SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઊતર્યો છે અને હવે ત્યાં વસવાટ કરવાનું વિચારે છે, ત્યારે ચંદ્રના ગ્રહની દુરિત અસરની વાત કેવી લાગે છે ! કોઈ પોતાની ચિંતા અને મુશ્કેલીઓના કારણને માટે એક સીધો ઉત્તર આપી દેશે અને તે એ કે આ તો પૂર્વજન્મનાં ફળ મળી રહ્યાં છે. પૂર્વજન્મમાં કરેલાં દુષ્કૃત્યોને કારણે આ જન્મમાં મુશ્કેલીઓ આવે છે. તમે સારું, ઉમદા, ઉત્કૃષ્ટ અને ઉદાહરણીય જીવન જીવો છો. તેથી તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે તેવું નથી. જે કોઈ મુશ્કેલી આવે છે, નિષ્ફળતા મળે છે એ બધું પાછલા ભવમાં કરેલાં પાપોનું ફળ છે તેમ માનવું યથાર્થ નથી. માણસ શક્ય ન હોય એવી ફાળ ભરે, ગજું ન હોય એવું કામ હાથ પર લે અને પછી નિષ્ફળતા મળે એટલે દોષનો સઘળો ટોપલો અંતરાયકર્મ પર ઢોળી દે એ કેવું ? પોતાના સ્વાસ્થ્ય તરફ ક્તિ બેદરકાર રહેતી હોય, અૌષ્ટિક અને હાનિકારક ભોજન લેતી હોય, વાનગીઓ જોઈને એની લોલુપ સ્વાદવૃત્તિને અતિ સંતુષ્ટ કરતી હોય અને પછી એ બીમાર પડે એટલે કહેશે કે આ તો વેદનીય કર્મનો ઉદય થયો છે. પોતે જાતે ખાડો ખોદું અને એમાં પડે ત્યારે અન્ય પર આક્ષેપ કરે ! આવી જ રીતે જુદાં જુદાં કર્મના ઉદયની વાત કરીએ છીએ અને એમ કરીને પોતાના દોષનો ટોપલો કર્મને માથે મૂકી દઈએ છીએ. વળી, આવી વાત કરતી વખતે વ્યક્તિ અત્યંત ધાર્મિક હોવાનો દેખાવ કરતી હોય છે. હકીકતમાં ધર્મ એ તો એવી કલા છે કે જે વ્યક્તિને સુખ અને દુઃખની પેલે પાર આવેલી પ્રસન્નતામાં રાખે છે. R) | b6]àh? (loltBh @
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy