SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ એ માટે પણ પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા. ઠેક ઠેકાણે ઝાડીમાં લડવૈયા છૂપા ગાઠવવામાં આવ્યા હતા. મુલાકાતમ`ડપથી તે ગઢ સુધી રસ્તાની બાજુએમાં પણ સૈનિા અમુક અંતરે હતા. એક જ રાજમા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જ્યારે દુશ્મન ઉપર છાપો મારવાને વખત આવે ત્યારે એવી ગાઠવણી કરવામાં આવી હતી કે દુશ્મનને નાસી જવા અનુકૂળ માર્ગ હોય તે રાજમાર્ગ હોય તો પણ મેટાં મેટાં વૃક્ષે તેના ઉપર આડાં પાડી, રસ્તો પૂરી દેવા અને નાસતા દુશ્મના તે વૃક્ષ એળગી નાસવા લાગે તે તેમને નાસવા ન દેતાં પૂરા કરવા. શિવાજી મહારાજે પછી પેાતાના દિલેશાન દાસ્ત તાનાજી માલુસરે, પેશ્વા મેરાપત પિંગળે અને નેતાજી પાલકર સાથે ખાનગીમાં મસલત કરી અને ખાનના લશ્કરની આજુબાજુએ ખબર ન પડે એવી રીતે મરાઠા લશ્કર ગોઠવી દેવાનું નક્કી કર્યું. જે અફઝલખાન, પાતે રચેલા દગામાં ફાવી જાય, તેા દુશ્મનના દળને નાસતાં ભોય ભારે પડે એવી રીતની ગાઠવણુ કરી દીધી. પછી મહારાજે મંત્રી મ`ડળની સભા ખેલાવી અને સભામાં સર્વેની સલાહ મસલતથી નક્કી કર્યું કે જો મહારાજ અફઝલખાનના કાવત્રાના કમનસીબે ભાગ થઈ પડે, તે ગાદી ઉપર યુવરાજ શંભાજીને બેસાડવા અને તેમની વતી રાજકારભારી નેતાજી પાલકરે ચલાવા ( History of the Maratha People P. 160). (· પાવાડા--અફઝલખાન 'માં નીચેની લીટી છે, તે ઉપરથી જણાય છે કે રાજ્ય શ'ભાજીને બદલે ઉમાજીને આપવા મહારાજે કહ્યું હતું. ઉમાજી એ શિવાજીના માટાભાઈ શંભાજી જેને અફઝલખાનની ઉશ્કેરણીથી કનકિંગર આગળ મારી નાખવામાં આવ્યેા તેને પુત્ર થાય. पुतण्या उमाजी राजाला । यांच शेलोक दिलेत्याला ॥ आणि सराईत उमाजी । राज होईल तुम्हाला ॥1) ૩. મુલાકાતના દિવસ. શકે ૧૫૮૧ વિકારી નામ સંવત્સરે માર્ગશિષ સુદ ૭, ઈ. સ. ૧૬૫૯ ના નવેમ્બર માસની તા. ૧૦ મી ને ગુરુવારના દિવસ મુલાકાત માટે નક્કી કરવામાં આવ્યેા હતા. જે દિવસની ખાનસાહેબ તથા મહારાજ અને બને તરફના માનીતા સરદાર અમલદાર અને વિશ્વાસુ અધિકારીએ રાહ જોતા હતા તે દિવસ આવી પહોંચ્યા. મુલાકાતના દિવસની સવાર થઈ. પ્રસંગ ભારે હતા અને મહારાજને આ પ્રસંગના જોખમનું પૂરેપુરું ભાન હતું, છતાં મહારાજ જરાપણ ગભરાયેલા માલુમ ન પડયા. હંમેશ મુજબ નિયમિત થા અને સ્નાન કરી પરવારી જમ્યા. બપોરના જરા આરામ પણ લીધા ( History of the Maratha People ). આરામ લીધા પછી મહારાજ શ્રી ભવાનીના મંદિરમાં ગયા અને દેવીની આરાધના કરી. હિંદુત્વની ખાતર આ કઠણ પ્રસંગે આવી પડનારા સક્રેટાને પહોંચી વળવા માટે પેાતામાં બળ અને શક્તિ મૂકવા દેવીને પ્રાર્થના કરી. મંદિરથી પાછા વળ્યા પછી મહારાજે પોતાના તાનાજી માલુસરે, પેશ્વા મારાપત પિંગળે અને સર તેાબત નેતાજી પાલકર એ ત્રણેને ખાનગીમાં ખેાલાવી, છેલ્લી સૂચનાએ આપી કે રણશીંગુ વાગે એટલે તરતજ તમારે ત્રણે જણે આગળ વધીને અફઝલખાનના લશ્કર ઉપર પાછળથી અને બંને બાજુએથી ધસારા કરવા અને દુશ્મનને પાછ ભાગતા અટકાવવા ( History of the Maratha People ). હિરો ક્રૂરજંદની ફરજ. શિવાજી મહારાજ પાસે હિરાજી ફરજંદ નામના એક બહુ વિશ્વાસ, બહાદુર અને સાહસિક વૃત્તિવાળા યેદ્દે હતા. તેને તેના લાયક કામ સાંપવામાં આવ્યું. ખાન દ। દેવાના છે, એની તા મહારાજને પૂરેપુરી ખાતરી હતી એટલે હિરાજી કરજંદને મહારાજે મેલાવ્યે અને એની પસંૠગીના ૪૦ માશુસેની ટુકડી એને આપી ગઢના દરવાજા નજીક મુલાકાત મંડપની પાછળ એક ઝાડીમાં એ બધાને લઈ છૂપાઈ ખેસવા કહ્યું. હિરાજીને એવી જગ્યાએ ઝાડીમાં મૂકયો હતા કે એ ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy