SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૫ મું ૫ સીદી જૌહર અપરાધી હતી? મુસલમાન ઇતિહાસકાર સીદી જૌહર ઉપર આદિલશાહી બાદશાહને બેવફા નીવડવાને આરોપ મૂકે છે. “બસાતિન. ઈ. સલાતિન” નામના બિજાપુરના ઇતિહાસમાં સીદી જૌહરના સંબંધમાં લખવામાં આવ્યું છે કે “સીદી જૌહરે કિલાને (૫નાળા) ઘેરો ઘાલ્યો. ઘેર ચાલુ હતા ત્યારે શિવાજીએ સીદી જોહરને પિતે શરણ આવે છે અને એના અપરાધની જે એને ક્ષમા આપવામાં આવે તે એ બેત્રણ નોકર સાથે મળવા આવશે એ પત્ર લખ્યો. સીદી જેહરે પિતાના માલીક સાથે બેઈમાની કરી મૂર્ખાઈથી શિવાજીનું કહેવું કબૂલ રાખ્યું. શિવાજી સીદીને મળવા ગયે. સીદીએ દરબાર ભરીને તેને સત્કાર કર્યો. બન્નેની વચ્ચે કેલકરાર થયા, સેગન પ્રતિજ્ઞાઓ લેવાઈ. આદિલશાહને આ બાબતની ખબર મળી એટલે આ બન્ને બંડખોરને નાશ કરવા માટે જાતે લશ્કર લઈને ચડાઈ કરવા નીકળ્યો અને મીરજ સુધી આવી પહોંચે.સીદી જૌહરની જિંદગીની ખરી શરૂઆત નિમકહરામીથી થઈ છે તેથી પનાળાના ઘેરા વખતે પણ એણે નિમકહરામી કરી છે એવી શંકાથી આ આક્ષેપ કર્યો હોય અથવા બિજાપુર બાદશાહને માનીતા સરદારની મીઠી નજર હર ઉપર ન હોય તે નિરપરાધી ઉપર અપરાધ લાવવા એ તે વખતે બિજાપુર બાદશાહતમાં બહુ સહેલું થઈ પડયું હતું તે રીતે જૌહરને કલંકિત કરવામાં આવ્યો હોય. શિવાજી મહારાજ પનાળેથી નીકળી નાઠા ત્યારે એણે પિતાના જમાઈ સીદી મસદ તથા છોકરા સીદી અઝીઝને તરતજ પાછળ દોડાવ્યા હતા. સીદી મસૂદે એ લડાઈમાં ઉત્તમ કામ કર્યું તેથી તેને “ખાનને” ઈલકાબ પણ આપવામાં આવ્યો હતો. આ બધી બાબતો ધ્યાનમાં લેતાં સીદી જૌહરને નિમકહરામ કરાવવા જેટલા અને જેવા પુરાવા જ્યાંસુધી મળી શકતા નથી ત્યાંસુધી ફક્ત એવા એક કૃત્યને લીધે દરેક વખતે એને અપરાધી ધાર એ અમને યોગ્ય લાગતું નથી. તેની સામે વિશ્વાસપાત્ર દસ્તાવેજી પુરાવા ન મળી આવે ત્યાં સુધી એ પનાળાના ઘેરાની બાબતમાં અલી સાથે બેઈમાન હતો એવું અમે માની શક્તા નથી. પનાળાનું પ્રકરણ પતી ગયા પછી બાદશાહ અને જોહરનાં મન ઊંચાં જ હતાં. બિજાપુરનો બાદશાહ કાનને બહુ કાચો હતો. એની આજુબાજુમાં રહેતા એના સરદારે એને વારંવાર ગમે તેની વિરુદ્ધમાં ભંભેરી શકતા. સિંહાજીની વિરુદ્ધમાં પણ આ માનીતા ખુશામતખોરોએ બાદશાહને ચડાવ્યો હતો. આ ખુશામતખોરોએ સીદીની વિરુદ્ધ બાદશાહના કાન ભંભેરવા માંડયા. “કાગડાનું બેસવુ અને ડાળનું પડવું” એ પ્રમાણે બનાવ બન્યો. શિવાજી સાથે સીદી મળી ગયો છે એવી વાતો ઊડી રહી હતી તેવામાં શિવાજી મહારાજ પનાળેથી નાસી છૂટયા. કાચા કાનના બાદશાહે સીદી જૌહરનું અપમાન કર્યું, તેના ઉપર નિમકહરામીનો આરોપ મૂકો. આ બધી બાબતોથી આખરે કંટાળીને જોહર પિતાને દેશ કર્નલ ચાલ્યા ગયા. કેટલાક ઈતિહાસકાર એમ પણ જણાવે છે કે બિજાપુર દરબારે એને ઝેર આપીને મારી નંખાવ્યો. ૬. અંગ્રેજો સાથે અથડામણ. કેલ્હાપુરની છત પછી મહારાજે લશ્કરની ટુકડીઓ જુદા જુદા સરદારની સરદારી નીચે મુલકે જીતવા મોકલી હતી. જેવી રીતે સર સેનાપતિ નેતાજી પાલકર લશ્કર લઈને આદિલશાહી મૂલક જીતવા નીકળ્યો હતો, તેવીજ રીતે લશ્કરની એક ટુકડી કંકણુપટ્ટીમાં પણ ગઈ હતી એવું અંગ્રેજ અને ડચ પત્ર ઉપરથી દેખાય છે. આ ટુકડી આસરે ૭૦૦-૮૦૦ માણસની હતી અને તેને ઉપરી રોજી હવાલદાર હતો. દોરજીને ખબર મળી કે રાજાપુર બંદરમાં અફઝલખાનનાં ૩ મોટાં વહાણે માલથી ભરેલાં લંગરાએલાં પડ્યાં છે. દરેજી તરતજ પોતાની ટુકડી લઈને આ વહાણેને કબજે લેવા રાજાપુર ગયે. આ વખતે ત્યાં બિજાપુર બાદશાહના પ્રતિનિધિ તરીકે સૂબેદાર અબદુલકરીમ હતે. આ અબદુલકરીમ સાથે રાજાપુરના અંગ્રેજ કઠોવાળાની કંઈ લેવડદેવડ થઈ હશે તેમાં એ.ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy