SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર સામે પિતાની અડચણો અને ખરી સ્થિતિને ચિતાર દેરી, એમનામાંથી ઝરતે વનષ વ્યવસ્થિત કરી, એમને વહેવાર બનાવવાનો પ્રયત્ન કરો. સિંહાજીએ શિવાજી રાજાને બોલાવ્યા અને જીજાબાઈની સમક્ષ કહ્યું “શિવબા ! તને મેં બિજાપુર બેલાવ્યો ત્યારે તને રાજદ્વારી બાબતે સમજાવી, તેમાં તને નિપુણ બનાવવાની મને ભારે આશાઓ હતી; એ આશાઓ ઉપર મેં ઘણી ઈમારતે બાંધી હતી; આજે મારી એ આશાઓ તૂટવા લાગી છે. મેં જે સંપત્તિ મેળવી છે તે સાચવી તેમાં ડહાપણથી વધારે કરી ભોંસલે કુળનું નામ તું તારીશ એવી મારી ખાત્રી હતી. તારા ઉપર તે મેં ઘણીયે મદાર બાંધી હતી. તારું વર્તન મને બહુ નાસીપાસ કરે છે. હું તને આ બધું કહું છું, તેથી એકદમ તેજ બનીને મિજાજ બેવાની જરૂર નથી. તું હજુ નાદાન છે. તને દુનિયાને અનુભવ નથી. તારા દૂધિયા દાંત હજી પડ્યો નથી. કેટલી વીસેએ સે થાય છે તેની હજુ તને ખબર નથી, એટલે તારા વર્તનમાં ઉદ્ધતપણે વારંવાર દેખાઈ આવે છે. શિવબા ! તારી ઉંમરના પ્રમાણમાં તારું ડહાપણ, તારી શક્તિતારી ચપળતા, તારું શૌર્ય વગેરે જોઈ મને બહુ આનંદ થાય છે પણ તું બીલકુલ વહેવારુ નથી, તેથી તારે હાથે ઘણાં ઉછુંખલ કૃત્ય બને છે. તારી બુદ્ધિને વિકાસ જોઈ સંતોષ થાય છે. તારે તીખો સ્વભાવ મને બહુ દુખ દે છે. તારામાં આત્મમાનની લાગણી અને હિંદુત્વનું અભિમાન બહુ તીવ્ર છે. એથી આનંદ થાય છે, પણ સમય સમજીને તને વર્તન કરતાં નથી આવડતું, તેથી ઘણી આફતે તું હાથે કરીને ઊભી કરે છે. તારામાં હાજરજવાબીપણું અને સમયસૂચકતા એ બે ગુણે ખૂબ વિકાસ પામ્યા છે, પણ તું વહેવારુ નથી તેથી એ સદ્દગુણેનો દુરુપયોગ થવાનો સંભવ છે. બાદશાહ સલામતને કુર્નિશ કરવાની તેં ના પાડી અને તે માટે તે એટલી બધી હઠ પકડી કે આખર સુધી તે બાદશાહને કુર્નિશ ન જ કરી. આવી નાની નાની બાબતમાં તું હઠીલો બને એ તારા જેવા બુદ્ધિશાળી છોકરાને ન શોભે. બાદશાહતમાં રહેવું હોય અને એની સેવા કરીને જાગીર અને વૈભવ ભોગવવાં હોય તે આવું અભિમાન અને આવો જુસ્સો નહિ ચાલે. યવનોના રાજ્યમાં જેણે નભવું હોય તેણે તે જુસ્સા અને અભિમાનનું પોટલું બાંધીને જ રાખવું. તારા જેવું અભિમાન અમે રાખ્યું હોત તે આજે તમને ઊભા રહેવાની જગ્યા નહોતા. યવન દરબારમાં. યવન સત્તામાં, યવન રાજ્યમાં ઊંચા દરજ પામે હોય તે કેટલીક વખતે અપમાન ગળવાં પણ પડે. નિઝામશાહીમાં મારે જે સંકટ સહન કરવાં પડવ્યાં છે તેની તને કલ્પના પણ નહિ આવે. મેં અનેક સંકટ વેઠવ્યાં છે અને ઘણાં અપમાને સહન કર્યો છે. સમય સમજીને હું બધું ગળી ગયે ત્યારે આ સ્થિતિ હું પામ્યો છું. મારા દાખલ નજર સામે રાખીને તું વખત જોઈને વર્તન કરનારો થઈ જઈશ તે મને ખાત્રી છે કે તું બહુ ઊંચો હો પામીશ, તારામાં ઘણા સદ્દગુણો આ ઉંમરમાં જ ઝળકી ઊડ્યા છે. તું જક મૂકી દઈને સમજુ બની જાય તે તારું ભવિષ્ય બહુ ઊજળું છે. તારા દાદાએ મને તાલીમ આપી તૈયાર કર્યો. મારામાં હિંદુત્વને જુસ્સે થેડે છે એમ જરા પણ ન માનતે, પણ વાતાવરણ પ્રતિકુળ હોય તે એ જુસ્સો આત્મઘાતક નીવડે છે, એ વાત મારા મગજમાં બરોબર અનુભવથી ઠસી ગઈ. તેથી જ હું મારી લાગણી દાબીને બેઠો છું અને આ દરજજે ચડ્યો છું. હિંદુત્વ ઉદ્ધારનું કામ એકલદોકલને જુસ્સાથી નહિ બને. એને માટે અનુકૂળ સંજોગ અને હિંદુઓમાં હિંદુત્વનો જુસ્સો પેદા કરવાની જરૂર છે. તારા વિચારો ઝીલવા માટે સર્વસ્વ ઉપર જળ મૂકનાર ઘણા જવાનોની જરૂર છે. એ હાલના સંજોગોમાં સંભવિત નથી. માટે મગજમાં ખોટી રાઈ રાખી તારા ઉજળા ભવિષ્યને નાશ તારા હાથે તું ન કરતે. તારા વર્તનમાં તું ઘેડે ઘણે ફેરફાર કરે તે મારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. જે તું તારે જુસ્સો કબજે રાખવાની ટેવ પાડે તે તારા જેવો ભાગ્યશાળી કાઈ નથી એ નક્કી માનજે. કસાઈને ગોવધ કરતે દેખીને તું તેના ઉપર તૂટી પડે એ શું? તારું આવું વર્તન શી રીતે નભે? તારે આવા દેખાવો સહન કરતાં શીખવું જોઈએ. ગાયની કતલ કરનાર કસાઈને તું વધ કરે એ તારે મિજાજ ઝાઝા દિવસ ને નભાવી લેવાય. તારાં આવાં કૃત્યથી તું જાતે ખરાબ થઈશ, મને ખરાબ કરીશ અને મેં મેળવેલી સંપત્તિની પણ તારા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy