SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ છે. શિવાજી ચરિત્ર [ મરણ ૯ સુ* અગ્રેજ કાઠીવાળાઓએ અન્યા તેટલા પેાતાના માલ વહાણામાં ભરીને સ્વાલી મીન તર રવાના કર્યો. દેશી વેપારીઓ માલમિલ્કત મૂકીને જાન બચાવવા સુરત છેાડી ચાલ્યા ગયા ત્યારે પરદેશી વહેપારી પેાતાના અની શકે તેટલા માલ વગે કરી, હિંમતથી શહેરમાં રહ્યા. દેશી અને પરદેશી વેપારીઓની હિંમતની તુલના કરતી વખતે અથવા સરખામણી કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવાની જરુર છે અને તે એ કે દેશી વેપારીએ જાણતા હતા કે મુગલ અને મરાઠાઓ વચ્ચે ભારે લડાઈ સળગેલી છે. શિવાજીની રૈયતને મુગલેાએ વિધવિધ રીતે સતાવેલી છે. શિવાજીને મુલક વેરાન ઉં છે, એ બધાનું વેર લેવા માટે શિવાજી બન્યા ખળ્યો સુરત ઉપર ચડાઈ લઈ આવ્યા છે. એટલે એકલી લૂટ કરીને એ ધરાવાના નથી. સુરતની પ્રજાને દુશ્મનની પ્રજા ગણીને એ ભારેમાં ભારે જુલમ અને અત્યાચાર કરી ત્રાસ ત્રાસ વર્તાવશે એટલે માલમિલ્કત ઉપરાંત એમના જાન પણ જોખમમાં હતા. જ્યારે અંગ્રેજ ક્રેડચના સંબંધમાં વાત તદ્દન જુદી જ હતી. ડચ અને અંગ્રેજ એ કંઈ મુગલ શહેનશાહની પ્રજા ન હતી. બહુ થાય તેા શિવાજી એમને લૂટી લે, એમની વખારે। લૂટે, પણ એમને મારી નાખી એમના ઉપર ત્રાસ વર્તાવવાની શિવાજીની તેમ હેાયજ નહિ, એની આ વેપારીઓને ખાતરી હતી અને માલ ન લૂંટાય તે માટે જેટલેા ખસેડી શકાય તેટલે માલ ખસેડવામાં આવ્યેા હતા. આ અતે બાબતેને ધ્યાનમાં લીધા પછી વાંચક્રે આ સંબંધમાં નિય ઉપર આવશે, એવી આશા રાખવામાં આવે છે. પાતાની કાઠી અને વખારાને બચાવ કરવા માટે અંગ્રેજ કાઢીવાળાએ પાસે એમનાં વહાણોમાં ૪ નાની તેાપો હતી તે કાઢી; સુરતના કાઈ વેપારીને ત્યાં પિત્તળની એ નાની તેાપો હતી, તે માગી આણી અને તે બધી બચાવ માટે ગઢવી દીધી. અગ્રેજ અને દેશી મળીને ૨૧૦ સીપાઈઓ હતા. તેમની નાની નાની ટુકડીઓ બનાવી અને દરેક ટુકડીને નાયક નક્કી કરી દરેકને શુ કરવું, ક્યાં રહેવું અને સંકટ સમયે શી રીતે વર્તવું તેની સૂચનાએ આપી દીધી. અગ્રેજોએ તાપા અને માણુસા કાઠીના બચાવ માટે ગાઠવી દીધાં હતાં. અ ંગ્રેજની કાઠીની નજીકમાં શેડ સયિએમનુ મકાન હતું તે મકાન મહારાજનાં માણસે લૂંટતાં હતાં. થાપું ધણુ* લૂટયા પછી અને એની વખારાના માલ લીધા પછી ખાકી રહેલું લૂંટવા માટે ફરી આવ્યા ત્યારે અંગ્રેજ કાઢીવાળાઓએ મહારાજનાં માણસાને હરકત કરી. આ મકાનને આગ લગાડતી વખતે અંગ્રેજોનાં માણસા અને મહારાજનાં માણુસા વચ્ચે ઝપાઝપી થઈ. મહારાજને આ વાતની ખખર પડી એટલે એમણે અંગ્રેજ કંપનીના પ્રમુખ સર જૉ આકએંડનને કહેવડાવ્યું કે: “ સૈયòગનું મકાન લૂંટવામાં તમારાં માણસાએ અમારાં માણસાને હરકત કરી છે એ ઠીક કહેવાય નહિ. ાં મકાન પૂરેપુરું લૂટવા દેવું ન હેાય તે ૩ લાખ રૂપિયા મોકલી દેજો. જો તમે એમાંથી કઈ નહિ કરે। તો મારે જાતે આવીને તમારાં માણસાની કતલ કરવી પડશે. ” આનેા જવાબ અંગ્રેજ વેપારીએના પ્રમુખે બહુ વિચારપૂર્ણાંક શનિવારે આપ્યા કે ‘“ એમાંથી એકપણ વાત અમારાથી બને એમ નથી. અમારા ઉપર જ્યારે ચડી આવવું હેાય ત્યારે આવજો, અમે તે માટે તૈયાર છીએ. મેડા આવતા હૈ। તે। ઘડી વહેલા આવજો. ” અંગ્રેજેના આ જવાબ એમની હિંમત બતાવે છે. આ જવાબ અંગ્રેજ પ્રજાનું પાણી બતાવે છે. પાણીદાર પ્રજાને રોભે એવો જવાબ અંગ્રેજ વેપારીઓના પ્રતિનિધિએ આપ્યા, તે શિવાજીને શનિવારે મળ્યો. અંગ્રેજ કોઠીવાળાના આ જવાબથી શિવાજી મહારાજ જરા પણ ગભરાય એવા ન હતા. સર્ જૉજ આકએંડનના જવાબથી એમને અપમાન તા લાગ્યું, પણ અપમાનથી ભડકી ઊડીને ગમે તે ભાગે અપમાનના બદલા લે એવા એ તામસી ન હતા. મહારાજ ખારત તે। અંગ્રેજ કાઠી ઉપર તરત હલ્લે લઈ જઈ શક્ત. સૈન્ય હતું, સાધન હતાં, કારણ હતું, હિંમત હતી, પણ સમય ન હતો. મુગલાની સાથે મહારાજ લડાઈ કરવા તૈયાર ન હતા. સુરતની લૂંટથી એમને પૂરેપુરા સતાષ થયા હતા. જે અંગ્રેજ કાઠી ઉપર હલ્લે કરવામાં આવે તે દિવસેા વધારે થઈ જાય અને મુગલ લશ્કર આવી પડે તા મેળવેલી લૂંટ પણુ હાથમાંથી જતી રહે એટલે અપમાનથી ઉશ્કેરાઈ ને હાથમાં આવેલી બાજી જતી કરવી અથવા મેળવેલી સૂંઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy