SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું શિવાજી અને તેના ગઠિયાઓને તે જમાનાની લશ્કરી તાલીમ આપવાને પૂરેપુરો પ્રબંધ કર્યો હતા. ઘોડા ઉપર બેસવું, તીર મારવાં, તલવારના પટા ફેરવવા, ગોફણ ફેંકવી, કટાર જમૈયો વાપર ભાલા બરછીને ઉપયોગ કરવો વગેરે બાબતની મહાન દ્ધાને જરૂરની લશ્કરી તાલીમ શિવાજી અને તેમના ગઠિયાઓને આપવામાં આવી હતી. પિતે લશ્કરી બાબતમાં જે જે જાણતા હતા તે તેમણે શિવાજી અને તેના ગોઠિયાઓને શીખવ્યું અને બીજી વધારાની તાલીમ આપવા માટે પગારદાર શિક્ષકોની પણ ગોઠવણ કરી હતી. લશ્કરી તાલીમ માટે દક્ષિણના પર્વત અને પહાડે, ડુંગરીઓ તથા તેના નાના મોટા છૂપા તથા પગદંડી રસ્તાઓ વગેરે જાણવાની લશ્કરી અમલદારને ખાસ જરૂર હોય છે એ દાદાજી કેન્ડદેવને અનુભવ હતું તેથી દાદાજીએ શિવાજી અને તેના ગઠિયાઓને પહાડ અને ખીણોની ખૂબ સફર કરાવી. દાદાજીએ શિવાજીને રહેવા માટે પૂનામાં એક મોટું મકાન બંધાવ્યું હતું જે “રાજમહાલ' ને નામે ઓળખાતું. પૂનામાં શનિવારવાડામાં હાલમાં જ્યાં ખંડેર ઊભું છે તેની પૂર્વે જ્યાં હાલમાં મ્યુનિસિપાલિટનો નાનો બગીચો આવેલા છે તે ઠેકાણે એ મકાન હતું. જુના જમાનામાં સાંજના વાળ પૂછી બચ્ચાંઓને લઈને મોટેરાઓ બેસતા અને તેમને ગમે એવી મીઠી મીઠી ભાષામાં નાની નાની વાતો મોટેરાઓ કરતાં અને વાતો દ્વારા બાળકને એની જિંદગીમાં ઉપયોગી થઈ પડે એવું જ્ઞાન અપાતું. એ જૂના જમાનાની પદ્ધતિ મુજબ દાદાજી શિવાજી અને તેના ગોઠિયાઓને પિતાને ઘેર એટલે રાજમહાલમાં” ભેગા કરતો અને તેમને જ્ઞાનદેવના ઉપદેશ અને રામાયણ મહાભારતની, હનુમાનના પરાક્રમની અને ભીમના બળની વાત કરતા. આ ચુનંદા અને ચાલાક બાળકને આ વાત સાંભળવાની બહુ મઝા પડતી. બાળકને જુદી જુદી બાબતો જાણવાની મળે માટે એક દિવસ ભીમના બળની તે બીજે દિવસે અનના બાણ કૌશલ્યની, તે ત્રીજે દિવસે યુધિષ્ઠિરના ધૈર્યની તે ચોથે દિવસે ભીષ્મના મકમપણાની તો પાંચમે દિવસે ભગીરથના ખંતની તે કઈ દિવસે કૃષ્ણની યુદ્ધ નીતિની વાત સંભળાવતા, તે કઈ રાત્રે વળી દુર્યોધનના નાશનું ખ્યાન પણ કરતા. આવી વાતે રોજ કહેવાથી વખતે બાળકને કંટાળો ન આવી જાય માટે કોઈ દિવસે સંસ્કૃત શ્લોક પણ છોકરાઓને સંભળાવતા અને મોઢે કરીને બોલાવતા. ફુરસદની વખતે જીજાબાઈ પણ શિવાજી અને તેના ગોઠિયાઓને જાની જાની સાંભળેલી વાતો સંભળાવતી. જીજાબાઈ શિવાજીને પિતાના પૂર્વજોના પરાક્રમની તેમને મુસલમાનાએ કેવાં દુખ દીધાં તેની, દેશમાં હિંદુઓને કેવું વીતે છે તેની નાની નાની વાત કહેતી. આવી આવી વાતો સાંભળીને છોકરાઓમાં ઉમંગ અને ઉત્સાહ ઉભરાતાં. ઘરના ચોગાનમાં કે આંગણામાં ચાંદરણામાં કે શિયાળાની મોસમમાં, તાપણી કે સઘડીની આજુબાજુએ બેસીને બાળકને વાતે દ્વારા જ્ઞાન સહેલાઈથી આપી શકાય છે. હિંદમાં હિંદુત્વ ઉપર હુમલા કરનારને સામને કરી હિંદુ ધર્મની સાચી સેવા શિરસાટે જેમણે એ જમાનામાં કરી તે શ્રી શિવાજી, તાનાજી, બાજી ફસલકર, યેસાજીકંગ વગેરેના જીવન ઘડવામાં બચપણમાંજ ઐતિહાસીક વાતો દ્વારા જ્ઞાન આપવાની પદ્ધતિ મદદરૂપ નીવડી હતી. શિવાજીને લશ્કરી તાલીમ પૂરેપુરી મળી હતી. તે જમાનામાં જરૂર જેટલું અક્ષરજ્ઞાન પણ શિવાજીને કહ્યું હતું. લશ્કરી શિક્ષણમાં શિવાજી એક્કો હતો અને લખતાં વાંચતાં પણ એને સારું આવડતું હતું. કેટલાક ઇતિહાસકારે જણાવે છે કે શિવાજીને લખતાં વાંચતાં તો બીલકુલ આવડતું જ ન હતું. એ તે કાળા અક્ષર કહાડે મારે એ હતો” એવી એવી વાત લેકામાં કેટલાક ઇતિહાસના લખનારાઓના લખવાથી ફેલાઈ હતી. પણ અનેક પુરાવાથી એ વાત તદ્દન જુઠી માલુમ પડે છે. શિવાજી સારી રીતે લખી વાંચી જાણતો હતો. શિવકાલીન મળી આવેલા કેટલાક કાગળોને છેડે “પત શ્વાસ ચિદી [પ અTણા ” “ સુજ્ઞને વધારે શું લખવું.” એવા શબ્દો શિવાજીને હાથે લખેલા મળી આવે છે. દાદા કોન્ડદેવે શિવાજીને લખતાં વાંચતાં શીખવ્યું હતું એ ઉલ્લેખ ઘણા બખરકારોએ પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy