SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રકરણ ૫ મું ]. છે. શિવાજી ચરિત્ર ૫ ધાવજોરે મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને દૂધ, રશે નહિ રણઘેલૂડા ! ખાવા મૂઠી ધાનની વેળા. પેરી ઓઢી લેજો પાતળા રે! પીળાં લાલ પીરોજી ચીર, કાયા તારી લેહમાં નાશે, ઢાંકણ તે દિ' ઢાલનું થાશે. ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી, ફેરવી લેજો આજ, તે દિ તારે હાથે રેવાની, રાતી બંબોળ ભવાની. લાલ કંકુ કેરા ચાંદલાને, ભાલે તાણજો કેસર-આશ્ર. તે દિ' તે સીંદૂરીઆ થાપા, છાતી માથે ઝીલવા બાપા ! માતપિતા ચોડે ચૂમીઓ રે બાળા! ઝીલજો બેવડ ગાલ ! તે દિ તારાં મોઢડાં માથે. ધૂંવાધાર તોપ મંડાશે. આજ માતાજીની ગોદમાં રે તુંને, હંફ આવે આઠ પર. તે દિ કાળી મેઘલી રાતે, વાયુ ટાઢા મોતના વાશે. આજ માતા દેતી પાથરી રે, આજ માતાજીને બળલે રે, કુણાં કુલડાં કેરી સેજ. તારાં માથડાં ઝોલે જાય. તે દિ તારી વીર–પથારી, તે દિ તારે ઓશીકાં, પાથરશે વીશ ભૂજાળી. મેલાશે તીર - બંધૂકાં. ૧૨ સૂઈ લેજે મારા કેસરી રે! તારી હિન્દવાણું જોવે વાટ, જાગી વે'લો આવ બાપૂડા! માને હાથ ભેટ બંધાવા. જાગી વેલે આવજે વીરા ! ટીલું માના લેહીનું લેવા ! શિવાજીને નીંદરું ના માતા જીજીબાઈ ઝૂલાવે, બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. એક આદર્શ માતાને શોભે એવી રીતે જીજાબાઈએ શિવાજીને ઉછેર્યો અને ભણાવવા લાયક ઉંમરને થયો ત્યારે તેના શિક્ષણ પ્રત્યે પણ જીજાબાઈ તથા દાદાજી કેન્ડદેવે પૂરતી કાળજી રાખી હતી. બાળક જ્યારે ભણવાની ઉંમરનું થાય છે ત્યારે તેની સાથે રમવા માટે અને ભણવા માટે એને ગઠિયાઓની જરૂર હોય છે. કમનસીબે શિવાજીને ઘરમાં નાને માટે ભાઈ, પિતરાઈ કે મામાનો છોકરો કે એવું બીજું કઈ ન હતું. બાળકમાં અનેક ગુણોના વિકાસ માટે ગઠિયાઓની સબતની એને ખાસ આવશ્યક્તા હોય છે એ જીજાબાઈ તથા દાદાજી જાણતા હતા. બચપણમાં ગોઠિયા વગર છોકરે મૂછ બને છે અને સબત અને સંગતથી મળતા અનેક લાભ એ ખુએ છે. દાદાજી કેન્ડદેવે દીર્ધદષ્ટિ દેડાવી શિવાજીને માટે ગઠિયાઓની ગોઠવણ કરી. શિવાજીના નાનપણના ગેઠિયા કાંકણુના ઉમરાઠે ગામના મુખીના દીકરા તાનાજી માલુસરે, મુસે આમના દેશમુખના દીકરા બાજી ફસલકર, સૈવાદ્રિ પર્વતની નજીકના એક ગામના નાના જમીનદારના દીકરા યેસાજી કંગ વગેરે હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy