SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર ૨૭૫ વહાણા આ અંગ્રેજ ક્રાઠીવાળાએ પેાતાના કબજામાં લેવાના પ્રયત્ના કર્યાં. આ સબંધમાં દ્વારાજીના વિરાધ થયા. દારાજીએ ગિફ્` નામના એક અંગ્રેજ અને એક દલાલને ગિરફતાર કરી કબજામાં લીધા (ઈ. સ. ૧૬૬૦ જાનેવારી ). આ સંબંધમાં અંગ્રેજ કાઢીવાળાએએ જે પત્રવહેવાર કર્યાં તે જાણવા જેવા હાવાથી ચેાડા નીચે આપીએ છીએ. આ બનાવના સંબંધમાં અને દોરેાજીના કૃત્યની સામે રાજાપુરની અંગ્રેજ કાઠીના આગેવાન હેન્રી રેવિંગ્સને શિવાજી મહારાજને તા. ૧૩ ફેબ્રુઆરી ૧૬૬૦ ને રાજ પત્ર લખ્યા હતા તે નીચે પ્રમાણેઃ શિવાજી હિંદુ સેનાધિપતિ, “ દંડારાજપુર પ્રકરણમાં આપની સાથે દસ્તી માટે અંગ્રેજોએ કેવુંવચન આપ્યું છે તે સંબંધમાં આપને દારાજી અને બીજા અમલદારાએ ખબર આપી હશે. તમારા લેકા તરફથી અમને એટલે બધા ત્રાસ થયા છે કે એનું વર્ણન અમેા કરી શકતા નથી. અમારી સાથે ધ્રુસ્તી રાખનાર અમારા મિત્રાની સાથે અમેએ દુશ્મનાવટ ન બાંધી તેટલા કારણુસરજ એક દલાલ અને એક અંગ્રેજને તમારા માણસે પકડીને લઈ ગયા અને તેમને કેદમાં ૨૫ દિવસ સુધી રાખ્યા. ત્યાં એમને ગાળા પણુ દેવામાં આવી. કેદ પકડેલા દલાલને તે બંધનમુક્ત કરવામાં આવ્યેા છે પણ કેદ કરેલા અંગ્રેજને ખારેપટ્ટણુમાં હજી સુધી ગાંધી રાખ્યા છે. આ કૃત્યથી અમને બધાને ભારે ખેદ થાય છે. અત્રેના વહેપારીઓમાં દહેશત પેસી ગઈ છે અને તેથી અમારા વેપારને ભારે નુકસાન થયું છે. આ સંબંધમાં આપ ટિત હુકમા આપના અમલદારને મેાકલશા એવી ખાતરીથી અમે ધીરજ ધારીને બેઠા છીએ. કૃપા કરીને અમારા માલ અને માણસ અમને સોંપવા હુકમ કરશે. ” હેન્રી રેવિંગ્સને શિવાજી મહારાજને જે તારીખે પત્ર લખ્યા તેજ તારીખે એટલે ૧૩–૨–૧૬૬૦ ને રાજ નીચે પ્રમાણે ખીજો પુત્ર અક્ઝલખાનના દીકરા સ. ફાજલખાનને લખ્યા હતા. અમારે આ પત્ર આપને પહેાંચે તે પહેલાં જ દાભેાળના આપના સૂબેદાર મહમદશરીફે આપને આ તરફની વિગતવાર હકીકતથી વાકેફ્ કર્યાં હશે. તેથી અને આ પત્ર આપને સહીસલામત મળે છે કે કેમ તેની શંકા હાવાથી અમે। આ તરફની હકીકત બહુ જ ટુંકમાં આપને જણાવીએ છીએ. આ પત્ર આપને મળશે એમ સમજીને અમે જણાવીએ છીએ કે અંગ્રેજો આપના દોસ્ત છે, તેની ખાતરી રાખજો. અમે સાંભળ્યું છે કે અમારા ભલા દેસ્ત રુસ્તમઝમાન અને આપે ભેગા થઈ ને દુશ્મન ઉપર ચડાઈ કરી છે અને તેથી દાભેાળના સૂબેદારના કહ્યા પ્રમાણે અમે વર્ત્યા છીએ. આપના જેવા દાસ્તાની સાથે લડવું અને દાસ્તાનાં વાણા તેમના દુશ્મનાને હવાલે કરવાં એ કૃત્ય અમારા ધથી વિરુદ્ધનું છે. અમે તેમ ન કર્યું તેથી શિવાજીના માણુસાએ અમારા એક અંગ્રેજ અને એક દલાલને જોરજુલમથી પકડીને કેદ કર્યાં છે. આપતા બહુજ મહત્ત્વના કામમાં રાકાયા છે એટલે અમા લાચાર બની ગયા છીએ. જલદીથી બધું શાંત થશે અને આપના દેશનું કલ્યાણુ થશે એવી અમે આશા રાખીએ છીએ.” તે જ તારીખે ત્રીજો પત્ર નીચે પ્રમાણે સ. રુસ્તમઝમાન ઉપર લખવામાં આવ્યા હતા. 66 રાજાપુર શહેરને અંગ્રેજોને લીધે જે લાભ થવાને તે આપના ઉત્તેજનને લીધે થઈજ રહ્યો છે. પરંતુ ક્રમનસીબે વચમાં ઉભાં થયેલાં ધાંધલ અને ધમાલને લીધે એમાં વાંધે પડ્યો. આ શહેર ઉપર આપના જ અધિકાર ચાલુ રહ્યાની ખબરના પત્ર આપે અમારા ઉપર લખ્યા તે વાંચી અમને ધૃષ્ણેા આનદ થયા છે અને રાજાપુર નહિ છોડવાના અમેાએ નિશ્ચય કર્યો છે. આપના સૂબેદાર અબદુલ કરીમ આ શહેર છોડીને ગયા તેથી અમે દિલગીર છીએ. અત્રે બનેલી બધી હકીકતથી એણે આપને વાકેફ કર્યા હશે. એ સાંભળીને અમેએ લીધેલા વલણુ માટે આપને સાષ થયા હશે અને તેમાં << Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy