SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ? બે દિવસના પ્રવાસમાં જતી વખતે કેટલી બધી તૈયારી કરીએ છીએ ! પ્રવાસમાં જેની જરૂર પડવાની છે એવી કેટલીય ચીજવસ્તુઓ એકઠી કરીને સાથે લઈએ છીએ. એને બરાબર ગોઠવીએ છીએ. પ્રવાસે નીકળતી વખતે ટિકિટ લેવી પડે છે અને શક્ય એટલી અનુકૂળતાઓ ગોઠવીને પિરિચત વ્યક્તિ સાથે પ્રવાસ ખેડવા નીકળીએ છીએ. જ્ઞાત પ્રવાસની આટલી બધી તૈયારી, પરંતુ જિંદગીના અજ્ઞાત પ્રવાસની કેટલી તૈયારી ? કેવા પ્રદેશમાં એ પ્રવાસ ખેડવાનો છે એની કશી જાણ નથી. મૃત્યુ પછીની પરિસ્થિતિનો ઝાંખોય અંદાજ નથી. એમાં આવનારી પ્રતિકૂળતાઓની સહેજે ઝાંખી નથી. વળી સાથે કોઈ માર્ગદર્શક કે મદદગાર પણ નથી. એને એકલા જિંદગીનો અંતિમ પ્રવાસ ખેડવાનો છે, ત્યારે એને માટે એણે કેટલી તૈયારીઓ કરી છે ? આ અંતિમ પ્રવાસમાં કામ આવે એવું કેટલું ભાતું લઈને એ નીકળ્યો છે ? આ પ્રવાસ માટે એની પાસે કેટલી ભીતરી પ્રસન્નતા છે ? અરે ! જુઓ તો ખરા ! અંતિમ પ્રવાસની ઘડી આવતાં એ કેટલો બધો અકળાઈ જાય છે ! પોતાના વનને એ જોશથી વળગી રહે છે. પોતાનાં સાધનો અને સંપત્તિને ચુસ્ત રીતે વળગીને એ બેસે છે. ‘હજી આટલું ભોગવી લઉં’ એમ વિચારીને જિજીવિષાને પ્રબળ કરતો જાય છે, ત્યારે વિચારવું એ પડે કે જીવનના પ્રવાસોની તૈયારી કરનાર માણસ એના મૃત્યુના અંતિમ પ્રવાસ માટે સજ્જતા કેળવવાનો કોઈ વિચાર કરે છે ખરો ? અંતે જે મુકામે પહોંચવાનું છે એ મુકામની એને જાણકારી છે ખરી ? એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા અને મજા ન આવી તો એ પ્રવાસ બીજી વાર ખેડી શકાય છે, પણ આ અંતિમ મુકામે જવાનો પ્રવાસ તો એક જ વાર ખેડવાનો હોય છે. એ પુનઃ ખેડી શકાતો નથી, ત્યારે એને માટે કેટલી તૈયારી કરી છે તે વિચારવું જોઈએ. ક્ષણનો ઉત્સવ 112 ૧૧૧ બાવળ વાવીશું તો આંબા નહીં ઊગે ! તમે સંતાનો પ્રત્યે આજે જ જાગો ! એને મમ્મી પાસેથી જીવનના પાઠ મળે તેવું આયોજન કરો, આજે માતાને બદલે મીડિયા બાળકનું માનસઘડતર કરવા લાગ્યું છે, તેથી આવતીકાલે એવું પણ બને કે આ બાળકના સંસ્કાર-ઘડતરનું કામ ‘કલર’ ચૅનલે કર્યું છે કે ‘પોગો’ ચૅનલે કર્યું છે તેની ચર્ચા ચાલે. આજે મમ્મી બાહ્ય જીવન અને સામાજિક પ્રસંગોમાં ડૂબેલી રહેશે અને પપ્પા પાસે સમયનો અભાવ રહેશે, તો પરિસ્થિતિ એવી આવશે કે તમારાં સંતાનને તમારી સાથે હૃદયનું કોઈ સંધાન કે લાગણીનું કોઈ અનુસંધાન રહેશે નહિ અને પછી ભવિષ્યમાં શું થશે ? ભવિષ્યમાં તમારી વૃદ્ધાવસ્થા સાથે આવનારી તમારી બીમારીઓની એ ઉપેક્ષા કરશે, તમારી વારંવારની ફરિયાદો પ્રત્યે બહેરા કાન રાખશે. જો વધુ વાત કરશો તો અધવચ્ચે અટકાવી દેશે અને તેમ છતાં જો તમે અટકશો નહિ, તો તમારો તિરસ્કાર કરશે. આવા સમયે ઘરનાં સંતાનોના તમે અણગમતા બની જશો. એ તમારે માટે વૃદ્ધાશ્રમની ખોજ કરશે, કારણ કે તમારી સાથે એને ફાવતું – બનતું નથી અને તમે એના સંસારમાં અણગમતા બની ગયા છો. આમ આજની પેઢીના ઘડતરમાં રસ લીધો નહિ, તો આવતીકાલ તેઓ તમને સસ્તા દરના વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે. જેવી કરણી તેવી ભરણી' એવી સમાજલક્ષી કહેવતો જીવનલક્ષી પણ છે. જીવનમાં પોતાનાં સંતાનોને જેટલો પ્રેમ આપ્યો હશે એટલું જ વળતર મળતું હોય છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'માં જેવું કર્મ કર્યું હોય તેવું ફળ મળવાની વાત છે. વાત વ્યાપક કે વૈશ્વિક દર્શનમાં જેટલી સાચી છે, એટલી જ અંગત કે પારિવારિક જીવનમાં છે. ક્ષણનો ઉત્સવ 113
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy