SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૬ ] છે. શિવાજી ચરિત્ર આવા વર્તનથી ધૂળધાણી થઈ જશે. તારા આવા વર્તનથી મારે આ બાદશાહત મૂકી દેવી પડશે. મને સંતોષ અને આનંદ આપવાને બદલે તેં તે મારી સ્થિતિ બહુ જ કફોડી કરી નાખી છે. આ દરબારમાં કેટલાક વજનદાર સરદારે અને અમલદારો મારા ખાસ અંગત સ્નેહીઓ છે અને મારે સિતારો પાધરે છે એટલે ઠીક છે નહિ તે આજે તારાં અવિચારી કોને પરિણામે મારે અત્રેથી નાસી જ જવું પડયું હોત. આ દરબારમાં કેટલાક મુસલમાન સરદારો માટે બહુ જ તેજેઠેષ કરે છે પણ મેં મારો પગ મારી તલવારના જોરથી દરબારમાં જમાવ્યો છે એટલે મારી સામે કાવત્રાં કરીને પણ મને ખસેડી શકતા નથી. મારી વિરુદ્ધ બાદશાહ સલામતને ભંભેરવાનું કામ પણ કેટલાક સરદારો કરી રહ્યા છે. શિવબા ! આખા ભરતખંડમાં યવન જેર જામ્યું છે તે તારા જેવા એકલશૂરા શું કરી શકવાના છે? તારા એકલાના જુસ્સાથી યવનજેર તૂટવાનું તે નથી જ પણ તારો એકલાનો કવખતનો જાસે તારો જ નાશ કરશે. તારા નાશની સાથે મારે પણ નાશ થશે એ તું જાણે છે ? યવનનાં દુષ્ક પ્રકટ કરી તેમને સજા કરવાને આપણો સમય નથી, તે તું કેમ ભૂલે છે? આજે કાળ આપણું માટે અનુકૂળ નથી. સમય સમયનું કામ કર્યા જશે. અમને પણ હિંદુત્વ માટે નહિ લાગતું હોય ? ઘણુંયે પણ કરીએ શું ? જે હિંદુઓને માટે આપણે જાન જોખમમાં નાખીએ છીએ તે હિંદુઓને કંઈ પડી જ નથી. હિંદુઓ તે કુહાડીના હાથા બનવામાં જ શરા છે. હિંદુત્વને જુસ્સો હજુ હિંદુઓમાં પ્રગટ નથી. “હું હિંદુ છું,” “હિંદુત્વ માટે પ્રાણ પાથરવા તૈયાર છું.એ લગની હિંદુઓને નથી લાગી ત્યાં સુધી તારા જેવા દુનિયાના બીન અનુભવી એકલદોકલ માથું ઉંચકશે તો જરૂર શેકાઈ જશે. હજુ તારા મોંમાં દૂધિયા દાંત છે, તે દુનિયાને નથી પારખી, હજુ કેટલી વીશે સે થાય છે તે તું નથી જાણુ. પ્રતિકૂળ સંજોગોમાં જુસ્સો બતાવી, તું યવન રેષની અંગાર તારે માટે પેદા કરીશ. તું એમાં ઝડપાઈ જઈશ અને એ ઝાળમાં અમને પણ ઝડપીશ. શિવબા ! આ બધી વાતોને તું પૂરેપુરો વિચાર કર. તારા જેવા બુદ્ધિશાળીને વધારે કહેવાનું ન હોય. જરા ડાહ્યો થા. નાની ઉમરમાં જ તે તારી ચતુરાઈ અને ચાલાકી બતાવી તેથી હું બહુ રાજી થયે છું, મને સંતોષ થયો છે. શિવબા ! તને કહેવાનું બધું મેં કહી નાખ્યું. હવે તું તારું વર્તન સુધાર. હિંદુત્વ માટે તારે જુસ્સો, હિંદુત્વ માટેનું તારું અભિમાન તું તારા મગજમાં અને હૈયામાં ભરી રાખજે. વખત આવે તેનો ઉપગ કરજે, પણ એ બધું કરવા માટે આ વખત નથી. સમય પારખીને વર્તન કરવાનું ડહાપણ તારામાં આવશે તો જ તું સુખી થઈશ. બેટા ! હું તને હવે કઈ રીતે સમજાવું ? જે કહ્યું તેના ઉપર ઊંડો વિચાર કર અને ડાહ્યો થઈ જા. અમે તે તને તારા ભલાનું કહીએ છીએ. શિખામણ કડવી લાગશે પણ કડવી દવા તો માબાપે પિતાના વહાલા ફરજંદને પાવાને ધર્મ છે. જે માબાપ પિતાના પુત્ર કે પુત્રીના હિતમાં જરૂર પડે તેને કડવી શિખામણ આપતાં કચવાય છે, પાછી પાની કરે છે તે માબાપ મટીને બિચારા બાળકના દુર કામ કરે છે. અમે તે દુનિયાદારીમાં ખૂબ ઠોકરો ખાઈને પાકા થયા છીએ અને અનુભવની વાત તારી આગળ મુકી છે.” સિંહાજીનું ઉપર પ્રમાણેનું બોલવું શિવાજી રાજાએ બહુ શાંત ચિત્તે સાંભળી લીધું અને કઈ પણ ઉત્તર આપ્યા સિવાય શિવાજી રાજાએ પિતાની રજા લીધી. શિવાજી રાજા ગયા પછી સિંહાએ જીજાબાઈને કહ્યું -“ શિવબાને તું શાંત ચિત્તે બધી વાત સમજાવ. નિઝામશાહીમાં અને આજ સુધી ડગલે ડગલે મારે કેટલાં અને કેવા પ્રકારનાં સંકટો સહન કરવાં પડ્યાં છે અને સમય જોઈને મનમાં નહિ હોવા છતાં કેટલીયે ફેરા નમતું આપવું પડયું છે એ તું ક્યાં નથી જાણતી ? છોકરાને સંર તાલીમ આપી તે તૈયાર કર્યો છે પણ એના આ સંબંધના જક્કી સ્વભાવને લીધે એના સઘળા સદગુણે ઉપર એ પાણી ફેરવે છે. મારા કહેવાથી એને માઠું તે લાગ્યું હશે. આજે મારે એને બહુ કડવા ઘૂંટડા પાવા પડ્યા છે. તું એને જરા ઠંડો પાડજે અને જમાનો જોઈ વિચારીને વર્તવામાં જ ડહાપણ છે એ વાત એને ગળે ઉતારજે. દીર્ધદષ્ટિ અને ડહાપણ વગરને જુસ્સો આત્મઘાતક નીવડે છે એની એને ખાત્રી કરી આપજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy