SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ થવામાં પોતાની શક્તિનું સન્માન હતું. મુનિ વેલાકુલ ભરસભામાં ઊભા થયા. આખી સભા આ પ્રતાપી મુનિને જોઈ રહી; એ પછી દેવદત્ત તરફ વળી. દેવદત્તના મનમાં અભિમાન હતું. એ કોઈ વાર કહેતા : ‘હું તો સિંહને તાબે કરવામાં માનું છું. એક સિંહને વશ કર્યો, એટલે સો ઘેટાં આપોઆપ અનુસરવાનાં છે !’ મુનિ વેલાકુલના અંતરમાં આમજનતાની સાથે ભળવાની ભાવના હતી. સામાન્ય લોકોનાં સુખદુઃખ સાથે સમભાગી થનારું એનું દિલ હતું. ને દુનિયામાં તો દિલભર દિલ છે. મુનિ વેલાકુલ આખી સભાને ભાવી ગયા. સભાએ આ નવા મુનિનો જય જયકાર ઉચ્ચાર્યો. મુનિ પોતાના આ સ્વાગતથી વધુ હર્ષાવેશમાં આવ્યા, ને બોલ્યા : ‘મુનિમાત્ર વિશ્વમિત્ર હોય. વિશ્વમિત્રની અજાતશત્રુ સાથે મિત્રતા સ્વાભાવિક છે. હું મગધને મારું માનું છું.’ મુનિ આટલું બોલીને બેસી ગયા કે તરત મગધપતિ ખડા થયા ને બોલ્યા : “મુનિનું પદ આજથી રાજગુરુનું છે !’ ‘રાજગુરુપદ તો મહાભિખ્ખુ દેવદત્તને શોભે. મને આપ લોકગુરુનું પદ આપો. રાજના તેજથી હું અંજાઈ જાઉં છું. અંજાઈ જનારો હંમેશાં અકસ્માત કરી બેસે છે. લોક મને ગમે છે. લોકમાં ભળવું મને રુચે છે. એમનાં સુખદુઃખ સાથે તલ્લીન થતાં મારું અંતઃકરણ આનંદ અનુભવે છે !’ ‘જય હો લોકગુરુનો !’ સભાજનોએ કહ્યું. અલબત્ત, આ અભિપ્રાય ઉચ્ચારતી વખતે બધા મગધપતિના ચહેરાની રેખાઓ ઝીણવટથી નિહાળી રહ્યા હતા. એ રેખાઓમાં કચવાટનાં ગૂંચળાં નહોતાં, સંમતિસૂચક સરળતા હતી. ‘મહાભિખ્ખુ પોતે જ આ વાતનો નિર્ણય આપે.' મગધપતિએ આખો બોજો દેવદત્ત પર નાખી દીધો. યોગવિદ્યા ને યંત્રવિદ્યાના પરમ જ્ઞાતા દેવદત્તની નાખુશી કોઈ ઇચ્છતું નહોતું. મગધપતિને અજાતશત્રુનું બિરુદ ધારણ કરાવનાર એ મહાભિખ્ખુ જ હતા. ‘મહાનુભાવો ! કોઈ સાધુ સુરજ સમા હોય છે – પોતાના સ્થાને રહી જગત અજવાળે છે. કોઈ મુનિ દીપસમા હોય છે – એ ઘેર ઘેર ફરીને અજવાળું વેરે છે. મહામુનિ વેલાકુલ બીજા પ્રકારના મુનિ છે. એમને લોકગુરુનું પદ વિશેષ સોહે .’ ‘યોગ્ય કથન છે આપનું.’ મહામંત્રીએ ખડા થઈને ભિખ્ખુ દેવદત્તના વિધાનને ટેકો આપ્યો. ‘લોકગુરુ મુનિ વેલાલનો જય !' સભાએ ફરી હર્ષના પોકારો કર્યા ને વિનંતી 232 ] શત્રુ કે અજાતશત્રુ કરતાં કહ્યું, ‘આપ અમારાં ઘર પાવન કરજો. અમે આપનું દિલથી સ્વાગત કરીશું.’ ‘મહાનુભાવો ! મારો અંતરનો આનંદ લોકોમાં વસે છે. એ લોકસેવા માટે મેં ગુરુચરણ તજ્યાં, સાધુને યોગ્ય એકાંત તજી, લોકસેવા માટે બહાર પડ્યો. પ્રવૃત્તિ મુનિ માટે ભયંકર છે, પણ એ ભયંકરતાને મેં આનંદથી સ્વીકારી. લોકગુરુ એ મારું મહત્ત્વાકાંક્ષાનું પદ છે.’ મુનિ વેલાકુલે કહ્યું. તેમને ભિખ્ખુ દેવદત્તની સૂરજ અને દીપની ઉપમામાં કશુંય અયોગ્ય ન લાગ્યું. આપણે જેવા હોઈએ એવા કોઈ વર્ણવે તો એમાં અજુગતું શું ? પણ મગધપ્રિયાના મનને એ ઉપમા ન રુચી. પણ એ કંઈ ન બોલી. રાજસભાનું કામ થોડુંક ચાલ્યું અને પછી સભા વિસર્જન થઈ. બધા વીખરાય એ પહેલાં મહામંત્રી તરફથી મગધપ્રિયાને મુનિ વેલાકૂલ સાથે મંત્રણાખંડમાં ઉપસ્થિત થવાનો સંદેશ મળી ગયો હતો. મુનિ અને મગધપ્રિયા જનસમુદાયથી અલગ થઈને મંત્રણાખંડ તરફ ચાલ્યાં. અહિંસાની સાધના D 233
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy