચાર કરતી વખતે આ દાખલાએ મદદરૂપ થઈ પડશે. ૧. ગણદેવીથી નીકળીને સુરતથી દૂર તા. ૫ મીએ સાંજે મહારાજે મુકામ કર્યાં હતા. ત્યાંથી એમણે સરદાર ઈનાયતખાનને લખી જશુાવ્યું હતું કે તે, શેઠ હાજી સૈયદબેગ, શેઠ બહારજી વહેારા તથા શેઠ હાજી ક્રાસમ મળી ચારે જણે રૂબરૂ આવી ખ'ડણીની રકમ નક્કી કરી જવી અને તેમ નહિ કરવામાં આવે તા સુરતને નાશ કરવાની ચેતવણી આપી હતી. મહારાજે લૂંટ અને આગ શરૂ કરતાં પહેલાં સુગલ અધિકારીને રૂબરૂ મળી વાટાઘાટ કરવાને પૂરેપુરા વખત આપ્યા હતા. મહારાજે સુરતને લૂંટવાની શરૂઆત કરી ત્યારે તેમણે સૌથી પહેલે હલ્લા તા જકાતી માલની સરકારી વખારા ઉપર કર્યાં હતા. ત્યારપછી શહેરના બીજા ભાગમાં લૂટ શરૂ થઈ. ર. તા. ૫ મીએ રાત્રે ખેાલાવેલા માણુસા શિવાજીને મળવા ન ગયા અને સવારે પણ ન ગયા. એ સુરત આવી પહોંચ્યા પછી પણ આ સંબંધમાં એમને કાઈપણુ મળવા અગર આ સંબંધમાં વાતચીત કરવા ન ગયું એટલે લૂટની શરૂઆત કરી. ૩. શહેરતી લૂટ ચાલતી હતી, ત્યારે મહારાજના ખૂનની દશિશ કરવામાં આવી. તેમનું ખૂન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy