SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮મું ઉત્પન્ન થયે. મેગલાઈની મદદમાં આવેલા હિંદુ સરદારે અને મંગલેની સેવા કરતા અમલદારે તથા નકરો માટે ખાન શંકાશીલ બન્યો. બીજે દિવસે દિલાસો દેવા માટે મેગલાઈન સરદાર અને મોટા મોટા અમલદારો ખાનને મુકામે ગયા હતા. રાજા જસવંતસિંહ પણ ખાનને મળવા ગયા હતા. ખાનને જસવંતસિંહ ઉપર પૂરેપુરો વહેમ હતો. ખાનની ખાતરી થઈ ગઈ કે શિવાજીએ કોઈ અજબ તદબીર વાપરીને મારી છાવણીમાં ફૂટ કરી હતી. હિંદુઓને ફેડ્યા સિવાય આ બનાવ બને જ નહિ, એવું એને લાગ્યા જ કરતું હતું. ખાન ગુસ્સાથી ધૂંધવાયલે હતો. જસવંતસિંહને આવેલે જોઈ ખાન બળી ઉઠશે અને એનાથી ન રહેવાયું. એણે જસવંતસિંહને કટાક્ષમાં કહ્યું કે “દુશ્મને જ્યારે મારા ઉપર હલ્લો કર્યો, ઘા કર્યો, ત્યારે મને લાગ્યું કે શત્રુ સાથે લડતાં લડતાં તમે ખતમ થઈ ગયા હશો એટલે દુશ્મન મારા સૂવાના એરડા સુધી આવી પહોંચ્યા. તમે જીવતા હે તે એ ત્યાં સુધી આવી જ શી રીતે શકે ? મારા ઉપર શત્રએ હુમલો કર્યો, ત્યારે પણ તમે તો શહેનશાહતના સેવક હતા જ. મારું ધારવું ભૂલભરેલું છે?” આ કટાક્ષને લીધે રાજા જશવંતસિંહને ભારે અપમાન લાગ્યું. નિમકહરામીને આરોપ આ રજપૂત સાંખે એવો ન હતે. ખાનને કટાક્ષ સાંભળી રાજા જશવંતસિંહ ગુસ્સાથી લાલચોળ થઈ ગયે અને રાજમહેલ છોડી ત્યાંથી ચાલ્યા ગયે. ખાને બનેલા બનાવની વીગતવાર હકીકતને પત્ર બાદશાહને લખે. એ પત્રમાં એણે રાજા જશવંતસિંહ ઉપર પિતાને વહેમ જાહેર કર્યો અને છાપાની જવાબદારી મોટે ભાગે જસવંતસિંહ ઉપર નાખી. જસવંતસિંહના ઉપર આક્ષેપ કરીને મામા અટક્યા નહિ, પણ ભાણને વધારામાં જણાવ્યું કે “મારી છાવણીમાં બેવફાઈ વધી ગઈ છે. બધા હિંદુઓ અંદરખાનેથી . શિવાજીના મળતિયા છે. આવી રીતની સ્થિતિ હેવાથી જ શિવાજી છાપો મારી શક્યો.” ઔરંગઝેબને વિગતવાર પત્ર લખ્યા પછી ખાને વિચાર કર્યો કે “જ્યાં બેવફાઈ શેખે ચોખ્ખી નજરે પડે છે ત્યાં રહેવું જરાપણ સહીસલામત નથી. શિવાજી દગાખોર છે. એણે છાવણીનાં માણસોને ફડવ્યાં છે. આ વખતે ખુદાએ ખેર કરી કે હું બચી ગયો છું. આ બનાવ તે માલીકના ઘરની ચેતવણી જ હું માનું છું. હવે અહીં રોકાવામાં જરાએ માલ નથી, ઈજત નથી અને લાભ પણ નથી.” ખાને આમ વિચાર કરી, ગુસ્સામાં અને ગુસ્સામાં પૂના છેડી પડગામ જઈ મુકામ નાંખે. પૂના છેડતી વખતે ખાને જુન્નર અને ચાકણને અમલ રાજા જસવંતસિંહને સે. ઔરંગઝેબને આ ખબર ૮મી મેને રોજ કાશ્મીરમાં મળી. બાદશાહને ખાનની નબળાઈ અને બેદરકારી માટે ગુસ્સો આવ્યો. એણે ખાનની બદલી બંગાળાના સૂબેદાર તરીકે કરી. તે વખતે બંગાળા એ શહેનશાહતનું કાળું પાણી મનાતું હતું. કેઈ અમલદાર કસૂર કરે તે તેને શિક્ષા તરીકે બંગાળામાં બદલતા. ખાનને આ બદલીની ખબર મળી એટલે એણે બાદશાહને પોતે વિનંતિ કરી કે “ આ વખતે મારી બદલી આ બનાવ પછી તરત જ કરશે નહિ. મારી ઈજ્જતનો પ્રશ્ન છે. આમ થશે તો શહેનશાહતમાં મારી બેઈજ્જત થશે. લોકોમાં પણ આ બદલીની અસર મારે માટે માઠી થશે. બીજું મારા ઉપર છાપો મારનારનું વેર લીધા સિવાય મને જંપ વળનાર નથી, એટલે કૃપા કરી મને અત્રેથી હમણાં બદલવાનું મોકુફ રાખવું.” ખાને પોતે પત્રો લખ્યા અને ખાનને માટે બીજા સરદારોએ પણ લખ્યા, પણ બાદશાહને ગળે એક વાત ઊતરી નહિ. ઔરંગઝેબ બહુ કરારી સ્વભાવનો હતો. એક ફેરા કરેલે વિચાર બનતાં સુધી એ ફેરવતો નહિ. જ્યારે જ્યારે ખાનના ખેરખાંઓએ બાદશાહને રૂબરૂમાં ખાનની વિનંતિ ધ્યાનમાં લેવા વિનંતિ ગુજારી. ત્યારે ત્યારે એણે એમને કહ્યું કે “ખાન બહ ગુસ્સા બાજ છે, તેથી ગુસ્સામાં કંઈક વિવાહની વરસી કરી બેસશે. મેં કર્યું છે, તે ઠીક છે.” ખાને બાદશાહને મનાવવા સીધા અને આડક્તરા પ્રયત્નો કર્યા, પણ બાદશાહે બદલીના હુકમો ફેરવ્યા નહિ. ખાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy