SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આપી. લશ્કરોએ ટ્રકો આપી અને પછી આ રોગમાંથી મુક્ત થવા માટે આખા દેશમાં રસીકરણનો પ્રારંભ થયો અને અંતે દેશનાં બાળકોના મૃત્યુદર ઓછો થયો. ઓડી હેપબર્નનું ત્રીજુ મિશન દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકા હતું. વેનેઝુએલા અને ઇક્વાડોરમાં નાના નાના પર્વતોની હારમાળાની વચ્ચે આવેલી ઝૂંપડપટ્ટીઓમાં બાળકોને પાણીના સાંસા પડતા હતા અને શિક્ષણનો ભારે અભાવ હતો. હેપબર્ન યુનિસેફની મદદથી આ ઝુંપડપટ્ટીમાં પાણીની વ્યવસ્થા કરી, ત્યારે સ્થાનિક રહેવાસીઓને ઘેર બેઠાં પાણી મળે તે ઘટના જ ચમત્કારરૂપ લાગી. એનું બીજું કામ શાળાનાં મકાનો બાંધવાનું હતું અને એટલે યુનિસેફ દ્વારા આપવામાં આવેલી ઈંટો અને સિમેન્ટથી હેપબનેં શાળાનાં મકાન બાંધ્યાં અને પાણીની અછત અને શિક્ષણની સમસ્યા બંને હલ કર્યા. એ પછી એણે સુદાન તરફ નજર ઠેરવી. દક્ષિણ સુદાનમાં આંતરવિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. ચોતરફ હાહાકાર મચી ગયો હતો. લોકો ભાગતાં હતાં, નાસતાં હતાં, ભૂખથી મરણ પામતાં હતાં અને કેટલાંક ભૂખથી એવાં તરફડતાં હતાં કે નદીમાં કૂદકો મારીને પોતાનું જીવન ટૂંપાવી દેતાં હતાં. ઓડી હેપબર્ન જોયું કે વીસ હજાર જેટલાં ભૂખથી ટળવળતાં બાળકો આંતરવિગ્રહથી ઘેરાયેલા સુદાનમાંથી ભાગીને નાસી છૂટ્યાં હતાં. પાશવી અને લોહિયાળ આંતરવિગ્રહમાંથી ઊગરવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો. આમાંનાં ઘણાં બાળકો રસ્તામાં જ મૃત્યુ પામ્યાં અથવા કેટલાંક સુદાનને ઇથિયોપિયાથી જુદી પાડતી નદીમાં ડૂબી ગયાં. ઓડી હેપબનેં કહ્યું, ‘મેં એક આંજી નાખે એવા સત્યને પણ નિહાળ્યું હતું. આ કુદરતી દુર્ઘટનાઓ નથી, પણ માનવનિર્મિત કરુણતા છે, જેના માટે ફક્ત માનવનિર્મિત ઉકેલ જ હોઈ શકે અને તે છે શાંતિ.” ઓડ્રી હેમબર્ન જોયું કે અહીં છોકરીઓ અને મહિલાઓને પાણી મેળવવા માટે માઈલો સુધી ચાલવું પડતું હતું. ઓડ્રી હેપબનેં એમને ઘરઆંગણે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી. પાણી એ જ આ લોકોની જિંદગી હતી અને ચોખ્ખું પાણી એ ગામડાંમાં વસતાં બાળકો માટે સ્વાથ્યની ઔષધિ હતી. ઓડી હેમબર્ન યુનિસેફના નેજા હેઠળ આ કામ કરતી એટલે અહીંના વતનીઓના ચહેરા પર યુનિસેફનું નામ સાંભળતાં જ ચમક આવી જતી હતી. એ પછી ઓડ્રી હેપબર્નનું પાંચમું મિશન બાંગ્લા દેશ હતું. બાંગ્લા દેશ એક એવો દેશ કે કાં કારમો દુષ્કાળ હોય અથવા તો પૂરના પાણી ફરી વળ્યાં હોય. મુશ્કેલીઓ સાથે એનો સનાતન સંબંધ. અહીં પોતાના સેવાકાર્યનો પ્રારંભ કરતાં પૂર્વે ઓડ્રી હેમબર્ન બાંગ્લા દેશમાં ઠેર ઠેર ઘૂમી વળી. એક વાર ઓડ્રી હેપબને પોતાના સાથીને પૂછવું, ‘જ્હોન, આ લોકો મને ઓળખતા હશે ? અથવા ક્યારેય હું કોણ છું એ જાણવાની ખેવના રાખતા હશે ?' આ સમયે જ્હોને નજીકમાં જ બે માણસોને વાતો કરતાં સાંભળ્યા. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહેતી હતી કે ‘મને લાગે છે કે આ અભિનેત્રી ઓડી હેપબર્ન છે.” જ્યોને હેપબર્નને આ વાત કરી, ત્યારે આશ્ચર્યચકિત થયેલી હેપબર્ન એમની પાસે ધસી ગઈ અને પૂછવું, ‘તમે મને ઓળખો છો?” પેલી વ્યક્તિએ જવાબ આપ્યો, ‘મેં તમારી ‘રોમન હૉલિડે' ફિલ્મ દસ વાર જોઈ છે અને તે પણ આ બાંગ્લાદેશની મધ્યમાં.' હેપબર્ન પાસે અજાણી વ્યક્તિઓનાં હૃદય જીતવાની અદ્ભુત કળા હતી. ગરીબો સાથે સાહજિકતાથી સંબંધ બાંધી શકતી. એમની વેદનાને તત્કાળ પામી શકતી. એમાં પણ બાળકો સાથે તો એ એટલી હળીભળી જતી કે જાણે એની આસપાસ પતંગિયાં ઊડતાં હોય, એમ બાળકો એની આસપાસ ઘૂમવા લાગ્યાં. એ મેલાંઘેલાં ગંદાં બાળકોને સહેજે અચકાયા વિના વહાલથી રમાડતી ભેટતી હતી. પેલી કથામાં આવે છે તેમ વાંસળીવાળાની પાછળ જેમ બાળકો આપોઆપ ચાલવા લાગ્યાં હતાં. એ જ રીતે હેપબર્નની પાસે બાળકો ઘડી જતાં હતાં. હેપબર્નને આ બાળકોના દેહ સાથે સંબંધ નહોતો. એમની કાળી કે ઘઉંવર્ણી ચામડી સાથે સંબંધ નહોતો. એમના ધર્મ સાથે સંબંધ નહોતો, એને તો એ બાળકો સાથે સંબંધ હતો, જેમના પ્રત્યે એને અખૂટે કરુણા હતી. ક્યારેક આવી યાતનાઓ જોઈને હેપબર્નને અફસોસ પણ થતો. એ વિચારતી કે આજે દુનિયા ટૅકનોલૉજીને કારણે ખૂબ નજીક આવી ગઈ છે. વ્યક્તિ આજે એક જગાએ હોય, કાલે વળી બીજી જગાએ હોય અને 76 • માટીએ ઘડ્યાં માનવી અબોલ બાળકોનો અવાજ • 777
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy