SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ હૈ મૈં ] છે. શિવાજી ચરિત્ર ૩૧ એમને હિંમત આપવા માટે કિલ્લામાંથી બહાર નીકળ્યો નહિ. ઈનાયતખાન હિંમત વગરના હતા, તેનેાજ અક્કલમંદ પણુ હતા. કિલ્લામાં બેઠાં બેઠાં એણે પેાતાની અક્કલ દોડાવી અને શિવાજીના નાશ માટે એક કાવતરું રચ્યું. શિવાજીએ અલજખાનને પ્રતાપગઢમાં મુલાકાત વખતે માર્યાં, તેવી રીતે અદ્ઝલખાનના મારનારને મારવાના સૂબેદારે નિશ્ચય કર્યાં. શહેનશાહના મામા નવાબ શાહિસ્તખાનની હજારા ચાદ્દાઓની છાવણીમાં પેસી જેણે સેનાપતિ શાહિસ્તખાનની પોતાનીજ આંગળી કાપી એ શિવાજીને નાશ સુરતમાં કરવા માટે સૂબેદારે પ્રપંચ રચ્યા. તે રચેલી કીમતી ચેાજનાને અમલમાં મૂકવાની એમની પાતાની શકિત ન હતી, એટલે એ કામ માટે એક હિંમતવાન યુવાનને આ મુગલ અમલદાર શોધી કાઢયો. પેાતાની આવડત અને અક્કલ હેશિયારી મુજબ ઇનાયતખાતે આ જુવાનિયાને ભણાવ્યે અને શિવાજીના ખૂન કરવા માટે મેકલ્યા. ગુરૂવારે મહારાજને મુકામે જઇ આ જુવાનિયાએ જણાવ્યું કે સૂબેદાર સરદાર ઇનાયતખાન તરફથી સુલેહ સંબંધી પત્ર લઈને આભ્યા છું અને આ પત્ર મારે રાજાને હાથેાંઢાય આપી તેને જવાબ લે છે. આ જુવાનિયાના મહારાજ પાસે લઈ જવામાં આવ્યા. મહારાજની આજુબાજુએ અંગરક્ષકા ઉભા હતા. આ યુવકે ઈનાયતખાનના પત્ર શિવાજી મહારાજને આપ્યા. આ પત્ર તો નામનું બહાનુંજ હતુ. આ પત્રમાં મહારાજને અપમાનકારક ચરતા લખીને માકલવામાં આવી હતી. મહારાજ પત્ર વાંચીને ગુસ્સે થયા અને ગુસ્સામાં આ જુવાનને કયું:– તારે। સૂબેદાર તેા નામની માફક ખૂણામાં ભરાઇ ખેડે છે અને આવી મુર્ખાભરેલી શરતા લખીને મેાકલે છે તેની એને શરમ નથી આવતી ? શું એ અમને એના જેવા બાયલા સમજે છે કે અમે એવી શરતા કબૂલ રાખીએ ? ” આ શબ્દો સાંભળી પેલા જુવાન ખેાલી ઉઠયોઃ— “ના, અમે ખાયલા નથી, મારે તમને કંઇ વધારે કહેવુ છે... એમ ખેલતાં છુપાવી રાખેલી કટાર એણે કાઢી અને જુસ્સાથી મહારાજ ઉપર હુમલા કર્યાં. ઉભેલા અંગરક્ષકામાંથી એકે બહુ સાઇથી એકદમ તલવારના ઝટકા જીવાનના હાથ ઉપર માર્યાં. હાથ તૂટી પડયો હતો કે મહારાજને એને સખત ધક્કો લાગ્યા અને અન્ને નીચે પડ્યા. ભૂતીના હાથમાંથી નીકળતા લાઠીથી મહારાજ ભિાઇ ગયા, તે જોઇ પાસે ઊભેલા માસાએ જાણ્યુ કે મહારાજનું ખૂન થઈ ગયું. એટલે કબજે રાખેલા સુરતના કેદીઓની કતલ કરવાના હુકમ કર્યાં. મહારાજ એકદમ જમીન ઉપરથી ઊઠી ઉભા થયા અને કાઇ પણ કેદીને ઇજા નહિ કરવાને એકદમ હુકમ કર્યાં. આ બનાવ બન્યા પછી એ કેદીઓને મહારાજે પોતાની સામે ઉભા રાખ્યા અને તેમાંના ચારને ગરદન માર્યાં અને ચાવીસના હાથ કાપ્યા. બાકીના બધાને છેડી દીધા. " ૩. શિવાજી મહારાજ અને સુરતના પરદેશી વેપારીએ. જૂના કાગળા, લખાણ અને ખખરા તથા ઇતિહાસેાના આધારે એટલુ' તાસિદ્ધ થાય છે કે સુરતના પરદેશી ડચ અને અંગ્રેજ વેપારીઓએ સુરતને બચાવ બહુ બહાદુરીથી કર્યાં હતા. અંગ્રેજ વહેપારીએને ખખર મળી । સુરત લૂટવા શિવાજી આવે છે, ત્યારે ખીજા દેશી વહેપારીઓની માફક એ નાસી ગયા નહિ, પણ બચાવની તૈયારી કરવા મડી પડયા. અંગ્રેજોએ પેાતાના સિપાઇઓને ભેગા કર્યાં અને ગામમાં સરધસના આકારમાં ફેરવ્યા. લોકોને પડધમ પીટીને જાહેર કર્યું કે શિવાજીની ચડાઈ સામે અમારા આટલા લાકાથી અમે બચાવ કરીશું. અગ્રેજોની હિંમત જોઈ, તુર્ક અને આિિનયન વેપારીઓને પણ હિંમત આવી. અંગ્રેજ કાઢીવાળા પાસે ૧૫૦ માણસા પેાતાના હતા અને ૬૦ માણસો હિંદી ઉમેર્યાં. આમ ૨૧૦ માણસા પેાતાની વખારાના ખચાખ માટે તઈયાર કર્યાં. અગ્રેજ અને ડચ વેપારીએ દેશી વહેપારીઓની માફક નાઠા નહિ, પણુ એમણે પોતાના રક્ષણ માટે તૈયારી કરવાની હિંમત બતાવી એ સત્ય વાતની સાથે બીજી સત્ય વાત પણ જણાવવાની જરૂર છે કે આ વિકટ પ્રસંગે ડચ અને 41 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy