SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ નું તથા ત્યાંની વ્યવસ્થા ખાનના વકીલ તથા સરદારોને પસંદ પડ્યાં (પ્રતાપદ ગુરુ ૫. ૧૭૦), મુલાકાત વખતે મુલાકાત મંડપમાં જવા માટેની નક્કી થયેલી શરતો શિવાજી મહારાજને તેના વકીલ જણાવી અને બંનેની સગવડ અને અનુકુળતા પ્રમાણે મુલાકાતને દિવસ પણ નક્કી કરવામાં આવ્યા. શિવાજી મહારાજ બહુ હિંમતવાન હતા અને એમને હિંદુ રાજ્ય સ્થાપવાની એટલી બધી ધગશ હતી કે, એમણે એ કામમાં પિતાની જિંદગી તરફ કદી જોયું જ નથી. આ પ્રસંગે મહારાજને લાગ્યું કે એમની જિંદગીને પૂરેપુરું જોખમ છે. આ મુલાકાત વખતે એ ઝડપાઈ પણ જાય એવું એમનું માનવું હતું. પિતાની જિંદગી સોએ સે ટકા જોખમમાં છે, એવી ખાતરી થયાથી મહારાજે પોતાના ગાઠિયાઓ સાથે આખરની વાત કરવાનો વિચાર કર્યો. ન કરે નારાયણ અને જે પોતે ખાનના ભંગ થઈ પડે તે ભવિષ્યમાં શું કરવું, તે કહેવા તથા હિંદુત્વ રક્ષણ માટે હિંદુ રાજય સ્થાપવાની યોજના ઢીલી ન પડે તે માટે ઘટિત સૂચનાઓ આપવા મહારાજાએ પોતાના સાથી સરદારોને ભેગા કર્યા. પિતાના વિશ્વાસુ, સ્નેહી અને સરદારને તથા અમલદારોને મહારાજાએ આખરના સંદેશા આપ્યા. સર્વેની આંખ ભીની થઈ. મહારાજે બધાંને હિંમત આપી અને જણાવ્યું કે હિંદુત્વને જ્યાં પ્રશ્ન હોય ત્યાં જિંદગીના સવાલને વધારે મહત્ત્વ ન અપાય. પછી મેરોપંત પેશ્વા, અણાજી દત્તો, સુરનીસ દત્ત, બાબાજી આવછ ચિટણીસ, રાવજી સોમનાથ, ગંગાજી મંગાજી, રઘુનાથ બલામ કરડે, શિવું પાપે, કૃષ્ણજી નાયક, સુભાનજી નાયક, ગેમાજી નાયક, પનસંબળ હવાલદાર, ટીંબક ભાસ્કર વગેરે વિશ્વાસુ માણસોને ભેગા કરીને મહારાજે આખરને વિચાર કર્યો (શ્રી રાવછત્રપતિ માન પા. ૧૩૦). ૨. મહારાજ અને મુત્સદ્દીઓને નિર્ધાર. ભેગા મળેલા સર્વેએ મસલત કરી અને જણાવ્યું -“મહારાજ જે રસ્તો બતાવશે તે રસ્તે અમો બધા ગમે તેવું જોખમ ખેડીને પણ જઈશું. મહારાજને ચરણે અમોએ અમારું સર્વસ્વ અર્પણ કર્યું છે. હવે આ અમારી જાતનો ઉપયોગ મહારાજની નજરમાં આવે તે કરો. હવે અમે અમારી જિંદગીના માલીક નથી. અમારે માલીક તે મહારાજ છે. મહારાજ જે ફરમાન કાઢે તે અમલમાં મૂકવા અમો તૈયાર છીએ.” પિતાના સાથી, સ્નેહી, સરદાર, અમલદાર વગેરેને આ નિર્ધાર જોઈ મહારાજને અતિ આનંદ થયો. ભેગા મળેલાઓએ વધારામાં જણાવ્યું કે “ સંકટને આફત તે એકથી એક વધારે ભારે આવશે. અડચણાના વરસાદ વરસશે. પણ એ સર્વે બાબતોને પૂરેપુરો વિચાર જુદી જુદી દૃષ્ટિથી કર્યા પછી અમને લાગે છે અને અમારું હૃદય પકારી પોકારીને અમને કહે છે કે જયે તે મહારાજનો જ છે. અમારું અંતઃકરણ ઊછળી ઊછળીને કહે છે કે હિંદુધર્મને ઉદ્ધાર તે શિવાજી મહારાજને હાથે જ થશે અને હિંદુ ધર્મના તારણહાર તરીકે શિવાજી મહારાજની કીર્તિ જગતમાં ગવાશે. મહારાજનું નામ પ્રાતઃસ્મરણીય થઈ પડશે. શ્રી. ભવાનીની કૃપા છે એટલે દુશ્મન કટિ કાળે પણ ફાવવાને નથી.” પછી મહારાજે બધાની સલાહથી માતા જીજાબાઈ અને રાજપુત્ર સંભાજીને ગઢ ઉપર જ રાખવાનું નક્કી કર્યું અને એમની પાસે જવાબદાર અમલદાર તરીકે પેશ્વા, સુરનીસ તથા ચિટણીસે રહેવું એમ નક્કી કર્યું ( શ્રી શિવછત્રપતિ મહાજન પા. ૧૩૧). પછી મહારાજે ભેગા થયેલા પોતાના વિશ્વાસ માણસને કહ્યું કે “ આપણે તે શિરસાટાને સટ્ટો ખેલીએ છીએ. આપણું વહાણ ભર દરિયામાં નાખ્યું છે. ઈશ્વર આપણું પડખે છે. શ્રી. ભવાનીની કૃપાથી વિજય આપણો છે. વિજયની શંકા પણ ન રાખો. આપણને યશ મળશે એની ખાતરી રાખવી, પણ કદાચિત કમનસીબે અવળું થાય, પરિણામ માડું આવે તે બહાદુર ! તમે જરાપણ હિંમત હારતા નહિ. હિંદુત્વના રક્ષણ માટે હિંદુ રાજ્ય સ્થાપવાની આપણી પ્રતિજ્ઞા છે. વ્યક્તિને મહત્ત્વ ન આપે. સિદ્ધાંત મહત્ત્વ છે. હિંદુ રાજય સ્થાપવા માટે આપણે તે યજ્ઞ આરંભ્ય છે. બત્રીસલક્ષણોની આહુતિઓ એમાં અપાશે. તમારી માનીતી મૂર્તિઓ–અક્તિઓ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy