SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે અવર્ણનીય છે. વૈશાલીના લોકસેવક મહામુનિ વેલાકુલ આજે મગધમાં પધાર્યા છે ને મગધના આપ્તજન બન્યા છે. મુનિને તો આ દેશ શું કે પરદેશ શું, બધું સમાન જ હોય.’ આ વર્તમાનને અમે ઉમળકાથી વધાવીએ છીએ.’ સભાજનો બોલ્યા. ‘મુનિરાજને પહેલું મારું વંદન છે.' મગધપતિએ ઊભા થઈને મુનિરાજની પાસે જઈને એમને અભિવાદન કર્યું. આખી સભાએ ધન્યતાનું પુનરુચ્ચારણ કર્યું. મુનિઓ વિશ્વમૈત્રીમાં માનનારા હોય છે. આશા છે કે આપ મગધની મૈત્રી સ્વીકારશો.’ મગધપતિએ કહ્યું, અવશ્ય. લોકસેવા એ મારું ધ્યેય છે. હું વિશ્વબંધુત્વનો પૂજારી છું. આજ થી હું મગધનો મિત્ર બનું છું.' મુનિજીએ કહ્યું. - “બસ, એટલું જ અમારા માટે ઘણું છે. આ માટે અમે આપના ખૂબ આભારી છીએ.’ મહામંત્રી વસ્સ કાર બોલ્યા. એ માટે તો આપે દેવી મગધપ્રિયાનો આભાર માનવો રહ્યો. નદીતટ પર રહેતો મારા જેવા શુષ્ક સાધુને એણે તમારા આ અદ્ભુત રાજતંત્રનાં દર્શન કરાવ્યાં.' | ‘મગધપ્રિયા માટે અમારે પણ પ્રશંસાના બે શબ્દો કહેવાના હતા, પણ આપનું સ્વાગત પૂરું કર્યા પછી કહેવા હતા.’ મહામંત્રી બોલ્યા. ‘મગધપ્રિયા તો મગધની જ છે અને રહેશે; એટલે પછી એની પ્રશંસા કેવી ?” મગધરિયાએ પાછળથી સ્ત્રીઓની બેઠકમાં બેઠાં બેઠાં જ કહ્યું. મગધપતિ એકાએક ઊભા થયા ને બોલ્યા, ‘એ વાત સાચી છે. પણ મગધપ્રિયાને આજે સવિશેષ માન મળવું ઘટે. મગધરિયાને આજ થી રાજ ગણિકા નહિ, પણ રાજ કુમારીનું પદ મળે છે, અને એ સર્વતંત્રસ્વતંત્ર છે. કદાચ એ કોઈની સાથે લગ્નબંધનથી જોડાવા ઇચ્છશે, તો રાજ્ય તરફથી કરિયાવર અપાશે, ને એ પુરુષ રાજ જમાઈનું પદ પ્રાપ્ત કરશે. મગધને માટે જે મરવા તૈયાર હોય છે, મગધ એને માટે વિના સંકોચે મરી ફીટવા તૈયાર છે.’ આ જાહેરાતને સભાજનોએ ધન્યવાદથી વધાવી લીધી. મુનિ લોકસાગરના ઉન્મત્ત ને આનંદી તરંગોમાં આકંઠ સ્નાન કરી રહ્યા. આટલો ઉમંગ, આટલી એક્તા ને આટલી આજ્ઞાધીનતા એમણે વૈશાલીના સંથાગારોમાં અનુભવી નહોતી; ત્યાં તો કેવળ વાદવિવાદ, ખટપટ ને મોટાઈની ઈર્ષ્યાનું જ વર્ચસ્વ જોવાતું. એમને એક શાસ્ત્રવચન યાદ આવ્યું : માણસ પશુ છે; એને નિયંત્રણ જોઈએ. એમને બીજું વાક્ય સાંભર્યું : માણસ દેવ છે; એનું ધાર્યું કરવાની છૂટ જોઈએ. પહેલા વાક્યમાં રાજ્યતંત્રનો ઘોષ હતો; બીજામાં ગણતંત્રનો નાદ ગાજતો 230 1 શત્રુ કે અજાતશત્રુ હતો. મુનિ પોતાના ત્રાજવામાં બંનેની તુલના કરી રહ્યા. એમના વિચારસાગરમાં વળી એક વમળ જાગ્યું : ‘અરે ! આ રાજા તો પોતાની પ્રજાને ઘેટાં જેવી જ માને છે. એક ગણિકા એક મુનિને લોભાવીને મગધમાં લાવી, એમાં એણે શું મહાન કાર્ય કર્યું ? વૈશાલીમાં હોત તો આ ધન્યવાદના વસ્ત્રના ચીરચીરા કરી, તંતુએ તંતુ અલગ કરી નાખ્યો હોત; અને મગધપ્રિયાએ જે છૂપો વેશ સજ્યો, ચામડીનું આકર્ષણ જમાવ્યું એની નિંદા કરી હોત; આવા મુનિને તું અહીં શું કામ લાવી એનો પ્રશ્ન કરત. અને મુનિ કેવા ગુણવાળો હોય એની ઉગ્ર શાસ્ત્રીય ચર્ચા થાત ! અને અહીં એક ઘેટું જે રીતે પોતાનું ડોકું હલાવે એમ બીજાં ઘેટાં પોતાનાં ડોકાં હલાવે – એવી ગતિ હતી. પણ આ વિચારવમળો આગળ ચાલે તે પહેલાં તૂટ્યાં, મહાભિનુ દેવદત્ત ઊભા થયા ને બોલ્યા, ‘મગધપતિ ! વિશ્વમૈત્રીના પ્રચારનાં આપણાં સાધનો મુનિએ જોયાં છે, અને એમણે આપનું અજાતશત્રુનું બિરુદ સ્વીકાર્યું છે.' ‘આ શસ્ત્રો જોયાં અને એમની સાન ઠેકાણે આવી, કાં ? નહિ તો એ અજાતશત્રુ બિરુદનો નિષેધ કરતા હતા, ખરું ને ?” કેટલાક સામંતોએ મૂછે વળ દેતાં કહ્યું. મુનિના હૃદયમાં ભયની કંપારી વ્યાપી ગઈ. મગધના સામંતોના કુદ્ધ ચહેરા જોવા એય હૃદયબળની સાચી પરીક્ષા છે, એમ એમને લાગ્યું. ઇંદ્રસભા જેવો મગધનો દરબાર દીપતો હતો; અને મગધપતિ ઇંદ્રનું તેજ અને વરુણનું પરાક્રમ લઈને બેઠા હતા. મહામંત્રી વસ્યકાર મુસદીવટના અવતાર જેવા લાગતા હતા. એની નીચી વળેલી મૂછો નીચે જાણે કાર્યસિદ્ધિના સંકલ્પનો ભારેલો અગ્નિ છુપાયો હતો. મહાભિનુ દેવદત્ત સંસારમાં પોતાની જીદને સિદ્ધાન્ત તરીકે સ્થાપવા આકાશપાતાળ એક કરે તેવો મહાપુરુષ હતો. એની વિદ્વત્તા, વૈરાગ્ય ને જીવનનો આનંદ એક અઠંગ જુગારીની જેમ ખોટા મહોરાની પાછળ એ હોડમાં મૂકી દેતો. રાજગણિકા મગધરિયા જાણે પોતાનું જીવન અને સર્વસ્વ રાજા માટે હોય, અને રાજઆજ્ઞા પાળતાં પ્રાણ ન્યોછાવર કરી દેવા પડે તોપણ કરી દે તેવી હતી. વૈશાલીમાં મોટા વર્ગમાં હું પહેલો અને તું પછી એમ જોવાતું. મગધમાં હું પછી અને તું પહેલો એમ અનુભવ થયો. મગધના સિહપાદ સૈનિકો ને સરદારો તો જાણે દેવોની લડાયક સેનાની જેમ જોયા જ કરીએ અને છતાં આંખ ધરાય નહિ, એવા હતા. આવા રાજ્યના રાજ ગુરુ અહિંસાની સાધના 1331
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy