SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું 1 છે. શિવાજી ચઢિ ૨૭૩ છે. દુનિયામાં એવી કઈ પણ ચીજ નથી કે જેની લાલચથી હું મારા મહારાજની સેવા મૂકી દઉં. દુનિયામાં એવે એક પણ અધિકાર કે વૈભવ નથી કે જેની લાલચમાં હું શિવાજી મહારાજનો વિશ્વાસઘાત કરવા તૈયાર થાઉં. મારા ઉપર ગમે તેવાં સંકટ આવે. આફત તૂટી પડે, ગમે તેવાં દુખે સામે આવી ખડાં થાય, તો પણ મહારાજના ચરણની સેવા ખાતર હું તે સઘળાં દુખો સુખેથી ખમીશ. મહારાજના વિશ્વાસપાત્ર સેવક તરીકે જિંદગી ગુજારવી એમાં જ હું જીવનસાફલ્ય માનું છું. મહારાજની સેવામાંથી મને પતિત કરનાર ધન, દોલત, અધિકાર વૈભવ વગેરે ને હું ઠોકરે મારું છું. સ્વામીદ્રોહનું કામ મારાથી કદીપણ થવાનું નથી. હું મારા રાજાને કદીપણ નીમકહરામ નીવડીશ નહિ.” સીદીને સંદેશાને ત્રિબક ભાસ્કરે ઉપરની મતલબને જવાબ વાળ્યો. કિલ્લેદાર ફૂટ નથી એ જોઈ સીદી સહેજ નિરાશ થયો પણ એણે ઘેર ચાલુ જ રાખ્યા હતા. ૪. સંજોગોનું અવલોકન અને નિર્ણય. સીદી બ્રહરની ચડાઈનું પરિણામ સાંભળી અલી આદિલશાહ પાછો ચિંતામાં પડયો. એણે પરીસ્થિતિનો બારીકાઈથી વિચાર કર્યો અને એ મહારાજ સાથે સલાહ કરવા તૈયાર થયા. પનાળાગઢ અલી આદિલશાહને આપ એ મુખ્ય પ્રશ્ન હતો. આવે વખતે ગઢ આપીને સલાહ કરવી એ શ્રેયસ્કર છે કે કેમ તેને મહારાજ વિચાર કરવા લાગ્યા. મુગલેએ એમના મુલકમાં ત્રાસ ત્રાસ વર્તાવ્યો હતે. શાહિસ્તખાને મહારાજને મુલક લેવા માંડ્યો હતે. આદિલશાહ પણ પનાળાના બનાવને લીધે અતિ ક્રોધાયમાન થયા હતા અને જે અલી આખરે મરણિયો થઈને સામે ઊભો રહે તો મહારાજને બહુ ભારે પડે એમ હતું, એ મહારાજ બરાબર જાણતા હતા. ત્રીજું મુગલ અને આદિલશાહ એ બન્નેને એકી સાથે લડત આપી શકાય એટલું બળ તે વખતે ન હતું. એકની સામે નક્કી કર્યા પછી બેમાંથી કયા એકને પસંદ કરવો એ પ્રશ્ન પણ સામે આવીને ઊભો હતો. બે આફતોમાંથી પસંદગી કરવાની હતી. મહારાજે વિચાર કર્યો કે આદિલશાહ સાથે સલાહ કરવાથી ઓછું નુકશાન થવાને સંભવ છે. મુગલ અને આદિલશાહની સરખામણી કરી વિચાર કરતાં મુગલ બળવાન થાય તે વધારે નુકશાનકારક અને જોખમકારક નીવડે એમ હતું એટલે મહારાજે અલી સાથે સુધારી લેવાનો વિચાર કર્યો. અલી સાથે સલાહ કરવામાં નુકસાન તો હતું પણ પ્રમાણમાં બહુ થોડું હતું. આદિલશાહી સાથે મીઠાશ કરવામાં પનાળાગઢ ખાવો પડતો હતો. મુગલોનો પ્રશ્ન તો તદ્દન જુદો જ હતો. એ તો મહારાજાના જીતેલા મુલકને અને કિલાઓને કબજે લઈ રહ્યા હતા. મુગલેને બળવાન થવા દેવામાં ભારે નુકસાન હતું એટલે પોતાનું સઘળું બળ, સામર્થ્ય, શક્તિ વગેરે મુગલ સત્તા તેડવીમાંજ વાપરવાનું મહારાજે નક્કી કર્યું અને પનાળાગઢ અલીને આપીને આદિલશાહીને શાંત પાડવાનો મહારાજે ઠરાવ કર્યો. પનાળા કિલે સીદી જોહરને સોંપવા મહારાજે કિલેદાર ટિંબકભાસ્કર તરફ લખાણ કર્યું. મોટી મહત્ત્વની અને ભારે લાભદાયક બાબતે સાધ્ય કરવા માટે નાની નાની બાબતે જતી કરવી એ જ વ્યવહારિક મુત્સદીની રીત ગણાય. લાગણીવશ થઈને નાની બાબતને મોટું રૂપ આપી, એવી બાબતોને સિદ્ધાંતના પ્રશ્નો બનાવી તે ફળીભૂત કરવા માટે જકી ઘેટાની માફક કે પતંગિયાની માનક ભારે ભોગ આપવાની રીત મહારાજ કદીપણું પસંદ કરતા નહિ. મહારાજ તે સમય પારખીને વર્તનારા હતા. પનાળા આપી આદિલશાહીને શાંત કરવામાં શ્રેય છે એમ એમને લાગ્યું, તેથી પનાળા આપવા માટે હુકમ છાપા. પનાળા હાલમાં આપવો પડે છે પણ વખત આવે પનાળા પાછા લેવાશે એવી મહારાજને હિંમત હતી. મહારાજના ફરમાન મુજબ કિલ્લેદાર ત્રિબક ભાસ્કરે પનાળાગઢ આદિલશાહી અમલદારને સ્વાધીન કર્યો (ઈ. સ. ૧૬૬ સપ્ટેબર ). ત્રિબક ભાસ્કરે પનાળેથી રાજગઢ જતાં સીદી જોહરની મુલાકાત લીધી હતી. 86. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy