SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જ ] છ, શિવાજી ચત્રિ યજ્ઞમાં ખપી જાય, ખતમ થઈ જાય તેા પણ ધીરજ રાખજો. બધાએ ભેગા મળીને હિંદુ રાજ્ય સ્થાપવાની પ્રતિજ્ઞા લીધી છે, તે ભૂલતા નહિ. ખૂબ વિચાર કરીને નક્કી કરેલી ચાજના મુજબ આગળ ધપશે. દગા થાય અને વખત આવે તેા ખાન અને તેની ફાજને જમીનદોસ્ત કરી રાજ્યનું રક્ષણ કરો ” શ્રી શિવછત્રપતિ અદાલ પા. ૧૩૧). મહારાજના શબ્દે શબ્દમાંથી દૃઢ નિશ્ચય અને વીરતા ટપકા રહ્યાં હતાં. મહારાજનું હ્રદયને હચમચાવી નાખે એવું ભાષણ સાંભળી ભેગા મળેલા વીરેશના માં ઉપર ઉત્સુકતા અને આતુરતા છવાઈ રહી હતી. દરેક વીર આ કઠણુ પ્રસંગે પેાતાનું આખરનું બળ અજમાવી દુશ્મનને ગારદ કરવા માલીકના હુકમની રાહ જોતા બેઠા હતા. પેાતાના સરદારાને આવા ઉત્સાહમાં જોઈ મહારાજને બહુ આનંદ થયા અને ખેલ્યા “ આપ બધા શૂર છે, પરાક્રમી છેા, મારા આધાર તમારા ઉપર છે. તમારા જેવા વીર અને નિશ્ચયી યાદ્દાએ મારી બાજુએ છેતેા આ અફઝલખાનના શા હિસાબ છે. હિકમત અને હિંમતવાન માણસાની અનુકૂળતા હાય તા માણુસ, માતેલા મદગળના મસ્તકમાંને મણિ કાઢીને તેના ઉપર સવારી કરી શકાય એવા ગરીબ એને બનાવી શકે છે, તેા પછી તમારા જેવા બધા મને અનુકૂળ છે. તે આ માતેલા મદગળને ઠેકાણે લાવવામાં જરુર આપણે ફાવીશું. મે તમને વારંવાર કહ્યું છે તે મુજબ આ વખતે તમે બધા બહુ જ સાવધ રહેજો. ચાલાકી, હેાશિયારી અને ચપળતા રાખજો. વિજય થયે રાજ્યની વૃદ્ધિ થશે અને જે થશે તે બધું તમારું જ છે ને? ( શ્રી શિવછત્રપતિ મહારાન પા. ૧૩૧ ), ” આમ મહારાજે પેાતાનાં માણસેાની નાડી તપાસી લીધી અને તેમનામાં જોઈએ તેટલું પાણી છે તેની ખાતરી કરી લીધી. પેાતાનાં માણસાની રગ પારખ્યા પછી મહારાજની હિંમત વધી અને પછી મહારાજે કિલ્લા ઉપર ઠેક ઠેકાણે જગે જગે નાકેબંધી કરી. માર્ગ અને વાટમાં જ્યાં જેવા માણુસની જરુર જોઈ ત્યાં તેવા માણુસાના જથ્થાની નિમણૂક કરી દીધી અને અમુક અંતરે બધાને ઊભા રહેવાની સૂચનાઓ પણ આપી દીધી. દરેક ટાળાના સરદારને ખાસ સૂચના આપી કે અમુક ઈશારત થાય ત્યારે તેમણે અમુક કામ કરવું. આવી રીતની અનેક સૂચનાઓ અને તાકીદે સરદારાને આપી, ચપળ રહેવા જણાવ્યું. “ અમે કિલ્લા ઉપરથી મુલાકાત મૉંડપમાં જવા નીચે ઊતરવા નીકળીશું ત્યારે ભૂંગળ વાગશે એટલે એ ભૂગળ સાંભળીને દરેકે પોતપોતાના જમાવ સાથે આગળ આવીને નક્કી કરેલી જગ્યાએ તીરના ટપ્પામાં ઊભા રહેવું. કાઈએ ગાફલ ન રહેવું. ” શિવાજીએ કિલ્લા ઉપર પૂરેપુરા બંદોબસ્ત કર્યાં. નાની નાની અને ઝીણી ઝીણી બાબતે પશુ એમની નજર બહાર ન હતી. બધી બાબતેાના પૂરેપુરા અંદેાબસ્ત કર્યા હતા. દરવાજે મોટા મોટા સરદારાને જમાવ રાખ્યા હતા અને શિવાજી મહારાજ નીચે પહોંચ્યા પછી તેમણે આગળ વધવું એવા હુકમ કર્યાં હતા. મહારાજ મુલાકાત મંડપમાં જવા નીકળે, ત્યારે તેમની સાથે બે હજાર ચુનંદા યહા નીકળે, અને તે ઠેક ઠેકાણે ટુકડીબંધ થેાભી જાય અને નક્કી કરેલા જ આગળ વધે એવી વ્યવસ્થા થઈ. કિલ્લાના રક્ષણ માટે તાપખાનું, દારૂગોળા, ગાલ’દાજ, વગેરેને પાા બંબસ્ત કરવામાં આવ્યેા હતેા. સૂચનાએ સરઘરાને આપી દીધી, એટલે રાજાની ફરજ પૂરી થઈ, જવાબદારી પૂરી થઈ, એમ માનનારા રાજાએમાં મહારાજની ગણુત્રી થાય એમ ન હતું. નિયમન, વ્યવસ્થા અને હુકમ પાલનની બાબતમાં મહારાજ બહુ ચેાકસ અને ખ'તીલા હતા. સૂચનાએ આપ્યા પછી અને હુકમ તથા ક્રમાના છેઠ્યા પછી તે કેટલે દરજ્જે પળાયાં છે અને તેને કેટલે દરજ્જે અમલ થયા છે. તે અને ક્રાણુ હુકમ તેાડે છે, આજ્ઞાનું ઉલ્લંધન કરે છે, ફરમાન પગ તળે કચડે છે, એ બારીકાઈથી જોઈ તપાસી, ઘટે તેને શિક્ષા કરવાની રીત, મહારાજની હતી અને તે ટેવ મુજબ મહારાજ કિલ્લા ઉપર બધે ફર્યાં અને સરદારે। અને અમલદારાએ કરેલા ખંઢેાબસ્ત નજરે નિહાળ્યેા. જ્યાં જ્યાં ક્રીથી સૂચનાઓ મહારાજને આપવા જેવી લાગી ત્યાં ફરીથી સૂચનાઓ આપી. રઘુનાથ અલ્લાળ સબનીસને નાકા ઉપર ચેાકસી કરવા રાખ્યા. અમુક ઈસારાની સાથે જ સરનેાબત નેતાજી પાલકરે પાતાની ફાજ સાથે દુશ્મન ઉપર છાપો મારી જબરા જંગ શરૂ કરી દેવા એવી સૂચના આપવામાં આવી. દુશ્મનને ઘાટ ઉપરથી પાન વળવા દેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy