SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આવતા ગયા. એમાં વળી હાસ્યલેખકના જીવનમાં એક બીજી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. એમના ઘેર ઘણી મોટી ચોરી થઈ અને લગભગ આખુંય ઘર લૂંટાઈ ગયું. જિંદગીનાં કેટલાંય દુઃખો હસતે મુખે ઝીલનાર માર્ક ટ્વેને આ નવી આફતને પણ પોતાના અંદાજ સાથે સ્વીકારી. એમણે એમના ઘરના દરવાજા પર એક નોટિસ ચોંટાડી. એનું શીર્ષક હતું, ‘હવે પછી આવનારા ચોરને સૂચના.' એની નીચે એમણે લખાણ કર્યું, “હવે આ ઘરમાં ચોરી કરવાને માટે માત્ર એક ચાંદીની પ્લેટ જ બાકી રહી છે. એ રસોડાની એક માત્ર અભરાઈના ઉપરના ખાનામાં આગળ મૂકી છે. બિલાડીનાં બચ્ચાંની છાબડીની પાસે એ રાખી છે. ‘જો તમે એ છાબડી પણ લઈ જવા ઇચ્છતા હો, તો બિલાડીનાં બચ્ચાંઓને પણ કપડાંમાં ઢાંકીને લઈ જ શો. એક વિશેષ સુચના એ કે કૃપા કરીને ઘરમાંથી નીકળતી વખતે અવાજ ન થાય તે જોશો, જેને કારણે મારા પરિવારજનોને ઘણી અસુવિધા થાય છે. “અને છેલ્લે એક વિશેષ વાત : ઘરમાંથી બહાર નીકળો ત્યારે દરવાજો બંધ કરવાનું ભૂલશો નહીં.” જીવનની અનેક વિષાદપૂર્ણ પરિસ્થિતિઓ વચ્ચે પણ માર્ક ટ્વેને એમની વિનોદવૃત્તિ જાળવી રાખી હતી. કાર્નેગીના ગુસ્સાનો પાર ન રહ્યો. એક નાનકડી ભૂલ બદલ આટલો બધો આક્રોશને. ગુસ્સો ! પોતાના જેવી ખ્યાતનામ વ્યક્તિને એક સામાન્ય નારી આવી રીતે કઠોર બદલે આદર અને કટ શોમાં તીખો ઠપકો આપે અને આકરાં વાક્યો લખે, તે કેમ ચાલે ? અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન વિશે કાર્નેગીએ એક રેડિયો-વાર્તાલાપ આપ્યો હતો અને તેમાં અબ્રાહમ લિંકનના જીવન અંગે એક ખોટી તારીખ રજૂ થઈ ગઈ. એક મહિલાએ આ રેડિયો-વાર્તાલાપ સાંભળ્યો અને કાર્નેગીની ભૂલનો ખ્યાલ આવ્યો. આ નારી કાર્નેગી પર તૂટી પડી. એણે પત્ર લખ્યો કે લિંકન જેવી મહાન વ્યક્તિ વિશે વક્તવ્ય આપતી વખતે તારીખની બાબતમાં કાળજી લેવી જોઈએ. તમારામાં ચીવટનું કોઈ નામનિશાન જણાતું નથી. જો આવી સામાન્ય બાબતનો ખ્યાલ રાખી શકતા ન હો, તો હવે કૃપા કરીને વાર્તાલાપો આપવાનું બંધ કરશો. કાગળ વાંચતાંની સાથે જ કાર્નેગી ઊકળી ઊઠ્યા. એક સામાન્ય ભૂલ બદલ આટલો સખત ઠપકો ! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ લખ્યો. એની અભદ્ર ભાષા વિશે આકરી મનની મિરાત પ૧ જન્મ : ૩૦ નવેમ્બર ૧૮૩૫, મિઝુરી, ફલોરિ વ, અમેરિકા અવસાન : ૨૧ એપ્રિલ ૧૯૧૦, કનેક્ટિકટે, અમેરિકા પ૦ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy