SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વળી એણે અનોખું રૂપ ધારણ કર્યું હતું. પળે પળે જેમાં અવનવો પરાવર્ત આવે એનું નામ જ પરમ રૂપ. મહાભિખ્ખુ દેવદત્ત, જેમને મન ખટપટ ને મહત્ત્વાકાંક્ષા સિવાય બીજાની કશી કિંમત નહોતી, અપ્સરાઓ પણ જેને લોભાવી શકતી નહિ, એ મહાભિષ્ણુએ પણ એક વાર મગધપ્રિયા સામે જોયું, અને હસતાં હસતાં એ બોલ્યા : ‘મગધપ્રિયા ! તું વૈશાલીમાં જન્મી હોત અને આવી અલૌકિક રૂપછબી હોત તો તારું શું થાત, એ ખબર છે ? તારે જનસામાન્યની પ્રિયા બનીને જીવવું પડત !' મગધપ્રિયાએ કંઈ જવાબ ન આપ્યો. થોડી વારમાં બધાં પોતપોતાનાં વાહનોમાં ગોઠવાઈ ગયાં, ને વાહનો ત્વરિત ગતિએ ચાલ્યાં. સહુ પોતપોતાના વિચારોમાં મગ્ન હતાં. મગધપ્રિયા આજે પોતાને સોંપેલ કામગીરીનો અંદાજ આપવાની હતી. એણે જે ફતેહ હાંસલ કરી હતી, તે આજે સ્પષ્ટ કરી દેવાની હતી. રાજસભા બરાબર ભરાઈ હતી. કાંકરી પડે તોપણ અવાજ સંભળાય એવી શાંતિ વ્યાપી હતી. મુનિજીને વૈશાલીનું સંથાગાર સહેજે યાદ આવી ગયું : ત્યાં કેવો કોલાહલ, કેવી અવિનયી રીત-ભાતો, કેવો મિથ્યા ઘમંડ ! અને સાચી વાત ખોટી ઠરાવવા અને ખોટી વાતને સાચી ઠરાવવા કેટકેટલા અનંત વાદવિવાદો ! ત્યાં દરેક પોતાની જાતને રાજા લેખતો. અહીં દરેક વ્યક્તિ એક જ રાજાને વશવર્તી હોવાનો ભાવ પ્રસરેલો હતો. અહીં એક નેતા ને બાકી બધાં ઘેટાં હતાં; ત્યાં અનેક નેતા હતા અને બધા પોતાને સિંહ માનતાં હતાં. અને સંસારનો નિયમ તો એવો છે કે એક વનમાં બે સિંહ સુખે રાજ્ય ન કરી શકે. તો પછી આ બે વચ્ચે સારું શું ? – મુનિ મૂંઝવણમાં પડી ગયા. મુનિ પોતાના વિચારોના મંથનમાં પડ્યા હતા, ત્યાં જયધ્વનિ સંભળાયો અને સામેથી મગધપતિ આવતા દેખાયા. યુદ્ધની સજીવ મૂર્તિ ચાલી આવતી હોય એવું, આંખને આંજી નાખનારું પ્રકાશવર્તુલ એની આજુબાજુ ફેલાઈ રહ્યું હતું. પ્રચંડ ને સીધો સોટા જેવો એનો દેહ હતો. કછોટો લગાવીને છલાંગ મારે તો લંકાનો ગઢ ઠેકી જાય, એવો એનો તનમનાટ હતો ! એનું ગરુડ જેવું નાક એની જગતને આવરી લેવાની મહત્ત્વાકાંક્ષાને બતાવતું હતું ! એના લાંબી ભૌગળ જેવા બે હાથ વરદાન અને શાપની પ્રતિમૂર્તિ જેવા હતા. એ જેને વરદાન આપે, એને નિહાલ કરી નાખે; શાપ આપે એને સર્પદંશથી વધુ વ્યથા પહોંચાડે. એની ચાલમાં ધરતીને ચાંપવાનો ઉત્સાહ અને એના ઉન્નત મસ્તક પર જગતમાં કોઈનીય પરવા નથી એમ બતાવનારી દુર્ઘર્ષતા હતી. 228 D શત્રુ કે અજાતશત્રુ ઓષ્ઠ પર અમૃત હતું અને આંખમાં વીજળી હતી. અમૃત જ્યાં અસફળ થતું, ત્યાં વીજળી કામ પૂરું કરતી. એ ઘડીમાં માનવ લાગતો, ઘડીમાં દેવ લાગતો, ઘડીમાં દાનવ લાગતો. મુનિજીએ આખી વૈશાલીમાં આટલો તેજસ્વી માણસ નીરખ્યો નહોતો. પૃથ્વી પર સૂર્ય આવે ને અંધકાર ચાલ્યો જાય, એમ આ રાજાનાં દર્શન થતાં જ રાજદ્રોહના કે બીજા બંડખોર વિચારો આપોઆપ દબાઈ જતા. મુનિ આ મહામહિમ માનવદેહને જોઈ રહ્યા, ને આંખની કૃતકૃત્યતા અનુભવી રહ્યા. સૂર્ય આવીને મેરુ પર વિરાજમાન થાય, એમ મગધપતિએ સિંહાસન પર સ્થાન લીધું અને આજ્ઞા કરી : ‘પુરોહિતજી ! પ્રારંભે દેવોનું ગાન કરો અને દેવોનું દાન વર્ણવો.. પુરોહિતજી તરત ઊભા થયા, ને એમણે બુલંદ સ્વરે દેવોનું ગાન શરૂ કર્યું. એ ગાન પૂરું કરતાં તેઓ બોલ્યા : ‘દાન-પૂજન રાજા માટે ધર્મ છે. ટૂંકમાં એ કહું-છું - ‘સૂર્યનું પૂજન શક્તિ માટે છે; રાજા શક્તિમાન હોવો ઘટે,' ‘અગ્નિનું પૂજન અંતઃપુર માટે છે; રાજાનું અંતઃપુર નિષ્કલંક હોવું ઘટે.’ ‘સોમનું પૂજન વનના રક્ષણ માટે છે; વનરક્ષા એ રાજા માટે જરૂરી છે.' ‘બૃહસ્પતિનું પૂજન લોકશક્તિ માટે છે; રાજા પંડિત હોવો ઘટે. ‘રુદ્રનું પૂજન પશુસંપત્તિના રક્ષણ માટે છે; પશુસંપત્તિ એ રાજાની મહત્ત્વની સંપત્તિ છે.' ‘મિત્રનું પૂજન સત્ય માટે છે; રાજા સત્યવાદી હોવો ઘટે.' ‘ઇંદ્રનું પૂજન રાજ-સંચાલનની શક્તિ માટે છે; રાજા સત્યવાદી હોવો ઘટે.’ ‘વર્ણનું પૂજન ન્યાય માટે છે; રાજા ન્યાયી હોવો ઘટે.' દેવોનું સ્તુતિગાન અને દાન-પૂજન સાંભળવા માટે મગધપતિ હાથ જોડીને બેઠા, અને આખી સભા એમનું અનુકરણ કરી રહી. સભાના પ્રારંભનો આ નિત્યક્રમ હતો. મુનિને આ દશ્ય બહુ પાવનકારી લાગ્યું. જો રાજ્યો ધર્મથી સંચાલિત થતાં હોય તો ધર્મને માર્ગે ચાલવા પ્રયત્ન કરતાં હોય તો પછી એ ગણતંત્ર હોય કે રાજતંત્ર હોય એની શી ચિંતા ? ગણતંત્રની મોહિની એમના મન પરથી તુષારબિંદુની જેમ સરી જવા લાગી. - મહામંત્રી વસકાર, જે અત્યાર સુધી પાછળ ઊભા હતા, તેઓ આગળ આવ્યા ને સભાને સંબોધીને બોલ્યા : ‘સભાજનો ! મગધ માટે આજનો પ્રસંગ અનેક અહિંસાની સાધના – 239
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy