SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મોભા મુજબ ઠાઠ રાખવામાં આઇન્સ્ટાઇન માનતા નહોતા. એક વાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન વ્યાખ્યાન-પ્રવાસે જતા હતા, ત્યારે એલ્સાએ એમને ભારપૂર્વક કહ્યું, “જુઓ, આ કાળો સૂટ છે તે તમારે વ્યાખ્યાન સમયે પહેરવાનો છે. કરચલીવાળો જૂનો સૂટ પહેરાઈ જાય નહીં તેનું ધ્યાન રાખજો. વળી કાળા સૂટ સાથે આ મોજા અને ટાઈ તથા ધોયેલું ખમીસ પહેરજો.” આલ્બર્ટ આઇન્સ્ટાઇને એમની પત્નીને કહ્યું, “અરે ઇલ્સા, તું નકામી આવી મહત્ત્વહીન બાબતોની ચિંતા કરે છે. જે કપડાં હાથ જડ્યાં તે પહેરી લેવાનાં.” એ પછી આઇન્સ્ટાઇન પ્રવાસે નીકળ્યા. વ્યાખ્યાન આપીને પાછા ફર્યા, ત્યારે એલ્સાએ એમની સુટકેસ જોઈ તો ખ્યાલ આવ્યો કે પેલો કાળો સુટ તથા મોજા, ટાઈ અને ખમીસ એમ ને એમ અકબંધ પડ્યાં હતાં. એલ્સાએ આઇન્સ્ટાઇનને ઠપકો આપતી હોય એ રીતે કહ્યું, તમે તો કેવા છો ? ખાસ તાકીદ કરી હતી અને ભૂલી ગયા. વ્યાખ્યાન સમયે આ નવો સૂટ ન પહેર્યો ?” આલ્બર્ટ આઇન્સ્ટાઇને એના વિખરાયેલા વાળ પર હાથ ફેરવતાં કહ્યું, “ઓહ, તમે કહ્યું હતું તે સાચું, પણ વ્યાખ્યાનના વિચારમાં એટલો બધો ડૂબેલો હતો કે મને એ યાદ આવ્યું નહીં.” ઓહ, લોકોને તમારા ધોયા વગરના ખમીસ અને કરચલીવાળાં સૂટ જોઈને કેવું લાગ્યું હશે ?” - આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું, “મને તું એ વાતનો જવાબ આપ કે એ લોકો મને સાંભળવા આવ્યા હતા કે મારાં કપડાં જોવા ?” ૧૯૪૦થી ૧૯૪૫ સુધી બ્રિટનનું વડાપ્રધાનપદ સંભાળનાર સર વિન્સ્ટન કલાનો. ચર્ચિલ સમર્થ રાજપુરુષ તરીકે વિશ્વભરમાં આનંદ આદરપાત્ર બની રહ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડના સ્વાભિમાન અને ખમીરને જાગ્રત કરીને એમણે કટોકટીને સમયે હિંમતભેર દોરવણી આપીને દેશને વિજય અપાવ્યો. બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ, અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને રશિયાના સ્ટાલિન - આ ત્રણે રાજપુરુષો યુદ્ધ પછીના નૂતન વિશ્વના નિર્માણકર્તા લેખાયા. વિશ્વયુદ્ધની કટોકટીભરી પરિસ્થિતિમાં બ્રિટનને વિજયી બનાવનાર વિન્સ્ટન ચર્ચિલનો ‘વી ૉર વિક્ટરી'નો સંકેત સર્વત્ર જાણીતો બન્યો. પરંતુ એ પછી યોજાયેલી બ્રિટનની ચૂંટણીમાં ઇંગ્લેન્ડની પ્રજાએ યુદ્ધમાં કુશળ અને સફળ કાર્ય કરનાર રૂઢિચુસ્ત પક્ષને જાકારો આપ્યો અને શાંતિકાળમાં દેશના નવનિર્માણની ધુરા મજૂરપક્ષને સોંપી. મનની મિરાત ૮૭ જન્મ : ૧૪ માર્ચ, ૧૮૩૯, ઉલ્મ વુર્ટેનબર્ગ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯પપ, પ્રિન્ટન, ન્યુજર્સ, અમેરિકા ૮૬ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy