SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જું ઘણાં જખમી થયાં, ઘણું પકડાયાં અને ઘણાં નાસી છૂટ્યાં. કેયનાપારની આ લડાઈમાં શિવાજી મહારાજનાં ૧૭૩૪ માણસે મરાયાં અને ૪૨૭ જખમી થયાં (પ્રતાપ સુદ પા. ૨૫૭). આ લડાઈ આસરે બે કલાક સુધી ચાલી હતી (પ્રતાપ શુદ્ધ પા. ૨૪૬ ). શિવાજી મહારાજની છત થઈ અને દુશ્મનની છાવણીને ઘણે માલ મહારાજને હાથ લાગ્યો. ૭૦૦૦ ઘોડા, ૬૦ હાથી, ૪૦૦ ઊંટ, સંખ્યાબંધ બળદે, કાયનાપાર છાવણીનું તપખાનું, સંખ્યાબંધ તલવાર, પુષ્કળ જવાહીર, દારૂગોળે અને અનાજ વગેરે કબજે કરી પ્રતાપગઢ મોકલવામાં આવ્યું (કતારૂઢ યુદ્ધ પા. ૨૪૬). ૮ જાળીની લડાઈ શિવાજી મહારાજના જીવનમાં જાવળી બહુ અગત્યનો ભાગ ભજવે છે. ચંદ્રરાવ મેરેની જાળી તે આજ. જે જવળી માટે શિવાજી મહારાજે ચંદ્રરાવને સમજાવવા તનતોડ મહેનત કરી હતી તે જાવળી આજ. હિંદુત્વ રક્ષણ માટે હિંદુ રાજ્ય સ્થાપવાના કામમાં જાવળીને કબજે અથવા જાવળીના કબજેદારની સહાનુભૂતિ આવશ્યક હતી. જે મેળવવાના ભગીરથ પ્રયત્નો નિષ્ફળ નીવડતાં ચંદ્રરાવ મેરેનો નાશ કરી જાવળી છતી કબજે લીધી તે આજ. આ જાવળી પ્રતાપગઢના ઈશાનખૂણે કાયનાની ઉત્તરે આશરે બે માઈલને અંતરે છે. ખાનનું લશ્કર કાયનાપાર છાવણી નાખીને પડયું હતું. તે લશ્કરના એક ભાગને જાવળીમાં પડાવ હતો. ટૂંકમાં એમ કહી શકાય કે ખાનના કાયનાપારના લશ્કરની જમણી બગલ (right flank ) એ વળીની છાવણી ગણાય. ખાનની આ છાવણીનું તપખાનું છાવણીની તદ્દન ડાબી બગલે (left flank ) હતું. ખાનની છાવણીના પાયદળને પડાવ ડાબી બાજુએ હતું અને હયદળને મેટો ભાગ એની તદ્દન જમણી બગલે એટલે જાવળીની છાવણીમાં હતો. શિવાજી મહારાજે યુદ્ધની વ્યુહરચના ઘડી ત્યારે જ વિચાર કરીને નક્કી કર્યું હતું કે ખાનના લશ્કરનાં માણસોની જ્યાં જ્યાં છાવણીઓ હોય અથવા પડાવ પડ્યા હોય ત્યાં ત્યાં દુશ્મન દળ ઉપર એકી વખતે અચાનક છાપા મારવા. આ રચના મુજબ કેયનાપારની છાવણી ઉપર સેનાપતિ મોરોપંત પિંગળેએ છાપે માર્યો તે જ વખતે જાવળીના ખાનના લશ્કર ઉપર હલ કરવાની ગોઠવણ પણ કરી હતી. મુલાકાત મંડપમાં મહારાજે ખાનની મુલાકાત લીધી તે વખતે તેમને સરનોબત નેતાજી પાલકર જાવળીના વાયવ્ય ખૂણામાં આશરે ત્રણ માઈલ દૂર આવેલા કડેસરમાં હતું. મહારાજે ભૂહરચના કરીને પિતાના લશ્કરી અમલદારો દૂર દૂર જુદી જગ્યાએ ગોઠવ્યા હતા અને દરેકને તેમની લાયકાત મુજબ કામ સેપી દીધાં હતાં. બધાંને માટે તોપના ધડાકાની નિશાની રાખી હતી. નેતાજી પાલકર પોતાના ઘોડેસવાર સાથે કંડેસરના મેદાનમાં તો પાના ધડાકાની રાહ જોતા હતા એટલામાં પણ પાંચને સુમારે તાપના અવાજ નેતાજીએ સાંભળ્યા. ધડાકા સાંભળતાંની સાથે જ નેતાજીએ ઘોડેસવારોની એક ટુકડી રઘુનાથ બલ્લાળની સરદારી નીચે ખાનની જાળીની છાવણી ઉપર છાપો મારવા માટે મોકલી. આ ઘોડેસવારે તલવારવાળી ટુકડીના હતા. રઘુનાથ બલ્લાળ તથા તેના ઘોડેસવારે દુશ્મન દળ ઉપર હાલે કરી તેમને પૂરા કરવા માટે હુકમની રાહ જોતા હતા. હુકમ મળતાંની સાથે જ રઘુનાથરાવ પિતાની ટુકડી સાથે વીજળીવેગે જાવળી આવી પહોંચ્યા અને છાવણીના જમણું ભાગ ઉપર હલ્લે કર્યો. આ હલે અચાનક જ હતા. મોરોપંત પિંગળેએ કાયનાપારની છાવણ ઉપર છાપે માર્યો, તે જ વખતે રધુનાથ બલ્લાળે જાવળીના લશ્કર ઉપર હલ્લે કર્યો. આ લડાઈમાં પણ તલવારે ખૂબ ચાલી. અહીં પણ ખાનના લશ્કરને પરાભવ થયો. ૯. વાઈનું રણકંદન, પ્રતાપગઢના યુદ્ધમાં એક વખતે, એકે દિવસે ચાર લડાઈ એ થઈ. તેમાં વાર્ષની લડાઈ બહુ જ મેટી અને દુશ્મનના કલેજા ઉપર કારી ઘા કરનારી નીવડી. આ લડાઈ માટે પણ મહારાજે બહુ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy