SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જ ] છે. શિવાજી ચરિત્ર ૨૪૩ વેર વાળવા જાનની દરકાર કર્યાં વગર મરાઠા લશ્કર પર તૂટી પડ્યો. શિવાજીના લશ્કરના હલ્લા બહુ જ ભયંકર હતા. હિંમતમાં એક બીજાને ટપી જાય એવા શિવાજી મહારાજના માનીતા સરદારા પાતપેાતાના માણસાને લઈને દુશ્મનના મરણિયા સરદારા ઉપર મરણિયા હલ્લા કરી રહ્યા હતા. મહારાજના લશ્કરે બહુ સખત મારા ચલાવ્યેા હતા. તે અસહ્ય થઈ પડતાં રણમાં ઘૂમી રહેલા રણુદુલ્લાખાન શિવાજીના સેનાપતિને તાબે થયા. આ સ્થિતિમાં છાવણીને મૂકી, મુસલમાન સરદારામાંના કેટલાક તે શિવાજીના સેનાપતિને તામે થયા. શરણુ જઈ તે મરણુ જીતવાના હેતુથી વીર અંબર ખાનના પુત્રે પેાતાનાં ઢાલ તલવાર નાખી દીધાં અને શિવાજીના સેનાપતિને તાબે થઈ ગયા. મંબાજી ભાંસલેએ પોતાની બહાદુરીથી સમરાંગણુ ગજાવી મૂક્યું હતું. આખરે શિવાજીના સૈનિકને હાથે મબાજી ભાંસલે મરાયા. અફઝલખાનને મોટા છેકરા ફાજલખાન ખડાજી ખેાડેની મદદથી સતારા તરફ નાસી જવા પામ્યા હતા પણ તેના એ ભાઈ એ છાવણીમાં રહ્યા તે કેદ પકડાયા. કાયનાપારની આ લડાઈમાં ખાનનાં ખૂબ માણસા મા ગયાં, ઘણાં ઘવાયાં અને ઘણાં કેદ પકડાયાં. સંખ્યાબંધ માણસાએ નાસવા માંડયુ' પણ નાસનાર માણસાના છંદોબસ્ત તા શિવાજીએ પહેલાંથી જ કરી રાખ્યા હતા. માખાજી ભાંસલેની સેવા. કાયનાપારની છાવણી ઉપર મેરેાપત પિંગળેએ કરેલા છાપાએ બહુ ભય'કર રૂપ લીધું. ખાનની છાવણી ઉપરના આ છાપામાં તા મહારાજનાં માણસાએ જાણે મંકાડાનું રૂપ લીધું હોય એમ બનાવા બન્યા. ‘ તૂટે પણ છૂટે નહિ ” એવી રીતે કેટલાક મરાઠા મુસલમાન લડવૈયાઓને ચોંટી પડચા. એમાંથી એકના મચેજ છૂટકા થાય એવી રીતે ખાઝાબાઝી શરૂ થઈ હતી. ખાનનાં સંખ્યાબંધ માણસાએ નાસવા માંડયું, એક તા આજુબાજુ જાવળનું જંગલ, ખીજું રાત્રીના સમય, ત્રીજી ડુંગર, ખીણ, ખારા અને જંગલના તદ્દન અજાણુ, ચેથું આ ગાળાના લેાકેા અને મુલકથી ખીલકુલ ભોમિયા નહિ, પાંચમું પગદંડી, રસ્તા, છુપામા` વગેરેની માહીતી નહિ એટલે ખાનનાં માણસા જે રસ્તેથી વાઈથી કાયનાપાર આવ્યા તેજ રસ્તે વાઇ જવાને પ્રયત્ન કરવા વાગ્યા. કેટલાક માણસેાએ નદી ઉતરીને વાઈના માર્ગ પકડ્યો. અચાનક હલ્લા થયે ખાનનું લશ્કર નાસશે અથવા લશ્કરની ટુકડી અથવા સવાર હત્લાની ખબર આપવા વાઈ તાકીદે દોડી જશે અને વાછથી મદદ મેળવે અથવા વાઈની છાવણી એવા હલ્લા પાતા ઉપર કદાચ અકસ્માત આવશે એવું ધારી આત્મરક્ષણ માટે તૈયાર થાય તેા નેતાજી પાલકરના હલ્લાને બહુ ભારે થઈ પડે. આથી મહારાજે કાયનાપારથી વાઈ જવાના માર્ગીમાં ચેઘાટમાં બાબાજી ભાંસલેને તેની ટુકડી સાથે મૂકયા હતા કે જેથી તાપના ધડાકા થયા બાદ શત્રુનાં માણુસાને વાઈ જતાં અટકાવી શકાય. પેાતાને સાંપવામાં આવેલી ફરજ અદા કરવા માટે ખાબાજી ભાંસલે તૈયાર થઇને ખેઠા હતા. તાપના ધડાકા સાંભળ્યા પછી બાબાજી ભાંસલે ખેચેઘાટમાં દુશ્મનની રાહ જોવા લાગ્યા. એ ત્રણ કલાકે કાયનાપારની છાવણીમાંથી જાન બચાવવા માટે વાઈ નાસી જતાં માણસા ખેચે ઘાટમાં આવી પહેાંચ્યાં. બાબાજી ભોંસલે એમના સત્કાર કરવા સજ્જ થઈને જ ઉભા હતા (પ્રતાપગઢ યુ પા. ૨૫૪). એણે એ નાસતાં માણુસાને પાછાં કાઢી મારાપત પિંગળના સપાટામાં પાછાં આણ્યાં. યુદ્ધમાં રંગ જામ્યા હતા તેવામાં જની2બની લડાઈ જીતીને યશસ્વી સરદારા કાયનાપારની છાવણી ઉપર તાજા શૂરથી તૂટી પડ્યા. સરદાર શામરાજપુત અને ત્રિંબક ભાસ્કરે બહુ જબરી તલ ચલાવીને દુશ્મન દળમાં હાહાકાર વર્તાવ્યા. અંતે યાદ્દાઓ ઘવાયેલા હતા છતાં, બહુ હિંમતથી તલવાર ચલાવી રહ્યા હતા. આખરે એ બંને વીર્ દુશ્મનની તલવારથી વીરગતિ પામ્યા. ખાનના લશ્કરમાં દહેશત પેઠી. ખાન તરફથી શિવાજીના લશ્કર સામે લઢનાર સરદાર જગદાળે પણ મરાયા. સરદાર ઝુંઝારરાવ તથા ધાટગેને શિવાજીના સેનાપતિએ કે પુકમા, ક્રૃઝલખાનનું લશ્કર પૂરેપુરું હાર્યું. આ લડાઈમાં ખાનની છાવણીનાં ૩૦૦૦ માણસો કપાયાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy