SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળીને ઈશ્વર જાણે કોઈ કડક અને ચિત્ નિષ્ઠુર ન્યાયાધીશ હોય એવું માની બેસીએ છીએ. મૃત્યુની ભયાનકતા સાથે એનો મેળ બેસાડી દઈએ છીએ અને સંસારની નશ્વરતા અને ભંગુરતા દર્શાવીને પરમાત્માની નિત્યતા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાં ભયપ્રેરિત ભાગેડુવૃત્તિ (escapism) હોય છે. સંસારને નાશવંત જાણીને એમાંથી પલાયન પામવાની ડરામણી વૃત્તિ હોય છે, પરંતુ હકીકત તો એ છે કે પરમ તમારા હૃદયને એનો કોમળ સ્પર્શ કરાવવા માટે અતિ આતુર હોય છે. પરમ એના બે હાથ પહોળા કરીને તમને આલિંગન આપવા ચાહે છે. કારણ કે એની ષ્ટિ અપાર કરણાથી પરિપૂર્ણ છે. જે સમગ્ર વિશ્વ પર કર્ણા વરસાવે તેને તમારા પર પણ અસીમ કરુણા હોય તે સ્વાભાવિક છે. એને માત્ર મિત્ર કે સ્નેહી પ્રત્યે જ પ્રેમ હોય છે, તેવું નથી. એની કરુણા અનુકૂળ પરિચિતોમાં જ સીમિત નથી હોતી, એની કરુણા તો માનવી, પ્રાણી અને પ્રકૃતિ સહુ કોઈ ૫૨, અર્થાત્, સમગ્ર સમષ્ટિ પ્રત્યે વહેતી હોય છે. ભગવાન મહાવીર પર એમના સાડા બાર વર્ષના સાધનાકાળમાં કેટલી બધી આપત્તિઓનો એકધારો વરસાદ વરસ્યો હતો. ગોવાળિયાઓએ એમના કાનમાં કાષ્ટશળ ભોંક્યાં હતાં, તો ફુલપાણિ પક્ષ, કટપૂતના ધૃતરીને સંગમદેવે એમના પર ઉપસર્ગો વરસાવ્યા હતા. રા પ્રદેશ અને અનાર્ય પ્રદેશમાં હિંસક માનવીઓએ એમના પર ક્રૂરતા આચરી હતી અને તેમ છતાં યોગી મહાવીરની કા સર્વત્ર એકસમાન પ્રવર્તતી રહી. એથીય વિશેષ છ-છ મહિના સુધી જેને કારણે મહાવીરને ભિક્ષાન્ત વગર રહેવું પડ્યું એવા સંગમદેવે જ્યારે ક્ષમા માગી, ત્યારે એમના ચહેરાની એક પણ રેખા બદલાઈ નહીં. માત્ર એમની આંખના છેડે બે આંસ એ માટે આવ્યાં કે મારું કારણે આ સંગમદેવે કેટકેટલાં કર્મ બાંધ્યાં! આવી જ કરુણામયી દૃષ્ટિ શ્રીકૃષ્ણમાં પારાવાર પ્રેમના રૂપે અને શ્રીરામમાં સ્નેહના સામ્રાજ્ય રૂપે જોવા મળે છે. આમ હ્રદયમાં પરમનો સ્પર્શ કે ઈશ્વરનો અનુભવ થાય, તો આપોઆપ પરિવર્તન આવે છે અને આ પરિવર્તન એ યુ ટર્ન' જેવું હોય છે. અત્યાર સુધી બહારની દુનિયામાં પરિભ્રમણ કરનારી નજર આંતર-રમણ અને આંતરદર્શન કરવા લાગે છે. ઈશ્વરને તમારા દોષને બદલે તમારા ગુણ સાથે અને આંતરવિકાસ સાથે વધુ નિસબત હોય છે. આનું કારણ એ કે સંસારના આકર્ષણના £6]dhØ ||ølth @
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy