SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પછીના દિવસે એથીય ક્યાંક દૂર હોય. પણ એને કારણે લોકો એમની આસપાસની વેદના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. અન્ય લોકો અગાઉની વેદનાને કે યાતનાને ભૂલી જાય છે, પરંતુ જેણે એ વેદના અને યાતના ભોગવી છે એ એને જિંદગીમાં ક્યારેય ભૂલી શકતા નથી. વળી હેમબર્ગે આગળ નજર કરી. એનું છઠું મિશન વિયેતનામ હતું. આ વિયેતનામમાં યુદ્ધ મોટી તબાહી સર્જી હતી. અમેરિકાએ એના પર કાળો કેર વર્તાવ્યો હતો. આવે સમયે ઓડ્રી હેપબર્નને લોકોને રોગમુક્ત કરવા માટે અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટેનું કાર્ય સોંપવામાં આવ્યું. એણે વિયેટનામના વડાપ્રધાનને કહ્યું, ‘બાળકો માટેની ઘણી લડાઈઓ આપણે સાથે રહીને લડ્યા છીએ. એમાં આપણે સફળતા મેળવી છે. હું આશા રાખું છું કે અત્યાર સુધી આપણે યશસ્વી રહ્યા છીએ તેમ રહીશું અને બાળકોના બધા જ રોગો સામે આપણે જીવન મેળવીશું.' હેપબર્નનું સાતમું મિશન સોમાલિયા હતું. હેપબનેં અગાઉ ઇથિયોપિયા અને બાંગ્લા દેશમાં ભૂખમરો જોયો હતો, પરંતુ સોમાલિયામાં જેવો ભૂખમરો જોયો, તે જોઈને એ જી ઊઠી. આ વેદનાએ જાણે એની વાચા હરી લીધી. એક એવી અકથ્ય પરિસ્થિતિ હતી કે માત્ર વેદનાનો ઘૂઘવતો દરિયો વહેતો હતો. એ નાઇરોબીથી કિસામાલિની હવાઈ સફરમાં એણે જોયું કે ધરતી અસાધારણ રીતે રક્તભીની દેખાતી હતી. ગામડાંઓ, વિસ્થાપિત છાવણીઓનો એ વિસ્તાર હતો. એક અર્થમાં કહીએ તો અહીં જે કોઈ રહેતા હતા, એ બધા આખરી શ્વાસો ગણી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં કબર દેખાતી હતી. રસ્તાની સમાંતરે નદીના કિનારે અને દરેક છાવણી જાણે કબ્રસ્તાન ન હોય ! સોમાલિયામાં કામ કરવું ઘણું મુશ્કેલ હતું. હેપબને આ કામ કર્યું, પરંતુ જોયું તો ચોતરફ નરકની વેદના અનુભવી. એ છાવણીમાં જવા માટે કોઈ તૈયાર થતું નહોતું. આજે જે બાળક જોયું હોય, તે બીજે દિવસે મૃત્યુ પામ્યું હોય. હેપબર્ને મોતનું મહાતાંડવ જોયું અને એણે એનું કામ શરૂ કર્યું. એ કહેતી ‘બાળકોની સંભાળ લેવાની બાબતને કોઈ રાજ કારણ સાથે સંબંધ નથી. મરતા બાળકને મદદ કરવા માટે રાજકારણ કંઈ કરવાનું નથી. હવે માનવતાવાદી મદદ માટેની રાજનીતિને બદલે દયાળુ બનવા માટેની રાજનીતિ સ્થાન લેશે.” 78 + માટીએ ઘડ્યાં માનવી વેદનાનાં આ દૃશ્યોએ હેપબર્નને કેટલાય દિવસો સુધી બેચેન રાખી. હેપબર્ન પોતાને થયેલા આ અનુભવોને સંત જ્હોનને થયેલા સાક્ષાત્કારની સાથે સરખાવે છે. હેમબર્નને અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે દેશનો સૌથી મોટો પ્રેસિડેન્ડિાયલ મેડલ ઑફ ફ્રીડમ” એનાયત કર્યો. ૧૯૯૩માં ઓડી હેપબર્નના પેટમાં દર્દ ઊપડ્યું. નિદાન કરતાં જાણ થઈ કે એ ભાગ્યે જ થતા કેન્સરનો ભોગ બની છે. લોસ એન્જલિસની હૉસ્પિટલમાં એની સર્જરી થઈ, પણ એનું કેન્સર પ્રસરતું અટક્યું નહીં. એણે દેખીતી રીતે કૅ મોથેરાપી લેવાનો ઇન્કાર કર્યો. ૧૯૯૩ની ૨૦મી જાન્યુઆરીએ સ્વિત્ઝર્લેન્ડમાં ૬૩ વર્ષીય આ અભિનેત્રી કોરેક્ટલ કેન્સરને કારણે અવસાન પામી અને ત્યાં જ એની દફનવિધિ થઈ. છેક અંતિમ ક્ષણ સુધી નિઃસહાય અને નિર્દોષ બાળકો મૃત્યુ પામતાં હોય તેના વિચારોએ એનો કેડો ન મૂક્યો. યુનિસેફે ન્યૂયોર્કના એના મુખ્ય કાર્યાલયમાં ‘ધ સ્પિરિટ ઑફ ઓડી' પ્રતિમાનું અનાવરણ કરીને હેમબર્નને અંજલિ આપી. આ હેમબર્ને કહેલા એ શબ્દો આજની માનવજાતને માટે પણ એટલા જ પ્રસ્તુત છે. એણે કહ્યું, ‘આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ, ત્યારે લાગે છે કે ગઈકાલે આપેલાં વચનોનું પાલન થયું નથી. લોકો કારમી ગરીબીમાં જીવે છે. હજી ભૂખ્યાં છે અને જીવવા માટે ઝઝૂમી રહ્યાં છે. એ લોકોની વચ્ચે આપણે બાળકોને જોઈએ છીએ. હંમેશાં મોટાં થયેલાં એમનાં પેટને જોઈએ છીએ. એમની ઉદાસ આંખો જોઈએ છીએ. એમના ડહાપણભર્યા ચહેરા એમણે વર્ષોથી સહેલી વેદનાને બતાવે છે. વિકસિત દુનિયાના રાક્ષસી દેવાની અસરે ગરીબ દેશને વધુ ગરીબ બનાવી દીધો છે અને અતિ જરૂરિયાતના સમયે એને ભાંગી પડેલો બનાવી દીધો છે. યુદ્ધ સૌથી વધારે નુકસાન સ્ત્રીઓ અને બાળકોને કર્યું છે, તેથી હું એ બાળકો જે પોતાની વાત કરી શકતાં નથી તેમના માટેનો અવાજ બનીને બોલું છું.” અને પછી એ બાળકોની વેદનાને અનુભવનારી ઓડ્રી હેમબર્ન કહે છે, ‘વિટામિનના અભાવને કારણે એ બાળકો અંધ બની ગયાં છે. પોલિયોને કારણે વિકલાંગ થઈ ગયાં છે. પાણીની અછતને લીધે તેમનું જીવન વેરાન એબોલ બાળકોનો અવાજ • 79
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy