SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ મું થયેલું ધારી, એમના અમલદારેએ પરહેજ કરેલા કેદીઓની કતલ કરવાની વાત કરી. આ સાંભળતાંની સાથે જ મહારાજ એકદમ ઊડ્યા અને કેદીઓની કતલ નહિ કરવા તરત જ હુકમ કર્યો. ૪. સુરત લૂંટાઈ રહ્યું હતું ત્યારે ફાધર ઍબ્રેઈઝ નામને ફ્રેન્ચ પાદરી હિંમત પકડીને મરાઠાની છાવણીમાં ગયા અને મહારાજ સાથે વાત કરવાની ખાએશ જણાવી. મહારાજે તરતજ મુલાકાત આપી. આ પાદરીએ એનાં માણસને કોઈ ન સતાવે એ બંદોબસ્ત કરવા મહારાજને વિનંતિ કરી. પાદરીની વિનતિ થાનમાં લઈને મહારાજે હુકમ કર્યો કે “ આ પાદરી લેકે બહુ સારા આચરણવાળા હોય છે. એમને અને એમના લેકેને કઈ હેરાન ન કરે.” મહારાજના હુકમ મુજબ પાદરીના મકાનને કે તેમના માણસોને કેાઈએ હેરાન ન કર્યા. પાદરીના મકાનની પાછળ વેપારીઓ ધન અને ઝવેરાત સંતાડી ગયા હતા. તેની ખબર મળી એટલે મકાનને નુકસાન કર્યા વગર એ ધન મહારાજનાં માણસો ખોદીને લઈ ગયા. એમની મુલાકાતે જતું તેને તરતજ મળતા અને એની વાત સાંભળી ઘટિત કરવા એ ચૂકતા નહિ. ૫. સુરતના ડચ વેપારીઓને એક દલાલ શેઠ મેહનલાલ પારેખ નામને હતે. એના ઘરમાં પુષ્કળ ધન હતું. મકાન પણ મોટું અને ભવ્ય હતું. માલદાર માણસોની ગણતરીમાં આ ઘર ગાણુઈ ગયું. પૂરી તપાસમાં મહારાજે જાણ્યું હતું કે શેઠ મેહનલાલ તે ગુજરી ગયા છે પણ તેમની વિધવા અને તેનું કુટુંબ એ ઘરમાં હતું. એ મકાન લૂંટવાની મહારાજે તરતજ ના પાડી. મહારાજે જણાવ્યું કે “શેઠ મોહનલાલ પરીખ બહુ નીતિવાળો વેપારી હતો. એણે શીલ સાચવીને વેપાર કર્યો હતો એવી એની ખ્યાતિ છે. એવા પુરુષના મકાનને આંગળી સરખી પણ આપણે ન અડકાડવી જોઈએ.” શિવાજી મહારાજની સુરતની લૂંટના સંબંધમાં અને એમણે ત્યાં વાપરેલી સખ્તાઈના સંબંધમાં એમના ઉપર ટીકા કરતાં પહેલાં એ સૈકા ઉપર અથવા એ જમાના ઉપર નજર નાખવાની જરૂર છે. સુરતની લૂંટમાં શિવાજી મહારાજ એક કરોડથી વધારે કિમતને માલ લઈ ગયા હતા. દેકે વેલેન્ટાઈન જણાવે છે કે સુરતનું નુકસાન ૩ કરોડ રૂપિયાનું આંકી શકાય. એ લેખક આગળ લખે છે કે મહારાજે ભારે કિંમતનું ઝવેરાત અને કીમતી વસ્તુઓ જ સાથે રાખી. લૂંટમાં મેળવેલી બધી ચીજોને ભાર એમણે સાથે રાખ્યો ન હતો. ભારે કિંમત સિવાયની બધી ચીજ એમણે સુરતમાં જ ગરીબોને વહેંચી દીધી. તે સંબંધમાં એ નીચે પ્રમાણે લખે છેઃ " He and his fellows appropriated only the most valuable spoils and distributed the less valuable things, which could only hamper their retreat, among the poor, where by many acquired much more than they had lost through fire and pillage." સુરતમાંથી શિવાજી મહારાજને વેપારીઓ તથા મુગલેના ઘણા ઘોડા હાથ લાગ્યા હતા. મહારાજ બધા ઘોડાઓ લઈ ગયા અને મહારાષ્ટ્રમાં લઈ ગયા પછી સુરતથી આવેલા દશેક ઘેડાની ગરદન ઉપર ચોકડીનું ચિહ્ન કરાવ્યું અને એ ઘોડાઓની એક નવી લશ્કરી ટુકડી બનાવી. રવિવાર તા. ૧૦ મી જાન્યુઆરીને રોજ સવારના ૧૦ વાગે, શિવાજી મહારાજ પિતાના લશ્કર સાથે જેવી ઝડપથી સુરત આવી પહોંચ્યા હતા તેવી ઝડપે, સુરતથી નીકળ્યા અને બાર માઈલ દૂર જઈને મુકામ કર્યો. એવી રીતે જરૂર પડે ત્યાં મુકામ કરતાં કરતાં મહારાજ સુરતની લુંટ લઈને રાયગઢ જઈ પહોંચ્યા. શિવાજી મહારાજ લશ્કર સાથે સુરત છોડી ચાલ્યા ગયા એ વાત પણ વીજળીવેગે ફેલાઈ લેકેએ જાણ્યું કે મહારાજ ગયા, પણ લોકોની બીક ભાગી નહિ અને શહેરમાં પાછા આવવાની લો કે હિંમત ધરતા ન હતા. સુરતથી થોડે દૂર જઈ શિવાજી ભરાઈ બેઠા છે અને શહેરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy