SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ એ તો સીધેસીધા જ સ્વામી વિવેકાનંદના ઉતારાખંડમાં પહોંચી ગયા. એ સમયે સ્વામીજી મેજ પર લેખનકાર્ય કરતા હતા. એમણે કોણ આવ્યું છે, એ જોવાની પરવા પણ ન કરી. થોડી વારે સ્વામીજીને આંખો ઊંચી કરી અને રૉકફેલરને જોયા. સ્વામી વિવેકાનંદે એમનો ભૂતકાળ કહ્યો, જેની રૉકફેલર સિવાય બીજા કોઈને ખબર નહોતી. વળી અંતે સ્વામી વિવેકાનંદે કહ્યું, “તમે ભેગું કરેલું ધન એ તમારું નથી. તમે તો માત્ર એના વાહક છો અને તમારો ધર્મ જગતનું કલ્યાણ કરવાનો છે. ઈશ્વરે તમને જે સંપત્તિ આપી છે, તે લોક કલ્યાણનું કાર્ય કરવા અર્થે આપી છે." જોન રૉકફેલર કોઈની વાત સાંભળવા ટેવાયેલા ન હતા. એમાં વળી સ્વામીજીએ તો એમને ઘણી મોટી સલાહ આપી. એટલે ‘આવજો” કહેવાનોય શિપ્રચાર કર્યા વિના એ ઊઠીને પાછા ફરી ગયા. એક સપ્તાહ બાદ ફરી આ જ રીતે જૉન રૉકફેલર સ્વામી વિવેકાનંદને મળવા ધસી આવ્યા અને એમણે સ્વામીજી પાસે અમેરિકાની કોઈ સેવાભાવી સંસ્થાને માટે મોટી રકમનું દાન આપવાની પોતાની યોજનાની નોંધનો કાગળ ધર્યો. સ્વામીજીએ વાંચ્યો. રૉકફેલરે ગર્વથી કહ્યું, “હવે તમને સંતોષ થશે. ધનના આવા ઉપયોગ માટે તમારે મારો આભાર માનવો જોઈએ.” સ્વામી વિવેકાનંદે કાગળ હાથમાં લઈને વાંચ્યો અને કહ્યું, “ભાઈ, આભાર તો તમારે મારો માનવો જોઈએ.” આ વાત અહીં પૂરી થઈ, પણ અમેરિકાના ઉદ્યોગપતિ રૉકફેલરનું આ સર્વપ્રથમ દાન હતું. એ પછી એના જીવનકાળ દરમિયાન શિક્ષણ અને માનવકલ્યાણના ક્ષેત્રે પચાસ કરોડ ડૉલરથી પણ વધુ રકમનું દાન કરીને દુનિયાનો સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ દાનેશ્વરી તરીકે પણ જાણીતો થયો. ખ્યાતનામ ફ્રેંચ સર્જક સમરસેટ માંમે પ્રારંભનો અભ્યાસ કૅન્ટરબરીની નાસીપાસ કિન્ડરી સ્કૂલમાં, એ પછી હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં અને છેલ્લે લંડનની સેન્ટ ન થવું સૅમસ હૉસ્પિટલમાં ર્યો. તબીબી અભ્યાસ કરનાર સમરસેટ મૉમે હૉસ્પિટલની એપ્રેન્ટીશીપનું કામ લૅમ્બેથની ઝૂંપડપટ્ટીમાં કર્યું. અહીં એમને કારમી ગરીબીનો સાક્ષાત્ અનુભવ થયો. પોતાની બાળપ્રસૂતિ વિશેના જ્ઞાન અને કાર્યને ઉપયોગમાં લઈને એમણે ૧૮૯૭માં ‘લિઝા ઑવ્ લેખેથ’ નામની પ્રથમ નવલકથા લખી અને સાહિત્યસર્જનમાં અપાર રસ-રુચિ જાગ્યા. આ નવલકથામાં એમણે મીલમાં નોકરી કરતી એક શહેરી છોકરીના પ્રણય અને એની ઇચ્છાઓને આલેખ્યાં. મૉમને લખવાની એવી તો લગની લાગી કે તબીબી અભ્યાસ કર્યો હોવા છતાં સારી એવી કમાણી કરાવનારો તબીબી વ્યવસાય કર્યો નહીં. એ સમયે સાહિત્યસર્જનમાંથી ઘણી ઓછી આવક થતી, છતાં સમરસેટ મૉમનો સિદ્ધાંત હતો કે જે કામમાં રસ પડે, તેમાં દિલ રેડી દેવું. એમાંથી કેટલી કમાણી થશે એની ફિકર કરવી નહીં. મૉમના જીવનમાં એવા રક જનમ ; ૮ જુલાઈ, ૧૮૩૯, રિચફોર્ડ, ન્યૂયૉર્ક, અમેરિ ક્ર અવસાન : ૨૩ મે, ૧૯૩૭, ધ કોરામેન્ટસ, ફ્લોરિડા, અમેરિક્સ ૪૬ મનની મિરાત મનની મિરાત ૪૭
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy