SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂખે ટળવળતો હતો. એમની ભૂખનું દુઃખ હું જોઈ શકતો નહોતો. તેથી મેં ઘરનાં ભૂખ્યાં બાળકોને માટે દુકાનદારની નજર ચૂકવીને બે-ત્રણ બ્રેડ ચોરી લીધી હતી.” ન્યાયાધીશે કહ્યું, “તમે તમારો અપરાધ કબૂલ કરો છો ?” “હા, નામદાર સાહેબ.” ગુનાની સજા ફરમાવતાં ન્યાયાધીશે કહ્યું, “તમને આવી ચોરી કરવા બદલ દસ ડૉલરનો દંડ જાહેર કરું છું.” ગરીબની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં. ન્યાયાધીશે ગજવામાં હાથ નાખીને એને દંડ ભરવા માટે દસ ડૉલર આપ્યા. આ જોઈને મેયર લા ગાર્ડીયાએ સહુને કહ્યું, “અદાલતમાં ઉપસ્થિત એવી દરેક વ્યક્તિને હું અડધો ડૉલરનો દંડ કરું છું, કારણ કે આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં વ્યક્તિને મજબૂરીને કારણે બેત્રણ બ્રેડની ચોરી કરવી પડે છે. આપણે પણ ગુનેગાર ગણાઈએ. તમારો નગરપતિ પણ ખરો.” આટલું કહી મેયર લા ગાર્ડીયાએ પોતે અડધો ડૉલર કાઢ્યો. અદાલતમાં ઉપસ્થિત સહુની પાસેથી રકમ લીધી અને એ એકઠી કરીને પેલા ગરીબ માણસને આપી. યુવાન વિલિયમ ઓસલર ચિંતાથી ઘેરાઈ ગયો હતો. મેડિકલની અંતિમ આપણું પરીક્ષાની તૈયારી કરતો હતો, પરંતુ એની સાથોસાથ એનું મન સતત એક પછી મુખ્ય ધ્યેય એક ચિંતામાં ગ્રસ્ત થઈ જતું હતું. એ વિચારતા કે પરીક્ષામાં અનુત્તીર્ણ થઈશ તો મને કેટલી ઘોર હતાશા અને નિરાશા થશે ! આવું બનશે તો મારે માટે ક્યાંય આરો-ઓવારો નહીં રહે ! વળી નાપાસ થયેલા મને કોણ નોકરીએ રાખશે અને નોકરી નહીં મળે તો મારું શું થશે ? શું મારી અત્યાર સુધીની તેજસ્વી કારકિર્દી અને મારો પુરુષાર્થ વ્યર્થ જશે ? નિષ્ફળતા કદાચ જીવલેણ નહીં બને, તો પણ જીવન-લેણ તો બનશે જ ! વળી સમાજને કઈ રીતે બીજાને મારું મોં બતાવીશ. મારા સાથી વિદ્યાર્થીઓ પણ મારી કેવી મજાક કરશે. વિલિયમ ઓસલર આવી અનેક ચિંતાઓથી ક્ષુબ્ધ બની ગયો હતો. અભ્યાસમાં એનું ચિત્ત એકાગ્ર થતું ન હતું. પોતાના વિષયનું વાંચવાને બદલે આ ચિતાઓના વિચારમાં વધુ સમય વીતતો હતો. એવામાં પોતાના પ્રિય લેખક ટૉમસ કાર્લાઇલના પુસ્તકનાં મનની મિરાત ૧૪૧ જન્મ : ૧૧ ડિસેમ્બર ૧૮૮૨, બ્રોનેક્ષ, ન્યૂયોર્ક, અમેરિકા અવસાન : ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૭, વદ્દોનેશ, ન્યૂયોર્ક, અમેરિકા ૧૪૦ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy