SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગણનાયક ચેટક બોલ્યા, ‘જરા થોભો. થોડીવારમાં રાજાગણ આવી જશે.' ‘અને થોડીવારમાં વૈશાલીની એ સભા ઇન્દ્રસભા જેવી થઈ ગઈ.' ‘એકને જોઈએ અને એકને ભૂલીએ એવા રાજાઓ આવીને બેસી ગયા. તેઓ પવિત્ર પુષ્કરણીમાં સ્નાન કરી અને સ્વચ્છ ચીવર ધારણ કરીને આવ્યા હતા. માથે જો મુગટ ન હોત તો એ સાધુઓ તરીકે જ ઓળખાત ! તેઓ રાજ કર્મને ધર્મનો એક ભાગ લેખે છે. તેઓના આવી ગયા પછી ગણનાયકે એમને અમારું નિવેદન રજૂ કરવા કહ્યું.' | ‘અમે ઊભા થઈને કહ્યું, ‘ગણરાજવીઓ ! અમે મહાન મગધપતિ અશોકચંદ્રના અનુચરો છીએ.” | ‘અરે ! અશોકચંદ્ર એ જ કે જેણે પોતાના પિતાને કેદમાં પૂરીને રોજ કોરડાનો માર મારી, આત્મહત્યા કરવા પ્રેર્યો ? ક્યાં મગધની વાત્ય સંસ્કૃતિ અને ક્યાં વૈશાલીની આર્ય સંસ્કૃતિ ! અહીં વૈશાલીમાં પિતા, માતા ને ગુરુ દેવસમાન પૂજ્ય છે.’ એક વૃદ્ધ ગણરાજાએ કહ્યું. ‘અમે કહ્યું : શું હતું, શું થયું એની સાથે અમને લાગતું વળગતું નથી. વૈશાલીના કોણ દેવ છે અને કોણ દાવન છે, એની સાથે કે સંસ્કૃતિની ચર્ચા સાથે પણ અમને અત્યારે સંબંધ નથી, અમારે જે વાત નિવેદિત કરવાની છે, તે જુદી છે. ‘અમારું કથન સાંભળી ગણનાયક ચેટકે સહુ રાજાઓને વચ્ચે ચર્ચા ન કરવાની સૂચના આપતાં અમને કહ્યું, રાજદૂતો, નિઃશંક રીતે તમે તમારી વાત કહો.' અમે કહ્યું, ‘હે ગણદેવો ! અમારા મહાન મગધપતિએ વૈશાલી જોગ સંદેશો પાઠવ્યો છે, તે અમારા બે ગુનેગારો તમારે ત્યાં આવીને સપરિવાર આશરો લઈ રહ્યા છે. એકનું નામ હલ્લકુમાર છે, બીજાનું નામ વિહલ્લકુમાર છે. બંને જણાએ મગધના રાજ કોષનાં બે રત્નો ચોર્યા છે. એક રત્ન છે રાજહસ્તી સેચનક, બીજું રત્ન છે દિવ્ય હાર, મગધરાજ અશોકચંદ્રનો સંદેશ છે કે મગધના રાજ કોષનાં બંને રત્નો અપરાધી રાજ કુમારોની સાથે અમને સોંપી દો.' | ‘અમે આટલું નિવેદન કર્યું, એટલે ગણનાયકે રાજસભાને સંબોધીને કહ્યું, ‘મગધના અનુચરો જે નિવેદન કરે છે તે વિશે હું આપને મારા તરફથી વિગતો આપી દઉં.’ અને ગણનાયક વિગતો આપતાં આગળ બોલ્યા, ‘આપ જાણો છો કે સ્વર્ગસ્થ મગધરાજ બિંબિસાર મારી પુત્રી ચેલાના સ્વામી હતા. તેઓ મારી સગીર પુત્રીને ભોળવીને એનું અપહરણ કરી શક્યા, પણ વૈશાલીના ગણતંત્રના પ્રજાજનો પોતાની આગવી સંસ્કૃતિ ને સંસ્કાર ધરાવે છે. એટલે મારી પુત્રી ચેલાએ સ્વર્ગસ્થ મગધરાજને આપણી સંસ્કૃતિના ઉપાસક બનાવ્યા. 92 1 શત્રુ કે અજાતશત્રુ મગધરાજ બિંબિસાર પોતે રાજતંત્રના સ્વામી હતા, પણ અંદરથી ગણતંત્રના ઉપાસક બન્યા હતા. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના એ પરમ પૂજારી હતા.' | ‘સભાજનો ! મગધમાં ગણતંત્રની હવા જોરથી ફૂંકાઈ રહી હતી; એવામાં સ્થાપિત શાસનઈ કવાળા યુવરાજ, મહામંત્રી અને સામંતો જાગ્યા. જો એમને ત્યાં ગણતંત્ર પ્રચાર પામે તો જે પ્રજારૂપી ઘેટાંઓ વચ્ચે વાળ થઈને તેઓ નિર્ભય રીતે વિહરે છે, એ બંધ થઈ જાય; પ્રજા પણ એમની સારી-નરસી પ્રવૃત્તિનો જવાબ માગે અને એમના એશઆરામ અટકાવી દે. એમના ભંડારોમાં ભાગ પડે. આ માટે ગણતંત્રના આવતા વાવંટોળને રોકવા એક એક કાવતરું કરી રાજાને કેદ કર્યો. એ મહાન રાજાને માથે હલકા આક્ષેપો મૂકી એને બદનામ કર્યા, છતાં કહેવું જોઈએ કે એ નરોમાં નરસિંહ હતા. એ મહાન રાજાને વગોવવામાં કંઈ મણા ન રાખી. એક નાનકડી ગોપકન્યાને દરબારમાં રજૂ કરી એના મોંએ કહેવરાવ્યું કે એનું શીલ રાજાએ ખરીદ કર્યું છે, ને એ માટે એને કોરડાની સજા નક્કી કરી, તેઓએ કહ્યું કે ન્યાય માટે ગણતંત્રો કરતાં રાજતંત્રો ઝડપી અને જલદ છે. અહીં રાજા અને રંકના ભેદ નથી.” ‘મહાન વૃદ્ધ રાજવી બિંબિસારને રોજ કારાગારમાં કોરડાના માર પડવા લાગ્યા. એમનો ગુનો માત્ર એ હતો કે તેઓ ગણતંત્ર તરફ પક્ષપાત ધરાવતા હતા. આખરે પોતાને પડતાં અમાનુષી દુઃખોથી ત્રાસીને અને માનસિક અવહેલનાથી થાકીને એ મહાન ભક્ત અને વૃદ્ધ રાજાએ આત્મહત્યા કરી ! માજી રાજાના મૃત્યુ સાથે નવા રાજા અશોકચંદ્ર પોતાનાં ભાઈ-ભાંડુઓમાંથી જે પિતાતરફી હતા, અને પોતાના કાર્યની ટીકા કરતા હતા, તેમને જડમૂળમાંથી ઉખેડી નાખવા નવો પેંતરો રચ્યો. ત્યાં પિતાને હેરાન કરવા જેમ પેલી ગોપકન્યાને હાજર કરી, એમ અહીં પોતાની રાણી પદ્માને હાજર કરી અને એની પાસે કહેવરાવ્યું કે એના દિયર હલ્લ અને વિહલ્લે એનું અપમાન કર્યું, હાર અને હાથી માગ્યાં, પણ ન આપ્યા. રાજાએ તરત બંનેને પકડી લાવવાનું ફરમાન કર્યું.’ સભાજનો ! આટલી લાંબી કહાની પછી મુખ્ય વાત હવે આવે છે. મગધના દૂત કહે છે તે પ્રમાણે હલ્લકુમાર અને વિહલ્લકુમાર અહીં આવ્યા છે. જે હાથી અને હારની માગણી કરવામાં આવી છે, તે પણ એમની સાથે જ છે.” ‘ભને ગણરાજ ! હલ્લ અને વિહલ્લ કોના પુત્રો છે ? એમની માતા કોણ છે? પિતાની તો અમને જાણ છે.” રાજસભાના એક સભ્ય પ્રશ્ન કર્યો. ‘એ મારી પુત્રી ચેલાના પુત્રો છે.” ‘રાજા અશોક પણ ચેલારાણીનો જ પુત્ર છે ને ?' એક બીજા રાજસભ્ય પ્રશ્ન મગધના દરબારમાં વૈશાલીની વાત D 93
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy