SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હા, પણ રાજતંત્રમાં ખરો ભય ભાઈઓનો જ હોય છે, કારણ કે ત્યાં રાજા ચૂંટાતો નથી; રાજગાદી ત્યાં વારસામાં ઊતરે છે. રાજા અશોક કરતાં રાજકુમાર અભયનો સિંહાસન પર વધુ હક હતો; એ પણ ગણતંત્રોમાં ફરેલો ને ઉદારચિત્ત હતો. એ વૈશ્યપુત્ર છે ને સિંહાસન ક્ષત્રિયપુત્રને મળે, એવો આક્ષેપ એને માટે તૈયાર થયો હતો. પણ એ તો દેવાંશી જીવ હતો. એ રાજતંત્રની ખટપટોથી ત્રાસીને સાધુ થઈ ગયો. હવે આપણે મગધના દૂતોને કંઈ જવાબ આપીએ તે પહેલાં આપ સર્વે મગધના બંને રાજકુમારોને નીરખી લો. એમનાં કયિતવ્યને સાંભળો અને પછી વૈશાલીમાં આશ્રય આપવો કે નહીં, તેનો નિર્ણય પ્રગટ કરો.' અમે ગમે તે નિર્ણય લઈએ, પણ તમે તો એના માતામહ છો. આ એમનું મોસાળ છે. મોસાળમાં વસવાનો ભાણેજનો જન્મસિદ્ધ હક્ક ગણાય.' એક સભાજને કહ્યું . ગણતંત્રના નિયમો એવા છે, કે એમાં સગાંસ્વજનો જોવાતાં નથી. ગણતંત્રીય દેશનાં પ્રજાજનો જ એકબીજાનાં સ્વજનો છે. સંપ-સંબંધ ગણતંત્રનો પ્રાણ છે. એ સંપસંબંધ તૂટ્યો અને કુસંપ વધ્યો એ વખતે ગણતંત્રનો વિનાશ છે. ગણતંત્રમાં વ્યક્તિની નજરે જોવાતું નથી; સમષ્ટિની રીતે જોવાનું છે. એટલે આપે સહુએ મારી નજરે નહિ, દેશની નજરે આ પ્રશ્નનો વિચારવાનો છે.' ગણરાજ ચેટકે અનુચરને બંને રાજકુમારોને હાજર કરવા સૂચન કર્યું. ‘થઓડીવારમાં બંને રાજકુમારો રાજસભામાં હાજર થયા. આખી રાજસભા ચાંદા-સૂરજ જેવી આ જોડીને નીરખી રહી. ગણરાજ ચેટકે તેઓને પોતાનું નિવેદન રજૂ કરવા સૂચના કરી.' ‘હલ્લકુમારે ઊભા થઈને સર્વ સભાને નમસ્કાર કરતાં કહ્યું, “ભન્ને ગણરાજ ! અમે મગધના પૂજનીય રાજવી બિંબિસાર શ્રેણિકના પુત્રો છીએ. અમારી માતાનું નામ ચેલા છે. ગણનાયક ચેટક અમારા માતામહ છે અમે ગણતંત્રના હિમાયતી છીએ. અમારા પૂજ્ય પિતા પણ એના હિમાયતી હતા, માટે યુવરાજ અશોક અને એમની ખૂની મંડળીએ મળીને એમને આત્મહત્યા કરવાની ફરજ પાડી અલબત્ત, રાજતંત્રો એટલાં કુટિલ હોય છે કે આત્મહત્યા હતી કે ખૂન હતું એ વિશે કંઈ પણ સ્પષ્ટ નથી. આ બાબતમાં તેઓએ કહેલું અમે કહીએ છીએ. અમારા પૂજનીય પિતા તરફની ભક્તિએ એ ખૂની રાજમંડળીને શંક્તિ કરી કે અમે પણ ગણતંત્રના હિમાયતી છીએ. તેઓએ નવું પર્યંત્ર રચ્યું. હવે તેઓ અમારી હત્યા કરવા તૈયાર થયા છે. રાજકાજમાં તો ‘ નાચવું નહિ તો આંગણું વાંકું.' એ ન્યાય ચાલે છે. તેઓએ હાર અને હાથીની ખોટી વાત આગળ કરી છે. પણ રત્નહાર અને સેચનક ગજરાજ બંને અમારા સ્વર્ગસ્થ પિતાએ પોતે જ અમને ભેટ આપ્યાં હતાં. 94 D શત્રુ કે અજાતશત્રુ ‘તમે ગણતંત્રને ચાહો છો ?' સિહ સેનાપતિએ સીધો પ્રશ્ન કર્યો. વૈશાલીનો એ વિખ્યાત સેનાપતિ હતો. ‘ભત્તે ગણપતિ ! અમે ઇષ્ટદેવની સાખે કહીએ છીએ કે ગણતંત્રમાં અમે માનીએ છીએ.’ “એ માટે તમે આત્મભોગ આપવા તૈયાર છો ?' ‘શંકા વિના.’ રાજકુમારે કહ્યું. ‘તમે વૈશાલીના નગરજન બનવા માર્ગો છો ?' ‘નિશ્ચય. અમે સંસ્કારી નાગરિકતાના હિમાયતી છીએ. અમે વૈશાલીની નાગરિકતા માગીએ છીએ.' ‘પછી સિંહ સેનાપતિએ રાજસભામાં બોલતાં જણાવ્યું કે ‘હવે આ વાતનો નિર્ણય સર્વ રાજગણ કરે. સાથે સાથે એ યાદ રાખે કે રાજતંત્રો આપણને ગળી જવા તૈયાર છે. અહીંનું રાજ્ય સાર્વજનિક સંપત્તિ છે અને મગધનું રાજ્ય અંગત સંપત્તિ છે. અંગતથી અંગતની ખોટ કદી સહન થતી નથી. ગણતંત્રના હિમાયતી બે રાજકુમારોને વૈશાલીનું સંથાગાર આશ્રય આપે. નાગરિકતા આપે એમાં વૈશાલીનું ગૌરવ છે. પણ માત્ર ગૌરવનો જ ખ્યાલ કરવો ન જોઈએ. કાલે આ બહાના નીચે લડાઈનાં વાદળો પણ વૈશાલી પર વરસે, માટે વિચાર કરીને નિર્ણય આપજો.' ‘સભા એક પળ મૌન રહીને પછી બોલી. ‘નાગરિકતા આપો. મગધ ગરબડ કરશે, તો વૈશાલીના બહાદુર યોદ્ધાઓ એને ડાહ્યું બનાવી દેશે.' સભામાં થોડીવાર ચર્ચા થઈ અને એકમતે સંથાગારે નિર્ણય આપ્યો, બંને રાજકુમારોને આશ્રય આપવો અને ગણતંત્રની નાગરિકતા બક્ષવી. આ નિર્ણયના આધારે મગધને જવાબ આપવાની અને ભવિષ્યમાં કંઈ હલચલ થાય તો તેને યોગ્ય સામનો કરવાની બધી સત્તા ગણરાજ ચેટકને અને ગણપતિ સિંહને આપવામાં આવે છે.' ‘આ પછી રાજસભા વિસર્જન થઈ. અને ગણરાજ અમને ઉત્તર લખી દેવા બેઠા. મહારાજ ! આ રહ્યો એ ઉત્તર.’ આટલુ વિગતવાર વર્ણન કરીને સંદેશાવાહકોએ ગણરાજ ચેટકનો ઉત્તરપત્ર દરબાર સમક્ષ રજૂ કર્યો. મહામંત્રી વસકારે એ પત્ર હાથમાં લીધો, ને એક વાર મનમાં વાંચી લઈ, પછી સભા સાંભળે તેમ વાંચવા માંડ્યો. માનનીય મગધરાજ' ‘તમારા સંદેશાવાહકો દ્વારા તમારો સંદેશ મળ્યો. અમારી રાજસભામાં એ મુકાર્યો. તમારા સંદેશાવાહકોને એ વખતે ઉપસ્થિત રહેવા દેવામાં આવ્યા હતા, મગધના દરબારમાં વૈશાલીની વાત D 95
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy