SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ છ, શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ નું આમતેમ ભાગવા લાગ્યાં. દુશ્મને લશ્કરને નાસતું જેઈ, શિવાજી મહારાજનાં માણસમાં વધારે સ્મૃતિ આવી. ખાનની છાવણીના નામીચા સેનાપતિઓ ગૂંચવણમાં પડ્યા, પણ એ કાંઈ નવા યુદ્ધા ન હતા. ઘણી લડાઈઓમાં એ કસાએલા હતા. ધણી જીતે એમણે મેળવેલી હતી અને ઘણી વખતે પોતાના શૌર્યને બળે ઘણાને ઘાણ કાઢયો હતે. દુશ્મન ઉપર મરણિયા થઈને તૂટી પડવાનો વખત આવ્યો ત્યારે લશ્કરે પાછા પગ ભરેલે જોઈ સેનાપતિઓ ક્રોધે ભરાયા અને લશ્કરને વ્યવસ્થિત કરવા પ્રયત્ન કરવા લાગ્યા. મેરાપંત પિંગળે હાથમાં વીજળીની માફક ચમકતી તલવાર લઈ ઘૂમતા હતા અને “ દુશ્મનને કાપો, મારે ચલા, શાબાસ” એવા અવાજોથી પોતાના લશ્કરને શૂર ચઢાવતા હતા અને પોતે પણ ભારે કતલ ચલાવી રહ્યા હતા. પોતાના સેનાપતિને રણે ચડેલો જોઈ અને દુશ્મન વચ્ચે ઘૂમત જોઈ મરાઠાઓને જેર ચડવું. મરાઠાઓ બહુ જોરથી મારો ચલાવવા લાગ્યા. ખાનનાં માણસે જીવ બચાવવા માટે નાસવા લાગ્યાં. કેટલાકે હથિયાર નીચે નાખ્યાં, કેટલાક ઝાડીમાં સંતાયા. આવી દુર્દશા જોઈ મખાન હાથમાં તલવાર લઈ આગળ વ અને નાહિંમત બની નાસી જતાં પોતાના સિપાહીઓને રોક્યા અને બોલ્યો “બિજાપુર બાદશાહતની ઈજત રાખવા માટે, બિજાપુર દરબારનું અપમાન કરનારને સજા કરવાના શુભકાર્યને માટે, પોતાના જાનની દરકાર રાખ્યા સિવાય, પોતાના માલીકની સેવામાં સર સેનાપતિ અકઝલખાને પોતાનો જાન ખોલે છે. એ શૂરની રીતે મર્યા છે. આપણે બધાએ આપણું સેનાપતિના ખૂનનું વેર લેવાનું છે. દુશ્મનના હલાને હથિયારથી જવાબ આપો અને જણાવે કે એક અફઝલખાન ગયે, તેથી કંઈ બધા મરી નથી ગયા, અફઝલખાનની પાછળ અમેએ ચૂડીઓ. નથી પહેરી. અણી વખતે નાસભાગ કરીને તમારા વાલીદના નામને તમે કલંક લગાડે છે. શરાઓ ! બહાદુરે ! જવાંમર્દ યોદ્ધાઓ! થેલે, ભો, ભાગે નહિ. ચારે તરફ પર્વત છે. દુશ્મનોએ ચારે તરફથી તમને ઘેર્યા છે. નાસશે તે પણ તમારે મોતને ભેટવાનું જ છે. કાયરોની માફક નાસતાં નાસતાં મરો, તેના કરતાં દુશ્મનને મારતાં મારતાં મરશે, તો માલીકની સેવા થશે. જવાંમર્દો ! જો મરવું જ છે, તે પછી કાફરોને કાપતાં કાપતાં મરીને બેહસ્તની દરોને મેળવો. કાફરોને મારતાં મરશે તે જિન્નતનશીન થશે. નાસતાં નાસતાં મરશે તે જહન્નમમાં જશે.” એટલામાં એરોપંતની એક ટુકડીએ જેસર હલ્લો કર્યો. કાન ફાડી નાખે એવા “હરહર મહાદેવ”ના અવાજ થયા એટલે મુસલમાનોએ નાસવા માંડયું. તેમને નાસતા જોઈ મુસખાન બોલ્યો “ નામર્દો ન નાસે, થે. તમારી આજુબાજુએ મરવા માટે આવેલા કાયર કાફરોને ઘાણ કાઢે. અહીંથી નાસીને ક્યાં જશે? પોતાના સાથીઓને અને સેનાપતિને દુશ્મનના હાથમાં સોંપીને જાન બચાવવા માટે નાસી જનાર નામર્દોની જિંદગીને ધિક્કાર છે. આમ નાસીને તમારી માતાની કુખ ન વગે. આમ નાસવાથી તમે નથી જીવી શકવાના અને વખતે જીવશે તે પણ તમારું કાળું મેં તમે તેને બતાવશો? નાક કપાવી કાળું મોં લઈ દુનિયામાં નીચું માથું કરી જીવવું તેના કરતાં અહીં ઉજળે મોઢે દુશ્મનોને મારતાં મરવું એ વધારે સારું છે. હિંમતબહાદુરે ! હિંમત પકડે. ચાલે મારી સાથે પાછી વળે. જુઓ હું દુશ્મન દળને જમીનદોસ્ત કરું છું. મારી કુમકે રહે. તમને ખુદાને કસમ છે. બાદશાહ સલામતના તમને કસમ છે. તમને પાક પરવરદિગારના કસમ છે. પાછો ફરે.” એમ કહી મુસખાન મોટા ઘોડા ઉપર સવાર થશે અને દુશ્મન દળ ઉપર દેશો. મુસેનાને આગળ વધ્યો એટલે એની પાછળ બીજા સરદારે ૫ણ પોતાપોતાની ટુકડી સાથે આગળ વધ્યા, મુખાને શિવાજીના લશ્કર ઉપર ખૂબ મારો ચલાવ્યું. સેનાપતિ હસનખાન વગેરે શૂર થાઓએ શિવાજીના લશ્કર ઉપર તીરંદાજી શરૂ કરી. મુસલમાનોના લશ્કરને શિવાજીના દ્ધાએ વારંવાર અવ્યવસ્થિત કરી નાખતા. ગભરાએલા લશ્કરને વારંવાર વ્યવસ્થિત કરવાના કાર્યમાં સરદાર મુસખાન પણ હાર્યો અને શત્રુ તરફથી મારો ચાલુ રહ્યો. મુસખાને સમરાંગણ છોડવું અને જાન બચાવવા નાઠા. અંકશખાન પણ રણભૂમિ છોડીને નાઠો. ખાનના સરદારો અને ઉમરાવે નાસવા લાગ્યા. પિતાના લશ્કરમાં ભંગાણ પડેલું જોઈ, સેનાપતિ રણદુલ્લાખાન ફેધે ભરાયા અને અફઝલખાનના વધતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy