SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 70 | ૭૨ પરમનો સ્પર્શ ૧૪ આપણું અવિનાશી ચિદાકાશ સંત સુરદાસની એક વાત તદ્દન વિરોધી લાગે છે ! એવી કથા મળે છે કે એક વાર પ્રજ્ઞાચલ (બંધ) સંત સુરદાસ કૂવામાં પડી ગયા હતા, ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે હાથ ઝાલીને એમને ઊંડા કૂવામાંથી બહાર કાઢ્યા હતા. એ પછી પોતાનો હાથ છોડીને જતા શ્રીકૃષ્ણને સુરદાસ કહે છે : “તમે ભલે મારો હાય છોડી દો, પણ મારા માં તો તમે કંદ છો.” બીજી બાજુ આવા પરમ પ્રભુભક્ત સુરદાસ “મો સમ કૌન કુટિલ ખલ કામી' એમ પણ કહે છે. એક બાજુ ઈશ્વરપ્રાપ્તિનું સંકલ્પબદ્ધ તેજ હોય અને બીજી બાજુ પોતાની જાતને આટલી બધી નિમ્ન કહેવી, એ બને કેમ ? હકીકતમાં સંત સુરદાસ કે અન્ય ભક્તો પોતાના દોષો, સ્ખલનો અને નિર્બળતાઓનું વર્ણન કરે છે, ત્યારે એની પાછળ એમનો ઈશ્વર પ્રત્યેનો નમ્રાતિનમ્ર ભાવ હોય છે. ઈશ્વરના ગુણસમૃદ્ધ વ્યક્તિત્વના પ્રકાશમાં એ સ્વયંને નિહાળતા હોય છે. મહાત્મા ગાંધીજીએ એમને વિશે પણ સંત સુરદાસની આ પંક્તિ ટાંકી છે, તેની પાછળ ઈશ્વરના ભક્તની પોતાના નાનામાં નાના દોષને વિરાટ રૂપે જોવાની દૃષ્ટિ છે. આજે વ્યક્તિ એની ઓળખ માટે ઓળખપત્ર (આઇડેન્ટિટી કાર્ડ) રાખું છું, વિદેશ પ્રવાસને માટે સાથે પાસપોર્ટ રાખે છે, પરંતુ સાધકને એક આગવી ઓળખ પરમનો સ્પર્શ આપે છે. આ સ્પર્શના અનુભવે સાધકનું પરિવર્તન એટલું ધીરે ધીરે, શાંતપર્ણ અને પૂર્ણ શો થતું હોય છે કે સ્વયં એને પોતાના સતત પલટાતા સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. એની ભીતરમાં પરમના સ્પર્શે શાંત ક્રાંતિ સર્જાતી હોય છે. નરકની યાતનાનાં ડરામણાં અને પાપનાં અતિ કડવાં ફળનાં વર્ણનો સાંભળીને, નિયતિની આસમાની સુલતાની સર્જતી ચિત્રવિચિત્ર લીલા તથા સામાન્ય ભૂલ, પાપ કે ક્ષતિની અસામાન્ય આકરી ઈશ્વરીય સજાનાં વર્ણનો |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy