SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈને સહુનો બંડખોર આત્મા દબાઈ ગયો. ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. ચંદનકાષ્ઠની ચિતામાં રાજા શ્રેણિકના દેહને દાહ દેવાયો. બધાએ આંસુ વહાવ્યાં. પણ હજી એ આંસુ સુકાય તે પહેલાં તો હલ્લ-વિહલ્લને પકડવા ગયેલા સૈનિકો વીલે મોંએ પાછા આવ્યા. તેઓએ કહ્યું, ‘બંને કુમારો ખૂબ જ આગળ નીકળી ગયા છે. તેઓએ એક તીરથી સંદેશો પાઠવ્યો છે કે જેને સગા બાપને હણતાં સંકોચ ન થયો, એને ભાઈઓને હણતાં શી વાર ? બસ, હવે છેલ્લા જુહાર !' ‘એમ કે ?” રાજા અશોકનો કોપાનલ ફાટ્યો. એણે ગર્જના કરતાં કહ્યું, અત્યારે ને અત્યારે વૈશાલીમાં સંદેશો મોકલો કે હલ્લ ને વિહલ્લ અમારા ગુનેગારો છે, માટે એમને તાકીદે સોંપી દો, નહિ તો લડવા તૈયાર થઈ જાઓ.’ રાજા અશોકનો સંદેશો લઈ અનુચરો તરત રવાના થયા. 13 મગધના દરબારમાં વૈશાલીની વાત શું આનું જ નામ સંસાર હશે ? એક સળગેલી ચિતા બુઝાઈ, ત્યાં બીજી સળગી ઊઠી. ‘તલવાર મ્યાન કર્યા વગરની જ રહી. શિખા બાંધ્યા વગરની જ રહી. સાધુને કરપાત્રમાં જ ભિક્ષા લેવાની રહી.” મગધના અનુચરો ભલે હલ્લકુમાર અને વિહલ્લકુમારને પકડી ન શક્યા, કારણ કે એમની પાસે સેચનક હાથીનું બળ હતું, પણ ઠેઠ વૈશાલી પહોંચીને ગણનાયક ચેટકરાજને સંદેશો પહોંચાડીને વીજળીની ઝડપે પાછા આવ્યા. રાજ ક્રાંતિ પછી મગધનો દરબાર કંઈક શાંતિ અનુભવતો હતો, ત્યાં ફરી વજ ચમકી. કુશળ સંદેશવાહકોએ નિવેદન કરતાં કહ્યું, “હે મગધપતિ ! અમે વૈશાલીના દરબારમાં પહોંચ્યા ત્યારે અડધા રાજાઓ બેઠા હતા, ને અડધા આવી પહોંચવાની તૈયારીમાં હતા. તેઓએ અમારું સ્વાગત કર્યું. અમને તો અપાર ક્રોધ હતો, પણ ગણનાયકે કહ્યું, ‘મગધના સેવકો ! બેસો, જલપાન કરો, જરા તમારો શ્વાસ હેઠો બેસવા દો, પછી તમારું કથન કરો.” ‘અમે કહ્યું : “અમારું કામ થયા પહેલાં વૈશાલીનું પાણી પણ અમારે હરામ ‘ગણનાયક બોલ્યા, “અરે ! વૈશાલીની સુરા તો મગધરાજ હોંશે હોંશે પીતા. તમને પાણીમાં શું વાંધો આવ્યો ?” “અમે કહ્યું, ‘મગધમાં રાજ ક્રાંતિ થઈ છે. યુવરાજ અશોક ગાદીએ આવ્યા છે. એમણે નવા નિયમો પ્રવર્તાવ્યા છે. વૈશાલીની સુરા અને સુંદરીનો મગધવાસી માટે પ્રતિબંધ કર્યો છે. પણ ગણનાયકજી ! અમારું કથન ભિન્ન છે.” 90 | શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy