SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ બુદ્ધ અને મહાવીર and Iran=ભારત અને ઈરાનમાંથી, ૧૮૯૯, પૃ. ૧૮૧-૧૦૭) પણ આ સંબંધેની હકીકત તારવી કાઢી છે. વળી ગાર્બીએ ( Garbe) પણ એ સંબંધે એના ગ્રંથમાં પૃ. ૫૦-૫૬ ઉપર લખ્યું છે. આપણે એ પણ જાણવું જોઈએ જે પ્રભકની સમાનતા બુદ્ધ અને ક્રાઇસ્ટથી પણ પ્રાચીન છે. પારસી ધર્મના સંસ્થાપક ઝરથુસ્ત્ર, જે બુદ્ધ પૂર્વે બસો વર્ષ ઉપર થઈ ગએલા, તેમની પાસે પણ પ્રલોભક ગએલો. આમ આઠસો વર્ષના અરસામાં એશિયાના ધર્મઇતિહાસમાં પ્રલોભનની ભાવના કામમાં કમ ત્રણ વાર દેખાય છે. પણ આપણને પિતાને જ એક પ્રકારનું પ્રલોભન-સૈકાઓ થયાં ચાલી આવતી એ ભાવના ઉપર વિચાર કરવાનું પ્રલોભનનથી થઈ આવતું ? બરાબર તપાસીએ તો પ્રલોભકને એ ઇતિહાસ બાહ્ય અને આન્તર એમ બે ભાગે વહેંચાયેલો છે. પહેલામાં ધર્મસંસ્થાપકનો સાચો અનભવ હોય છે અને તેમાં અમુક સમયે નિર્બળતાનું જે આક્રમણ થાય છે તેના ઉપર એમણે મેળવેલા વિજયનું ન આવે છે. બીજામાં સંસારના પ્રલોભન ઉપર અમુક ધર્મસંસ્થાપક વિરે જે વિજય પ્રાપ્ત કરેલો તેનું કાવ્યરસિક વર્ણન આવે છે. બીજા પ્રકારનું જે વર્ણન તે સ્વાભાવિક રીતે જ પહેલા પ્રકારના વર્ણન ઉપર એપ ચઢાવીને કરેલું હોય છે. પણ ઝરથુસ્ત્રના પ્રસંગની પેઠે, જ્યાં પ્રભકના ઇતિહાસનો માત્ર બાહ્ય ભાગ જ હોય છે, ત્યાં માનસિક અનુભવને આધારે રચાએલો છે કે કેમ તેને નિર્ણય આપણે કરી શક્તા નથી. ઝરથુસ્ત્રના ધર્મમાં અસુરાત્મા-અંધકારને આત્મા–અંચ મિન્યુ (અહિમન) સુરાત્મા-પ્રકાશના આત્મા-અહુર મઝદ (ઍરમદ) સાથે જુદ્ધ કરે છે અને સ્વાભાવિક રીતે જ આ જુદ્ધ સુરાત્માના પયગંબર-ઝરથુસ્ત્ર સામે પણ થાય છે. અસુરાત્મા હવે દૂર ઉત્તરમાંથી નિકળી આવે છે અને પયગંબરનો ઘાત કરવાને માટે એક રાક્ષસને મોકલે છે. પણ ઝરથુસ્ત્રના ઓજસને અને એમના પવિત્ર શબ્દને લીધે એ રાક્ષસને નાશી જવું પડે છે. ત્યારે હવે અગ્ર મૈન્યુ પિતે આવે છે અને ઝાયુસ્ત્રને કહે છે“સુરાત્માને અનાદર કર; તે પછી પૃથ્વી ઉપર હજાર વર્ષ રાજ્ય કરવા પામશે.” પણ ઝરથુસ્ત્ર અંગ્ર મૈન્યુની વાત સ્વીકારતા નથી અને સામે ઉત્તર દે છેઃ “ના, ગમે તો મારા દેહને, જીવનનો અને આત્માને પણ વિનાશ થાય તેવે સુરાત્માનો અનાદર નહિ કરું!” આટલે જ પુરૂં થાય છે. આ કથા ઝરસ્ત્રની આજુબાજુના પ્રસંગે ઉપરથી ઉપજાવી કાઢી લેય એમ ધારી લેવાય. અથવા તો એમ પણ માની લેવાય જે ઝરણુએ સુરાત્માઓ સાથેના પિતાના સમાગમ વિષે જેમ ઘણી વાતો કહી છે તેમ અાત્મા સાથેના સમો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy