SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ | વિન્સ્ટન ચર્ચિલને આનાથી ઊંડો આઘાત લાગ્યો. પોતાની આવી અવગણના સહન થઈ શકી નહીં. વળી વિશ્વમાં યુદ્ધવીર તરીકે સન્માન પામતા આ રાજનીતિજ્ઞ સત્તા પરથી ફેંકાઈ ગયા પછી પોતાની થતી અવગણનાથી ખૂબ અકળાઈ ગયા. સત્તા જાય, પછી કોણ એમની પરવા કરે ? એમને માટે આવી ઉપેક્ષા ધીરે ધીરે અસહ્ય બનતી જતી હતી, પરંતુ આ સમયે એમણે પોતાને પ્રિય એવી કલાઓમાં જીવ પરોવી દીધો. વિન્સ્ટન ચર્ચિલ ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર અને ચિત્રકાર હતા, આથી પોતાના મનની અકળામણ દૂર કરવા માટે ચિત્રો દોરવા લાગ્યા. એની સાથોસાથ લેખનકાર્ય પણ શરૂ કર્યું અને ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર' નામે આત્મકથાત્મક યુદ્ધસંસ્મરણો લખ્યાં. એમના સર્જનોએ વિન્સ્ટન ચર્ચિલને સફળ સાહિત્યકાર સાબિત કર્યા અને મુખ્યત્વે આ લેખનને માટે એમને ૧૯૫૩માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. પરંતુ સૌથી વધુ તો પોતાના મનને બીજા કામમાં પરોવી દઈને વિન્સ્ટન ચર્ચિલે અવગણનાના બોજને સાવ ઓગાળી દીધો. પોતાનું ખમીર જાળવી રાખ્યું. બન્યું પણ એવું કે ૧૯૪પમાં પરાજય પામેલો વિન્સ્ટન ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ ૧૯૫૧ની ચૂંટણીમાં ફરી વખત વિજયી બન્યો અને ફરી વિન્સ્ટન ચર્ચિલની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડના પ્રધાનમંડળની રચના થઈ. ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર, નાટ્યમીમાંસક અને તત્ત્વજ્ઞ દેનિસ દીદેરાને પુસ્તકની મળવા માટે એક યુવક આવ્યો. એણે પોતાનો પરિચય આપતાં કહ્યું કે એ એક અર્પણપત્રિકા નવોદિત લેખક છે. એણે એક પુસ્તક લખ્યું છે અને એની ઇચ્છા એ છે કે પુસ્તકનું પ્રકાશન થાય, તે પૂર્વે એની હસ્તપ્રત પર દૈનિસ દીદેરો નજર નાખી જાય. દેનિસ દીદરોએ એને પુસ્તકની હસ્તપ્રત મુકી જવા કહ્યું અને પછીને દિવસે આવીને લઈ જવાનું કહ્યું. એક દિવસમાં તેઓ આ હસ્તપ્રત વાંચી નાખશે. બીજે દિવસે નવોદિત લેખક દેનિસ દીદેરી પાસે ગયો, ત્યારે દીદેરોએ એને કહ્યું કે તેઓ આખી હસ્તપ્રત વાંચી ગયા છે. અને એમાં એણે પોતાની આકરી ટીકા કરી છે, તેનાથી પ્રસન્ન થયા છે. યુવાન તો માનતો હતો કે દેનિસ દીદરો પોતાને વિશેની તીવ્ર આલોચનાથી અત્યંત ગુસ્સે થશે, એને બદલે એમણે તો પ્રસન્નતા પ્રગટ કરી અને જરા હળવેથી પૂછ્યું પણ ખરું કે મારી આવી કડક ટીકા કરવાથી તને શો લાભ થશે ? યુવકે રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “ઘણી વ્યક્તિ તમારી વિરાટ પ્રતિભાથી અકળાઈને તમારો અત્યંત દ્વેષ કરે છે. એમને મનની મિરાતે ૮૯ જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, ઑક્સફર્ડગ્નાઈ, ઇંગ્લેન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫, હાઇડ પાર્ક, ઇંગ્લેન્ડ ૮૮ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy