SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૨ જુ અફઝલખાન પણ મુલાકાતની વાટ જોતે હતે. ખાન ગર્વથી ફુલાઈ ગયા હતા, પણ એનું મત્સદ્દીપણું ગયું ન હતું. મુલાકાત મંડપમાં જવાની ખબર મળી કે તુરત ખાને પોતાના વિશ્વાસુ માણસ મુલાકાત મંડપ તરફ મેકલ્યો અને મંડપમાં બેઠકની ગોઠવણ તથા મંડપની આજુબાજુએ લશ્કરની ગઠવણ તથા તેનું વાતાવરણ જોઈ તપાસ કરી તરત પાછો આવવા કહ્યું. તપાસ કરવા ગએલા વિશ્વાસુ માણસે ખાનને ત્યાંની સ્થિતિથી વાકેફ કર્યો. મંડપના ભપકાનું વર્ણન કર્યું અને કહ્યું કે મંડપની આજુબાજુએ કાઈપણ જાતનો ઘોંઘાટ, ગરબડ કે ડખલ નથી. મંડપની આજુબાજુએ ફોજના માણસો કે બીજાં માણસે પણ નથી. પછી ખાન મુલાકાત મંડપ તરફ જવા નીકળ્યા. ખાને ચુનંદા યોદ્ધાઓ અને વિશ્વાસુ લડવૈયાઓ મળી ૧૫૦૦ માણસ સાથે લીધા હતા (પ્રતાપ શુદ્ધ પા. ૧૭૮ ). આ માણસમાં બંદૂકવાળા કરતાં તલવારવાળાની સંખ્યા બહુ મોટી હતી. ખાન આ માણસ સાથે જનીટંબા નજીક આવી પહોંચે એટલે કૃષ્ણા ભાસ્કરે ખાનસાહેબને ખાનગીમાં કહ્યું કે જે “ ખાનસાહેબ શિવાજીને છેતરવા ઈચ્છતા હોય તે આ સિપાહીઓ વગેરેને અહીં જ રાખવા એ ઠીક પડશે” History of the Maratha People Page 161) ખાનને ગળે આ વાત ઉતરી. પંતાજી પતે ખાનને જણાવ્યું કે મુલાકાતની શરતોને કોરે મૂકી ખાનસાહેબ આ બધાં માણસને મુલાકાત મંડપે લઈ જશે તે મહારાજ વખતે મુલાકાત માટે આવવાનું માંડી વાળશે એ મને ભય રહે છે. આ વાતને કષ્ણાજીપતે પણ ટેકો આપ્યો અને ખાને પોતાની સાથેના ૧૫૦૦ માણસોની ફોજ જનીટેંબાની તળેટીમાં રાખી. તે વખતે મહારાષ્ટ્રમાં નામીચા થએલા તલવાર બહાદુર પંચ હથિયારી લશ્કરી સરદાર સાદ બંદાને ખાને પોતાના ખાસ બરદાર તરીકે સાથે લીધે (પ્રતાપગઢ યુ પા. ૧૭૯). બીજા બે સશસ્ત્ર અમલદારો સાથે ખાન પાલખીમાં મુલાકાત મંડપ નજીક આવી પહોંચ્યો. ખાન પાલખીમાંથી નીચે ઉતર્યા અને મુલાકાત મંડપમાં પિઠા. સાથે વકીલ કૃષ્ણાજીપંત તેમજ પંતાજી પંત હતા. મુલાકાત મંડપને ભપકે અને ત્યાં ગોઠવેલું જર જવાહીર તેમજ બેઠકેને જડેલી મોતીની મૂલ અને ઝાલર જોઈ ખાન ભડકે બળવા લાગ્યો. મંડપમાં ચારે તરફ નજર નાખી ખાન બોલ્યો “ અમારા વજીરને ત્યાં પણ આવું જરિયાન બિછાનું નથી. આ સાચાં પાણીદાર મોતીની મૂલો અને ઝાલરો ઝળકે છે એ વૈભવ એટલે શું? અમારે બાદશાહ સલામત પાસે પણું આ સામાન નથી.” ખાનના આ બોલ પંતા પતે સાંભળ્યા. વકીલ પતાજી પંતને મનમાં ખાન ઉપર ગુસ્સે તો આવ્યો, પણ ગુસ્સાને માર્યો ભરેલા ભાણુમાં ધૂળ ધકેલે એ એ મૂર્ખ ન હતું. આ શબ્દો કારી ઘા જેવા લાગ્યા, પણ પંતાજીપતે ગુસ્સે દાબી દીધો અને શાંતિથી બેલ્યા –“બાદશાહતનો માલ બાદશાહતમાં જ જશે ( શ્રી. સભાસદ કૃત જિાવ છત્રપતિ જે રાત્રે પાનું ૧૮). ખાનસાહેબ ખાલી ફીકર કરી રહ્યા છે.” ખાનસાહેબ: આસન ઉપર બિરાજ્યા અને શિવાજી રાજાને જલદી તેડી લાવવા માટે માણસે રવાના થયા, ૪. ખાનને વધ. શિવાજી મહારાજ અને ખાનના અંગરક્ષકેમાંના કેટલાકનાં નામ અત્રે આપીયે છીએ. શિવાજી મહારાજના અંગરક્ષકો. અફઝલખાનના અંગરક્ષક, ૧. શંભાજી કેવજી ૧. અબદુલ સૈયદ ૨. જીવા મહાલા ૨. સૈયદ બંદા ૩. કાંડાજી કંક ૩. રહીમતખાન ( ખાનને ભત્રીજો) ૪. યેશાજી કંક ૪. પહીલવાનખાન ૫. કાતાજી ઈગળે ૫. પિલાજી મેહિતે ૬. કૃષ્ણજી ગાયકવાડ ૬. શંકરાજી મોહિતે ૭. ઈબ્રાહિમ સીદી ( શિવભારત અ. ૨૧, પા. ૨૦૭) (શિવભારત અ. ૨૧, ૫, ૨૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy