SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જી ] છે. શિવાજી ચરિત્ર ૨૩૧ બેઠે બેઠે તે મુલાકાત મંડપમાં બનતું બધું જોઈ શકે. અફઝલખાન મહારાજ ઉપર હાથ નાંખે અથવા મહારાજની જિંદગી જોખમમાં જણાય તો પોતાનાં માણસો સાથે એકદમ ઝાડીમાંથી નીકળી મહારાજની કુમકે દેડી જવું એ હુકમ એને કરવામાં આવ્યો હતો. જે મહારાજને હિરોજીની મદદની જરૂર ન પડે તે હિરજીએ પિતાની ટોળી સાથે કુચ કરી કાયનાપારની લડાઈમાં જઈ જોધે વગેરે લોકોને મદદ કરવી. પિતાના દોસ્તો સાથે ખાનગી મસલત અને વાતચીત પુરી કરી મહારાજ માતા જીજાબાઈ પાસે ગયા. દુશ્મન દગલબાજ છે તેથી તેમને મળવા નહિ જવાનું માતા જીજાબાઈએ જણાવ્યું પણ મહારાજનો દઢ નિશ્ચય જોઈ માતા જીજાબાઈએ રજા આપી અને પિતાના પુત્ર અને શિવાજીના મોટાભાઈ શંભાજીના મરણનું વેર વસુલ કરવા સૂચના કરી ( History of the Maratha People Page 160. ). મહારાજના જાસુસીખાતાએ ખાનની છાવણીમાંથી છાની વાત લાવવાના કામમાં ખરી કુશળતા બતાવી હતી. જે જે વાતે અને બાતમી મળતી તેના ઉપર મહારાજ બહુ ઝીણી નજરે વિચાર કરતા અને એ બધી બીના ધ્યાનમાં લેતાં મહારાજને ખાતરી થઈ કે દુશ્મન દગો રમવાને છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને મહારાજે મુલાકાત માટે જવાની તૈયારી કરવા માંડી. મહારાજે પોષાક સજવાનું શરૂ કર્યું. અંદરથી શરીર ઉપર લેખંડી સાંકળનું કુંડતું (બખ્તર ) પહેર્યું અને કુડતા ઉપર જરિયાન ઝભ્ભો પહેર્યો. માથે લેખંડી ટોપી પહેરી તે ઉપર સુંદર મંદિલ બાંધ્યું. અંદરથી લંગોટ કસી તે ઉપર સુરવાલ પહેરી. ડાબા હાથના પંજામાં વાઘનખ ચઢાવ્યા અને બીછવી નામની નાની કટાર મહારાજે જમણી બાંયમાં સંતાડી (History of the Maratha People Page 161, બી. મોડક કત પ્રતાપગઢ યુદ્ધ પા. ૧૭૭). આ રીતને પોષાક પહેરીને શિવાજી મહારાજ મુલાકાત મંડપે મુસલમાન સરદારને મળવા જવા સજ્જ થયા. મુલાકાતની શરતમાં જણાવ્યા મુજબ મહારાજ પિતાની સાથે એક ખાસ બરદાર ( A. D. C ) અને બે અમલદાર લેવાના હતા. પોતાના ખાસ બરદાર તથા અમલદાર તરીકે મહારાજે તાનાજી માલુસને તથા અમલદાર તરીકે છવા મહાલા અને શંભાજી કવજીને પિતાની સાથે લીધા. આ દરેકની સાથે પિત પિતાની તલવાર અને ઢાલ હતી. મહારાજે પિતાની તલવાર છવા મહાલાને આપી હતી. ( શ્રી. મેડક કૃત બતાવહ યુદ્ધ પા. ૧૭૮). છવા મહાલા એ શિવાજી મહારાજને બહ વિશ્વાસ માણસ હતા. એ બહુ બાહોશ અને હિંમતવાળા હતા. મહારાષ્ટ્રમાં તા. કહેવત છે કે “તા કg તા વાવટા શિs” “ હતિ જેવો તે બએ શિ.” શંભાજી કેવજી પણ મહારાજનો વફાદાર વીર હતા. જાવળીના ચંદ્રરાવ મોરેના હનમંતરાવનો વધ કરનાર સંભાજી તે આજ હતા. આ બે કસાએલા વીરાને મહારાજે પોતાની સાથે આ કઠણ પ્રસંગે રાખ્યા હતા અને ખાસ બરદાર તરીકે પિતાના તનબદન દેસ્તને લીધો હતો. આવી રીતનો બદબસ્ત કરી મહારાજે વકીલને ચિઠ્ઠી લખી ખબર આપી કે ખાનસાહેબ મુલાકાત માટે મુલાકાત મંડપે પધારે (શ્રી. ચિટણીસ કૃત શ્રી શિવ છત્રપતિ મ . પા ૧૩૨ ). કાળને ભેટવા માટે જરિયાનના ઝભ્ભામાં અને મંદિલમાં સજ્જ થયેલા શિવાજી માતા જીજાબાઈની નજરે પડ્યા. દીકરાને કાળના જડબામાં જતે જોઈ માતા જીજાબાઈનું હૃદય ભરાઈ આવ્યું. મહારાજે માતાના પગમાં માથુ મુકયું. માતાએ દીકરાને ઉઠાડી છાતી સરસો ચાં. એના માથા ઉપર હાથ ફેરવી કહ્યું “ બેટા ! ભવાની તને યશ આપશે. બહુ સંભાળીને વર્તજે. મારા શંભુના વધનું વેર લેજે હ.માતાની આંખો અશ્રુથી ભરાઈ આવી. મહારાજે હૃદય કઠણ કર્યું અને હસતું વદને કહ્યું કે માતાના આશીર્વાદથી મારા ભાઈના વધનું વેર હું વસુલ કરીશ, એમ બેલી મહારાજ ઘેરથી નીકળ્યા. મહારાજ ઘેરથી નીકળ્યાની ઈશારત તરીકે રણશીંગ કાર્યું. આ ઈશારત થયાની સાથે નક્કી કર્યા મુજબ સૈનિકે પોત પોતાની ફરજ ઉપર નક્કી કરલા જગ્યાએ હાજર થઈ ગયા. મહારાજ મુલાકાત મંડપે જવા પિતાની કૃષ્ણ નામની ઘોડી ઉપર: નીકળ્યા. રસ્તામાં નક્કી કરેલી યેજના મુજબ અમલ થયો છે કે નહિ તે પણ મહારાજ જેતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy