SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં કૅથલિક ચર્ચ દ્વારા અનાથાશ્રમ ખોલવામાં આવ્યો હતો, પરંતુ એ ભૂખ્યાં બાળકોને ખવડાવવા નહીં, પણ જિવાડવા માટેય કોઈ અન્ન નહોતું. હેપબર્નનું આ પહેલું મિશન હતું અને એમાં એણે પાંચસો બાળકો મોતની છાયા હેઠળ તરફડતાં જોયાં. એનું સંવેદનશીલ હૃદય આ જોઈને કંપી ઊઠડ્યું. એણે આસપાસથી સહાય મેળવવાનો પ્રયાસ કર્યો, પણ કોણ મદદ કરે ? ઓડ્રી હેમબર્ન ‘યુનિસેફ' સંસ્થાને મદદ માટે વેદનાભર્યા હૃદયે સંદેશો મોકલ્યો, ‘મારાં આ બાળકો માટે તમે આહાર મોકલી શકતા ન હો, તો એમની કબર ખોદવા માટે કોદાળીઓ અને પાવડાઓ મોકલો.’ આસપાસની પરિસ્થિતિ જોઈને ઓડી હેપબર્ન ભાંગી પડી. આમાંથી લોકોને બચાવવાનો કોઈ ઇલાજ એને દેખાતો નહોતો. બીજી બાજુ એની આસપાસ વીસ લાખ લોકો ભૂખમરાથી મરી રહ્યાં હતાં. વળી એમાં સૌથી મોટી સંખ્યા બાળકોની જ હતી. અનાજ તો આવીને એક બંદરના કિનારે ઠલવાયું હતું, પરંતુ એ વહેંચી શકાયું નહોતું. તેથી ઓડી હેપબર્નનો આત્મા કકળી ઊઠ્યો. એણે જોયું કે આ રાહત છાવણીમાં આવવા માટે કેટલીય માતાઓ એનાં ભૂલકાંઓ સાથે દસ દસ દિવસ સુધી કે ત્રણ ત્રણ અઠવાડિયાં સુધી ભટકતી ભટકતી આવી પહોંચી હતી. ઉજ્જડ જગામાં ઊભી કરવામાં આવેલી છાવણીમાં એમને આશરો લેવો હતો, પરંતુ અહીં એમને આશરો આપે એવું કોઈ નહોતું. માત્ર ચોતરફ ૨ઝળતું મોત હતું. ક્યારેક કોઈ કહેતું કે આ ત્રીજી દુનિયાની વાસ્તવિકતા છે. આ ત્રીજી દુનિયા અવિકસિત, ગરીબ, અશિક્ષિત અને આતંકથી ઘેરાયેલી છે, ત્યારે ઓડ્રી હેમબર્ન ગુસ્સે ભરાઈને કહેતી, ‘ત્રીજી દુનિયા’ શબ્દ પર એને ભારે નફરત છે. દુનિયા તો એ ક જ, તેમાં વસતાં માનવીઓ સહુ સમાન છે. વળી ત્રીજી દુનિયામાં જ ભૂખમરો છે એમ કહેવું એ પણ સાચું નથી. હકીકત તો એ છે કે આ દુનિયા પરનો મોટા ભાગનો માનવસમાજ ભૂખમરાથી પીડાય છે. ખુદ અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ આવો ભૂખમર છે.' એણે જોયું કે દુનિયામાં જુદા જુદા વિષયો પર ચર્ચાઓ ચાલે છે, વિવાદો ચાલે છે, પણ અહીં રોજ કેટલાંય બાળકો મોતને શરણે જાય છે, એને વિશે કોઈ એક હરફ પણ ઉચ્ચારતું નથી. આ અઠવાડિયે, અગાઉના અઠવાડિયે અને 74 • માટીએ ઘડ્યાં માનવી ઓડી હેપબર્ન આવતા અઠવાડિયે એમ કુલ અઢી લાખ બાળકો મોતને શરણે થયાં છે. માનવજાતિ આ ઘટના પ્રત્યે મૌન સેવતી હતી. કોઈના દિલમાં આને માટે કોઈ કરુણા જાગતી નહોતી, પણ આવી હૃદયદ્રાવક પરિસ્થિતિથી નિરાશ થવાને બદલે હેપબનેં નક્કી કર્યું કે આ બધું કોઈ પણ ભોગે અટકવું જ જોઈએ! | ઇથિયોપિયામાં કામ કર્યા પછી તુર્કસ્તાન તરફ નજર દોડાવી. તુર્કસ્તાનનાં બાળકો ભયાવહ રોગથી ઘેરાઈ ગયાં હતાં. ઓરી, ક્ષય, ધનુર્વા, ઉટાંટિયું, ડિટ્ટેરિયા અને લકવાથી બાળપણમાં જ મોત એમની બાજુએ આવીને ઊભું રહેતું. હેપબર્ને બાળકોને રોગમુક્ત કરવા માટે ઝુંબેશ ચલાવી. તુર્કસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાને ટેલિવિઝન પર વક્તવ્યો આપ્યાં. શાળાનાં શિક્ષકોએ બાળકોને રોગપ્રતિકાર માટેની પદ્ધતિઓની સમજણ આપી. ધર્મગુરુઓએ એમના ઉપદેશોમાં આ વાત વણી લીધી. માછલાં વેચનારાઓએ એમનાં વેગનોમાં વેક્સિન લઈ જવા માટેની વ્યવસ્થા કરી અબોલ બાળકોનો અવાજ • 75
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy