SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ફાકામસ્તીના દિવસો આવ્યા કે લંડનથી થેમ્સ નદીની રેતીમાં બેસીને સાંજનું વાળુ કરવાની ૨કમ કઈ રીતે મેળવવી, એનો વિચાર કરવો પડતો. સમરસેટ મોમે નાટકો લખ્યા. આત્મકથાત્મક નવલકથા લખી. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે એબ્યુલન્સ વાનના ડ્રાઇવર તરીકે જોડાયા, પરંતુ આ સમયે પણ જેવી તક મળે કે તરત જ પોતાની નવલકથાનું પ્રફવાચન કરી લેતા હતા. આવો હતો લેખનપ્રેમ ! એબ્યુલન્સ ડ્રાઇવરથી માંડીને ગુપ્તચર સંસ્થામાં કર્મચારી તરીકે સમરસેટ મૉમે કામ કર્યું, પરંતુ જેમાં દિલ રેડ્યું હતું તે સાહિત્યસર્જનની સતત આરાધના કરતા રહ્યા. શરૂઆતનાં દસેક વર્ષ તો ઘણા અભાવ વચ્ચે પસાર કર્યા, છતાં એમને મન તો ગમતું કામ કરવું, એ જ જિંદગીનો પરમ આનંદ. તેઓ કહેતા કે કેટલીક વ્યક્તિઓ સંપત્તિને સદ્ભાગ્ય માને છે, પરંતુ આ જગતમાં સંપત્તિથી પણ દૂર ન થઈ શકે તેવા દુઃખોની યાદી અનંત છે. આથી જીવનમાં સુખ અને દુઃખ આવ્યા, પરંતુ પોતાનું મનપસંદ કામ ક્યારેય છોડ્યું નહીં. શા માટે ? મોંમે કહ્યું કે આવા મનપસંદ કામથી ક્વનમાં આત્મવિશ્વાસ જાગે છે અને ઓછામાં ઓછું એટલું તો સમજાય છે કે જીવનની અનેક પરીક્ષામાં પાસ થઈએ કે નાપાસ થઈએ, પણ નાસીપાસ તો ન જ થવું જોઈએ. અમેરિકાના મિઝુરીમાં જન્મેલા સંયુઅલ લેંગહોર્ન ગ્લૅમન્સ સાહિત્યચોરને. જગતમાં માર્ક વેનને નામે વિખ્યાત બન્યા. માર્ક ટ્વેને અમેરિકાના વસાહતીઓમાં માર્ગદર્શન ચાલી આવતી ટોળટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશિષ્ટ પ્રકારનો વિનોદ સર્યો. ‘ધ ઇન્સટ્સ અબ્રોડ’, રફિંગ ઇટ' જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. એમણે વિશેષ ખ્યાતિ તો ‘ધ એક્વેન્ચર્સ ઑવુ ટોમ સોયર ” અને “ધ ઍવેન્ચર્સ ઑવું હકલબરી ફિન' જેવી કિશોરકથાઓ દ્વારા મેળવી. એમણે જીવનનાં છેલ્લાં વીસ વર્ષ અત્યંત કપરી પરિસ્થિતિમાં પસાર કર્યા. એમણે ધંધામાં ઝંપલાવ્યું હતું, જેમાં ઘણું મોટું નુકસાન થયું. એ ધીરે ધીરે સ્વાચ્ય ગુમાવતા હતા. એમાં એમની સૌથી વહાલી પુત્રી સર્જીનું અવસાન થયું અને એ પછી આઠેક વર્ષે એમની પત્ની ઓલિવિયાએ આ દુનિયાની વિદાય લીધી. જિંદગીની ઉત્તરાવસ્થામાં આવા એક પછી એક આઘાતો જન્મ : ૨૫ જાન્યુઆરી, ૮૩૮યુકે એએસી, પેરિસ, ફ્રાન્સ અવસાન ઃ ૧૬ ડિસેમ્બર, ૧૯૬૫, નીસ, આમ્સ, મેલીટાઈમ, શાસ ૪૮ મનની મિરાત મનની મિરાત ૪૯
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy