SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પાનાં ફેરવતાં એણે વાક્ય વાંચ્યું, “દૂરનાં અને અનિશ્ચિત કાર્યોને છોડીને નજીકના અને નિશ્ચિત કાર્યોને હાથમાં લેવાનું આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ.” ટૉમસ કાર્લાઇલના આ વિચારે ઓસલરને પ્રભાવિત કર્યો. એણે ચિંતાનો સઘળો બોજ છોડીને અભ્યાસમાં ચિત્ત એકાગ્ર કર્યું. ભવિષ્યની ફિકરને બદલે વર્તમાનના આચરણ પર વધુ ભાર મૂક્યો અને પરિણામે આ ઓસલર વિખ્યાત ડૉક્ટર બન્યો. એણે સમય જતાં વિશ્વપ્રસિદ્ધ ‘જ્હોન હોપકિન્સ સ્કૂલ ઑફ મેડિસિન્સ 'ની સ્થાપના કરી. પોતાના વિષયના અધ્યાપક તરીકે ઇંગ્લેન્ડમાં એટલી બધી નામના મેળવી કે ઇંગ્લેન્ડના રાજાએ એના પર રાષ્ટ્રના ઉચ્ચ સન્માનની નવાજેશ કરી. એના જીવનમાં એણે અનેક મહત્ત્વની સિદ્ધિઓ મેળવી. વિલિયમ ઓસલરના અવસાન બાદ ૧૪૪૬ પૃષ્ઠના બે મોટા ગ્રંથમાં એમની જીવનકથા પ્રગટ થઈ. જૂઠની તે કંઈ વકીલાત કરાતી હશે? અબ્રાહમ લિંકને વકીલનો વ્યવસાય ન્યાયની સ્વીકાર્યો, પણ સત્ય અને ન્યાયને માર્ગે અદબ, ચાલીને આ વ્યવસાય કરવાનો નિર્ધાર કર્યો. કેસ જીતવા માટે કાયદાની બારીકાઈઓ કે છટકબારી શોધવાને બદલે સાચા પક્ષને ન્યાય મળે તે માટે સતત પ્રયાસ કરતા. એક વાર કેસની સત્યતા વિશે દેઢ પ્રતીતિ થાય પછી લિંકન એવી તો સચોટ અને બાહોશીભરી રજૂઆત કરતા કે ખુદ વકીલો અને ન્યાયાધીશો પણ એમની દલીલો સ્તબ્ધ બનીને સાંભળતા. એક વાર અદાલતમાં લિંકન કેસની રજૂઆત કરતાં એકાએક અટકી ગયા. કશુંય બોલ્યા વિના નાસી જતા હોય તેમ અદાલતનો ખંડ ઝડપભેર છોડી ગયા. અબ્રાહમ લિંકનના આવા વર્તનથી સહુ કોઈ ડઘાઈ ગયા. કોઈને એમ લાગ્યું કે લિંકન પર પાગલપન સવાર થઈ ગયું છે. કાયદાની આંટીઘૂંટી ઉકેલવા જતાં બાહોશ વકીલના મગજમાં આંટીઘૂંટીઓ પડી ગઈ લાગે છે ! ન્યાયાધીશે લિંકનને બોલાવી લાવવા માટે માણસ મોકલ્યો. મનની મિરાત ૧૪૩ જન્મ : ૧૨ જુલાઈ, ૧૮૪૯, બોન્ડ હેડ, કૅનેડા વેસ્ટ અવસાન : ૨૯ ડિસેમ્બર ૧૯૧૯, ક્રાફર્ડ, ઇંગ્લૅન્ડ, ૧૪૨ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy