SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું ૩ પનાળ તરફ ડકિયું. મહારાજ પનાળેથી ગયા પણ ઘેર તે ચાલુ જ હતે. કિલ્લેદાર ત્રિબક ભાસ્કરે કિલ્લે ટકાવી રાખ્યો હતા. કાજલ અને મસૂદખાનની ખાતરી થઈ ગઈ હતી કે સીદી હર ૫નાળાગઢથી વિશાળગઢ આવવા રાજી નહિ હોવાથી અનેક બહાને આનાકાની કરતે હતે. આવા સંજોગોમાં વિશાળગઢને ઘેર ઘાલી પાયમાલી કરી લેવી તેના કરતાં પાછા પનાળે જવું એ ડહાપણું ભરેલું ધારી સ. ફાજલખાન અને સી. મસૂદ વગેરે સરદારે પાછી પનાળે ગયા. જે પક્ષીને પકડવા માટે પાંજરાને ઘેરે ઘા હતા, સખત જાપ્ત રાખ્યો હતો, રખાય તેટલી સાવચેતી રાખી હતી, તે પક્ષી તે બધાને હથેલીમાં ચાંદ બતાવી ચાલ્યું ગયું. હવે એ પાંજરાને શું કરવું એ વિચારમાં સી. બ્રહર પડયો. પક્ષી ઉડી ગયા પછી પાંજરાને ઘેરે ચાલુ રાખવામાં ઝાઝે માલ નથી એતે સીદી સાહેબ પણ જાણતા હતા છતાં નાક જતાં એ હઠ સાબૂત રહેતે હોય તે, ગઢ કબજે લેવા માટે છેલ્લા પ્રયત્નો કરવાનો જૌહરે વિચાર કર્યો. કિલ્લેદારને ફેડયા સિવાય, ફિતર કર્યા સિવાય આપણે ગજ વાગવાનો નથી એની ખાતરી જોહરને થઈ અને એણે કિલ્લેદાર ત્રિબક ભાસ્કરને ફેડવાનો નિશ્ચય કર્યો. મહારાજે પનાળાગઢના કિલ્લેદારની કુમકે રાજગઢથી મદદ મોકલી. હવે સીદી જોહરના લશ્કરને બન્ને તરફથી મારો ખમવો પડતો હતો. આટલું બધું નુક્સાન વેઠીએ છીએ પણ તે શા માટે એ જ્યારે જોહરના મગજમાં આવતું ત્યારે જીહર તદન નાસીપાસ થઈ જતું. શિવાજી એ કિલ્લામાં નથી એટલે કિલ્લા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે ડુંગર બેદીને ઉંદર કાઢવા જેવા જ થવાના છે એ વિચારથી ઘેરે ઉઠાવી લેવાનું પણ જોહરના મગજમાં કોઈ વખતે આવી જતું. સીદી જોહરે કિલ્લેદાર ત્રિબકભાસ્કરને સંદેશ મોકલે કે “કિલ્લો તમે અમને સેંપી દેશે તે તમને ભારે લાભ થાય એમ છે. તમે કિલે અમને સોંપી અમારા પક્ષમાં આવે તે બાદશાહ સલામત તમારી સેવાની કદર કરશે. તમને જાગીર ઉપરાંત ભારે અધિકાર આપવામાં આવશે. સામેથી વૈભવ અને અધિકાર તમારે આંગણે આવ્યાં છે તેને પાછા ઠેલતા નહિ. તમારાં પરાક્રમ અને હિંમતની કિંમત આદિલશાહીમાં થશે. પૂરેપુરો વિચાર કરીને જવાબ આપશે. લક્ષ્મી ચાંલ્લે કરવા આવે ત્યારે મેં ધોવા જવા જેવું કૃત્ય તમારા જેવા ડાહ્યાઓ નહિ કરે એવી આશા છે.” ત્રિબકભાસ્કરને આ સંદેશો મળે. વિંબક ભાસ્કર ન હતો લાલચુ કે ન હતે નિમકહરામ. એ તે શિવાજી મહારાજને ભક્ત હતા એટલે જોહરને સંદેશો સાંભળી એના મોં ઉપર ખેદ, ગુસ્સે અને દિલગીરી દેખાવા લાગ્યાં. “શું આ ત્રિબકભાસ્કરેને સીદી સ્વામી દ્રોહી સમજે છે? અધિકાર અને ધનની લાલચે શું હું વિશ્વાસઘાતી નિવડીશ? મને એ નીચ, હલકટ અને પાપી માને છે? સીદી જોહરે પોતે નિમકહરામી કરી પોતાના સ્વામીનાં છોકરાંઓને રઝળાવ્યો તેવા બધા હશે એમ એ ધારે છે. આવી રીતનો સંદેશો એ તે મારું ભારે અપમાન છે. જાગીર અને અધિકાર તે શું પણ મને આદિલશાહી મુલકનું આગવું રાજ્ય મળે તે પણ શિવાજી મહારાજનું છત્ર મારાથી છેડાય જ કેમ? શિવાજી મહારાજનો દ્રોહ કરવામાં સ્વામીદ્રોહનું પાતક છે, એટલું જ નહિ પણ એ સ્વામીદ્રોહી દેશદ્રોહ અને ધર્મદ્રોહ પણ કરે છે. મહારાજની સેવા એ હિંદુ ધર્મની સેવા છે, હિંદુસ્થાનની સેવા છે. મારાં પૂર્વ જન્મનાં સુકૃત્યને પરિણામે જ મહારાજના સેવક બનવાનું અહોભાગ્ય મને પ્રાપ્ત થયું છે. હિંદવી સ્વરાજ્યની સ્થાપનામાં આ સેવકની યત્કિંચિત સેવાનો સ્વીકાર કરવામાં આવે છે એજ મારું ખરું રસદભાગ્ય છે. મહારાજની સેવામાં સૂકે રોટલે મને પાંચ પકવાન બરાબર છે.” ત્રિબક ભાસ્કર કિલેદારે સીદી તરફના સંદેશા ઉપર વિચાર કરી જવાબ આપ્યો કે “મારા માલીક શિવાજી મહારાજની મહેરબાની એજ મારું ધન છે. મારી સેવા માટે મહારાજની મારા ઉપર કપા એ જ મારે અધિકાર છે. શિવાજી મહારાજને વિજય એ જ મારો આનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy