SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] છે. શિવાજી ચરિત્ર આદતને અખતરો પણ અજમાવવામાં આવ્યા પણ બધું મિથ્યા. કસાઈ હઠ ઉપર ચડ્યો હતે. એણે કેઈનું માન્યું નહિ અને કતલ કરવા માટે ગાયને ભય ઉપર પાડી. શિવાજી રાજા તથા તેમના સ્નેહી તે રસ્તે થઈને જતા હતા. તેઓ આ ધમાલ જોઈ ત્યાં આવી પહોંચ્યા. ગાયને નીચે પાડી એના ઉપર છરો ચલાવવા માટે કસાઈએ હાથ ઊંચો કર્યો કે તરત જ શિવાજી રાજાએ પોતાની કમરે લટકતી તલવાર ખેંચી એ કસાઈના હાથ ઉપર ઝટકા મારી હાથને ઉડાવી દીધે, આ ઝખમથી કસાઈ મરણ પામે. ખાટકીની બૈરી બાદશાહ પાસે ફરિયાદ લઈને ગઈ પણ શિવાજી રાજાના આ કૃત્યના સંબંધમાં બાદશાહે તે બાઈને કહ્યું કે મારા ફરમાનને તારા ધણુએ ભંગ કર્યો અને તેને વધ શિવાજીએ કર્યો એ યોગ્ય જ કર્યું છે. ગોવધબંધીના બાદશાહના ફરમાનથી કસાઈને માર મારીને તેના છરાના ઝટકામાંથી શિવાજી રાજાએ ગાયને બચાવી એ કલ્યથી અને બીજાપુરમાં કસાઈ ગાયની કતલ કરવા માટે તેના ઉપર છરાનો ઝટકે કરવા જતો હતો તેવામાં જ શિવાજી રાજાએ એ ખાટકીનો વધ કર્યો તેથી બીજાપુરના મુસલમાન બહુ જ નારાજ થયા હતા. સિંહાએ બિજાપુરનું મુસલમાન વાતાવરણ ગરમ થયેલું જોયું. મુસલમાન પ્રજાની લાગણી સિંહાજી પ્રત્યે તીખી થયેલી સિંહાએ સાંભળી. સિંહાને ખોબે બાદશાહ પાણી પીએ છે અને સિંહાજી જ બાદશાહને આડે રસ્તે દેરવે છે એવી વાતે મુસલમાન લેકમાં ચાલી રહી. “સિંહજીને છોકરે બહુ ફાવ્યો છે. બાદશાહને કુર્નિશ પણ નથી કરતો?” “સિંહજીને ચડાવવાથી અને આડી અવળી ભંભેરણીથી બાદશાહે ગોવધનું ફરમાન કાઢયું છે;” “મુસલમાન બાદશાહ પાસે આવું ફરમાન કઢાવવાથી સિંહા બહુ મગરૂર થઈ ગયો છે?” “મુસલમાન પ્રજાને હેરાન કરનારા કેટલાક હુકમો બાદશાહ પાસે કઢાવવાને સિંહાજી ઘાટ ઘડી રહ્યો છે;” “સિંહજીના મગજમાં પવન બહુ ભરાય છે. મુસલમાની સત્તામાં એક હિંદુ મગજમાં રાઈ રાખી પિતાનું ધાર્યું કરી જાય એ સારું નથી; “કતલખાનું ગામ બહાર કઢાવી લેકને એ હેરાન કરવા બેઠે છે;” “એને છોકરે તે વળી ધોળે દહાડે લેકાનાં ખૂન કરે છે તેને દરબારમાં એની દાદકે ફરિયાદ ચાલતી જ નથી;” “બિજાપુરમાં રાજ્ય સિંહાજીનું ચાલે છે કે બાદશાહ સલામતનું તેની અમને ખબર જ પડતી નથી;” “એના પેલા કપુતે આજે ખાટકીનું ખૂન કર્યું અને એને એમને એમ ફાવવા દઈએ તો કાલે એ વળી બીજા કેઈનું ખૂન કરશે?” “આ હિંદુ સરદારે તે બિજાપુરમાં ભારે ત્રાસ વર્તાવવા માંડ્યો છે.” વગેરે વગેરે વાતો મુસલમાન લત્તામાં, મુસલમાન વસ્તિમાં, મુસલમાનોની જમાતમાં, મેળાવડામાં, મિજલસમાં થવા લાગી. આવી આવી વાત ફેલાયાથી મુસલમાનોની લાગણી સિંહાજી તરફ કડવી થઈ હતી. લોકવાયકાઓ, નગરચર્ચાના હેવાલ તથા લેકમાં બેલાતી વાતો સિંહાજીને કાને આવી. સિંહાજી વિમાસણમાં પડ્યો. આ બધી વાત મુરારપંતના જાણવામાં પણ આવી. સિંહાજીને લાગ્યું કે હવે શિવાજી રાજાને વાર્યા વગર છૂટકે જ નથી. સંસાર સુખને લહાવો લેવા માટે બિજાપુર બેલાવ્યા, પણ શિવાજી રાજાનાં કૃત્ય જોતાં, સિંહાજીને પેટ ચોળીને ઉપાધિ ઊભી કર્યા જેવું લાગ્યું. પિતા પુત્રને સુધારવા માટે એના ઉપર સખત થાય પણ શિવાજી રાજામાં કોઈ પણ જાતને દુર્ગણ નહતું એટલે સિંહાજી એમના ઉપર સખતાઈ પણ શી રીતે કરે ? શિવાજી મહારાજ જે કહેતા તે તદ્દન ખરું હતું એની સિંહાને ખાત્રી થઈ ગઈ હતી, પણ શિવાજી મહારાજ જે કહી રહ્યા છે તે કહેવા માટે તે પ્રકટ કરવા રહ્યા છે તે કહેવા માટે, તે પ્રકટ કરવા માટે સમય અનુકળ નહતો એમ સિંહાઇને લાગ્યું હતું. છોકરો બહુ તેજ અને જુસ્સાવાળો હતો. એને કેવી રીતે સમજાવે અને એને શું કહીને ઠેકાણે આણે એની જ સિંહાજીને સૂઝ પડતી નહતી. સિંહાને લાગ્યા જ કરતું કે શિવાજી રાજા સદ્દગુણી અને શૂરવીર છે, પણ બીલકુલ વહેવાર તે નથી જ. આખરે સિંહજીએ વિચાર કર્યો કે શિવાજી રાજાને ફરીથી હાલના સંજોગો પૂરેપુરા સમજાવી, એમની નજર 12 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy