SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ સુ] છે. શિવાજી ચરિત્ર ૩૧૧ ખૂમા પાડી દોડવા માંડયુ. છાવણીના લેકને લાગ્યું કે આ લેકા પણ દુશ્મનને પકડવા નાસે છે, એટલે એમના તરફ કોઈની નજર સરખી પણ ન ગઈ. સૂચના મુજબ રણશિંગુ વાગ્યું. આ અવાજ સાંભળીને કાત્રજ ધાટનાં ઝાડા ઉપર આંધી રાખેલી મશાલ સળગાવવામાં આવી. બળદને શિંગડે બાંધેલી મશાલા પણ સળગાવવામાં આવી અને સૂચના કરવામાં આવી હતી તે દિશામાં બળદને હાંકી મૂક્યા. શિવાજી મહારાજ અને તેમના સાથી અમૂક ઠેકાણે ધેડા તૈયાર રાખવામાં આવ્યા હતા ત્યાં ગયા. ત્યાંથી સિંહગઢ તરફ ધાડા મારી મૂક્યા. શત્રુને શોધવા માટે આમતેમ દોડતાં ખાનનાં માણસેાની નજરે કાજપાટ ઉપરનાં ઝાડાને બાંધેલી ખળતી મશાલાનું અજવાળું પડયું અને એ દિશામાં બળતી મશાલનાં શિંગડાંવાળા ખળા દોડતા હતા તેનું અજવાળું જોયું એટલે ખાનનાં માણસે તે દિશામાં દોડયાં. પાસે જઈ ને જોયું ત્યારે યુક્તિ જણાઈ અને ભાંઠા પડયા. છાવણીના સરદારા શરમાયા અને ગુસ્સામાં પોતાનું લશ્કર લઈ, સિંહગઢ ઉપર, ચડાઇ કરવા નીકળ્યા. મહારાજે સવારમાં મુગલ લશ્કરને સિંહગઢ ઉપર ચડી આવતું જોયું. લશ્કરને નજીક આવવા દીધું અને તદ્દન નજીક આવ્યું એટલે ગઢ ઉપરથી તેાપોને મારા ચલાવ્યા. મેગલને એ મારા સખત થઈ પડ્યો અને ઘણાં માણુસા મરણુ પામ્યાં. ઘેરા ઘાલવાને વિચાર થયા, પણ માટી માટી તાપો પૂનેથી લાવતાં બહુ દિવસ વીતી જાય અને ચેામાસું બેસી જાય, એટલે એ વિચાર માંડી વાળ્યે. આ અપમાનનું વેર શી રીતે લેવું એ વિચારમાં ખાન હતા એટલામાં તેપના એક ગાળા ખાનના હાથી ઉપર પડયા અને હાથી તરતજ મરણ પામ્યા. મુગલ લશ્કર પૂના તરફ પાછુ ફરતું હતું એટલામાં સરદાર કડતાજી ગુજર અને નેતાજી પાલકરે લશ્કર, સાથે પાછળથી આવી, નાસતા મુગલ લશ્કર ઉપર હુમલા કર્યાં. મુગલાની ભારે ખરાબી થઈ. ઘણાં માણસા ત્યાં મરાયાં. કેટલાક નાઠાં અને બાકીનાં હાર સ્વીકારી, છાવણીમાં પાછાં ગયાં. છાપાને અંગે અને પક્ષનું નુકસાન, 1 આ છાપાને અંગે મરાઠાઓના છ સૈનિકા મરાયા અને ૪૦ સૈનિકા ધાયલ થયા. નવાબ શાહિસ્તખાનની છાવણીમાં ખાનના દીકરા અબ્દુલફત્તેહ, એક મુગલ સરદાર, ૪૦ ચાકીદારા, સૈનિકા અને છ સ્ત્રીઓ માર્યાં ગયાં. ખાનના બે છોકરા, ખાન પાતે, આઠ સ્ત્રીએ અને બીજા ઘેાડા સૈનિકા ધવાયા. ૫. ખાનના અમલ ખતમ. ભારે તાલીમ પામેલું, કસાએલું લશ્કર, અનુભવી અને પંકાયેલા સરદારી જંગમાં રંગ લાવે એવાં પાણીદાર શસ્ત્રસ્ત્રા, ઊંચા પ્રકારને અને અખૂટ દારૂગોળા અને ભારે લડાઈ તે માટે જરુરી એવાં અધાં જ સાધનાના ભંડાર મુગલ સેનાપતિના કબજામાં હતા. શિવાજી અથવા તેના સરદારા કાઈપણ પ્રકારનું તાકાન કે કાવત્રુ ન કરી જાય, તે માટે સખતમાં સખત ચાકી પહેરાતા બંદોબસ્ત હતા, દુશ્મન કાઈ પણ જાતની ખાજીમાં ન ફાવે તે માટે લેવાય તે બધાં પગલાં મુગલ સેનાપતિએ લીધાં હતાં, છતાં સેનાપતિ જ્ઞાહિસ્તખાનની છાવણી ઉપર રાત્રે છાપા મારી, મુડીમાં સમાય એટલાં માણુસાની મદદથી ખાનના પુત્ર અનુલક્ત્તેહને અને ખીજાં માણસેાની કતલ કરી, ખાનને પેાતાને ધાયલ કરી, શિવાજી સહીસલામત ચાલ્યે! જાય, એ મુગલ સેનાપતિને માટે શરમાવનારું હતું. આ છાપાથી ખાન તદ્દન શરમિંદા બની ગયા. દિલ્હીથી દક્ષિણ આવવા ખાન નીકળ્યા, ત્યારે બાદશાહે પાતે એને આપેલું માન અને શિવાજીને જડમૂળથી ઊખેડી નાખવાની એણે લીધેલી પ્રતિજ્ઞા એની નજર સામે ખડાં થઈ ગયાં. પાટવીપુત્ર તથા એની કતલ અને સિંહગઢ આગળની હારથી ખાન શેકસાગરમાં ડૂબી ગયેા. પેાતાના એ છેાકરાએ બ્રાયલ થઈને પડ્યા હતા, તેમનું દુખ તથા પેાતાને હાથે થયેલા જખમની ઈજાથી ખાનના મગજ અને મન ઉપર ગ્લાનિ છવાઈ ગઈ હતી. આ બનાવને લીધે ખાનના મનમાં દુશ્મન પ્રત્યે દ્વેષ વધ્યું, એટલું જ નહિ, પણ પોતાના કેટલાક સરદારા અને અમલદારા પ્રત્યે પણ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy