SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અને પ્રલોભક ૫૧ ગમ વિષેની વાતો પણ કહી હોય અને બાઇબલના જુના કરારમાં મેઝીઝના સંબંધમાં જેમ વર્ણવ્યું છે તેમ-એકાન્તમાં પર્વત ઉપર થએલા પિતાના સમાગમનું વર્ણન એમણે પિતાના ઉપદેશમાં કર્યું હોય. પણ પ્રલોભનના બૌદ્ધ સાહિત્યમાં તે કેવળ જુદા જ પ્રકાર છે. એમાં તે બાહ્ય અને આન્સર બંને પ્રકારના ઇતિહાસ છે, અને આતર પ્રકારને ઇતિહાસ ખાસ કરીને વધારે પ્રાચીન છે, તેથી બીજે પ્રક્ષિપ્ત ભાગ રૂપે જુદો પડે છે. પણ મહત્વની વાત તે એ છે જે આ બધા બૌદ્ધ ઇતિહાસે એક જ મૂળકથામાંથી જુદાં જુદાં સ્વરૂપ ધારણ કરેલાં છે અને એ હિસાબે બુદ્ધ જ્યારે બોધ તો પામ્યા હતા પણ પોતાના પ્રચારક્રમમાં હજી સ્થિર થયા ન હતા તે સમયે પ્રલોભકે એમની પાસે આવીને એમને શંકામાં નાખવાના પ્રયત્નો આદર્યા-અને વળી એવી જ બીજી મૂળાકથા પ્રમાણે તે જ સમયે જગલ્પિતા બ્રહ્મન બુદ્ધ પાસે આવ્યા અને એમને પ્રોત્સાહન આપ્યું. બંને કથાઓને અંત સારી રીતે ઉતાર્યો છેઃ પહેલી કથામાં બુદ્ધ પ્રલોભક ઉપર વિજય મેળવે છે, અને બીજીમાં બુદ્ધ જગસ્પિતાની વાતને સ્વીકાર કરે છે. અને આમ આમાંની એક કથા વધારે પડતી છે (ઓલ્ટનબર્ગના “બુદ્ધ” પૃ. ૧૭૫ અનુસાર); પણ પ્રલોભકે શરૂઆતમાં આણેલી નિર્બળતાને કારણે કંઇક અંશે અને પછી જગત્મિતાએ આપેલા છેવટના પ્રોત્સાહનને કારણે કંઈક અંશે બુદ્ધ પિતાના પ્રચારક્રમના નિર્ણય ઉપર આવ્યા હતા અને એ વાત પિતાના શિષ્યોને વર્ણવી બતાવી હતી એમ જે આપણે માનીએ તો, માનસિકભાવે લેતાં એ બંને કથાઓ એક-બીજાને પિષે છે ને પરિપૂર્ણ કરે છે. એ બંને હેતુઓ એક જ કથામાં જોડાયા હતા, તો તે નાટયરસને શોભાવનારી કથા બની જાત. પણ બુદ્ધ પિતાની વિચારમાળા એક જ પ્રસંગે પુરી કરી નાખતા નથી, પણ હમેશાં દરેક વિચારને વારંવાર ફરીફરીને વર્ણવે જાય છે, તેથી એમની આ પ્રણાલીને લીધે એ બે કથાઓ એક કથામાં જોડી શકાઈ નથી. હવે આપણે પ્રલોભકના બે ઇતિહાસમાં અને જગન્ધિતાના ઇતિહાસમાં કંઈક વિગતવાર ઉતરીએ. એટલું કહી દઈએ જે બૌદ્ધ “પ્રભક' ની વિચાર કલ્પનાને ઈતિહાસ ઠેઠ વેદમાંથી ચાલતો આવે છે. મુખે તો મૃત્યુ અને માર એ નામો મરણનાં રૂપક નામ હતાં અને પામન શબ્દનો અર્થ એકવચનમાં હેય તે સામાન્ય રીતે પાપ અને બહુવચનમાં હોય તે વિવિધ પાપ, ખાસ કરીને જીવનનાં પાપ એમ કરવામાં આવતા. સંસાર માત્ર દુઃખ અને મૃત્યુને આણે છે અને એના મોહજાળને કારણે પ્રલોભક છે તેથી બુદ્દે એને માર મૃત્યુ અને પદમનનું તેમ જ માર પર અથવા માર vidયનું રૂપક આપ્યું. આપણે જોઈ ગયા એમ પ્રાચીન સમયમાં પ્રકૃતિની આભાએ અને શક્તિએ ધર્મ કાપનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy